ગુજરાત

gujarat

પશ્ચિમ બંગાળમાં વાહનમાં વીજળી પડી ને પછી...

By

Published : Aug 1, 2022, 7:52 AM IST

પશ્ચિમ બંગાળમાં વાહનમાં વીજળી પડી ને પછી...
પશ્ચિમ બંગાળમાં વાહનમાં વીજળી પડી ને પછી... ()

પશ્ચિમ બંગાળના (West Bengal) કૂચ બિહારમાં મોડી રાત્રે એક પીકઅપ વાનમાં ઇલેક્ટ્રિક શોક (vehicle in electrocuted) લાગવાથી 10 લોકોના મોત થયા છે. ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.

પશ્ચિમ બંગાળ:કૂચ બિહારમાં (Cooch Behar) રવિવારે મોડી રાત્રે એક મોટો અકસ્માત થયો (vehicle in electrocuted) હતો. અહીં જલ્પેશ પાસે જઈ રહેલા 10 શિવભક્તો (કંવરિયાઓ) વીજ કરંટ લાગવાથી મૃત્યુ પામ્યા (West Bengal ) હતા. જલ્પેશમાં એક શિવ મંદિર છે, કહેવામાં આવી રહ્યું છે કે તમામ શિવભક્તો ત્યાં જઈ રહ્યા હતા.

આ પણ વાંચો:આયુષે પિતા માટે ખરીદી ચંદ્ર પર 3 એકર જમીન, પરિવારે કહી આ વાત...

10 લોકોના મોત: કહેવામાં આવી રહ્યું છે કે, ગાડીમાં DJ હતુ. તેમાં જનરેટર રાખવામાં આવ્યું હતું. જનરેટરના વાયરમાં શોર્ટ સર્કિટ થતાં વાહનમાં કરંટ લાગ્યો હતો. જેના કારણે પીકઅપમાં સવાર મુસાફરોને ફટકો પડ્યો હતો. 10 લોકોના મોત થયા છે. જ્યારે 16 લોકો ઘાયલ થયા છે. જે તમામને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માત બાદ પીકઅપનો ચાલક ફરાર થઈ ગયો છે.

વાહનમાં કરંટ ફેલાયો: ન્યૂઝ એજન્સી ANI અનુસાર, પીકઅપ વાનમાં 27 લોકો સવાર હતા. જેમાંથી 16 લોકોને જલપાઈગુડીની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. જ્યારે 10 લોકોએ જીવ ગુમાવ્યા છે. પોલીસનું કહેવું છે કે, પીકઅપ વાનમાં ડીજે સિસ્ટમના જનરેટરના વાયરિંગને કારણે આ ઘટના બની હોઈ શકે છે, તેમાંથી આખા વાહનમાં કરંટ ફેલાયો હશે. આ ઘટના મેખલીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના ધરલા બ્રિજ પર બની હતી. માતભંગાના અધિક પોલીસ અધિક્ષક અમિત વર્માએ જણાવ્યું કે, રવિવારે રાત્રે લગભગ 12 વાગે પીકઅપ વાનમાં કરંટ લાગ્યો અને આ ઘટના બની. પ્રાથમિક તપાસ સૂચવે છે કે, જનરેટર (ડીજે સિસ્ટમ)ના વાયરિંગને કારણે કરંટ ફેલાયો હતો. આ વાહનમાં પાછળના ભાગમાં જનરેટર લગાવવામાં આવ્યું હતું.

આ પણ વાંચો:ISIS મૂવમેન્ટ સાથે સંપર્ક..! કોલેજ સ્ટુડન્ટની ધરપકડ

ડ્રાઈવર ફરાર: ઘાયલોને ચંગરબંધની હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ડૉક્ટરોએ 27માંથી 16 લોકોને વધુ સારી સારવાર માટે જલપાઈગુડી જિલ્લા હોસ્પિટલમાં મોકલ્યા. જ્યારે 10 લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે, તમામ મુસાફરો સીતલકુચી પોલીસ સ્ટેશન વિસ્તારના રહેવાસી છે. આ ઘટના અંગે પરિવારજનોને જાણ કરવામાં આવી છે. એએસપી વર્માએ જણાવ્યું કે, વાહનને જપ્ત કરી લેવામાં આવ્યું છે, પરંતુ ડ્રાઈવર ફરાર થઈ ગયો છે. વરિષ્ઠ અધિકારીઓ સ્થળ પર હાજર છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details