આયુષે પિતા માટે ખરીદી ચંદ્ર પર 3 એકર જમીન, પરિવારે કહી આ વાત...

author img

By

Published : Jul 31, 2022, 8:45 PM IST

ચંદ્ર પર 3 એકર જમીન

હરિયાણાના યમુનાનગરમાં રહેતા સુભાષ ચંદ્રાના પુત્ર આયુષે એક અશક્ય સપનાને વાસ્તવિકતામાં ફેરવી દીધું છે. આયુષે તેના પિતા માટે ચંદ્ર પર ત્રણ એકર જમીન ખરીદી છે.

હરિયાણા : પાંચ વર્ષથી કેનેડામાં રહેતા આયુષે તેના પિતા માટે ચંદ્ર પર ત્રણ એકર જમીન ખરીદી છે. આયુષ મૂળ હરિયાણાના યમુનાનગર જિલ્લાનો છે. આયુષના સંબંધીઓએ જણાવ્યું કે લગભગ 5 વર્ષ પહેલા આયુષ તેના પિતાને કહીને કેનેડા ગયો હતો કે તે તેમના માટે આવું કંઈક કરશે. જેની તેઓએ કલ્પના પણ નહિ કરી હોય. કેનેડામાં કામ કરી રહેલા આયુષે પાંચ વર્ષમાં જ એવું કર્યું છે કે વિશ્વાસ કરવો મુશ્કેલ છે.

પિતા માટે ચંદ્ર પર જમીન લિધી - આયુષે કુરિયર દ્વારા તેના પિતાને ચંદ્ર પર જમીનના ડોક્યુમેન્ટ મોકલ્યા હતા. આયુષના પિતા સુભાષ ચંદ્ર અને તેમની પત્ની રેખા ચંદ્ર પર ખરીદેલી જમીનના દસ્તાવેજો મળતાં જ વિશ્વાસ કરી શક્યા નહીં. આ પછી આયુષે ફોન કરીને માતા-પિતાને ચંદ્ર પર જમીન ખરીદવાની જાણકારી આપી હતી. સુભાષ ચંદ્રાએ કહ્યું કે મેં સપનામાં પણ વિચાર્યું ન હતું કે મારો પુત્ર આટલી મોટી ભેટ આપશે.

પુત્રએ લિધી 3 એકર જમીન - આયુષના પિતા સુભાષ ચંદ્રાએ જણાવ્યું કે, જ્યારે ચંદ્ર પર ખરીદેલી 3 એકર જમીનના દસ્તાવેજો ઘરે પહોંચ્યા તો તેમને કંઈ સમજાયું નહીં, પરંતુ પુત્રને ફોન કરીને પૂછતા જ તેણે કહ્યું કે મેં તામારા માટે 3 એકર જમીન ખરીદી છે. જે ડોક્યુમેન્ટ મળ્યા તે જમીનના છે અને બોર્ડિંગ પાસ છે. સુભાષ ચંદ્રાએ કહ્યું કે પુત્ર તરફથી આ ભેટ મેળવીને ખૂબ જ આનંદ થાય છે. તે આપણી કલ્પના બહારની વાત છે.

પરિવારમાં ખુશીનો માહોલ - સુભાષ ચંદ્રાએ જણાવ્યું કે આજુબાજુના લોકો અને સંબંધીઓને આ વાતની જાણ થતાં જ તેમના ઘરે અભિનંદન પાઠવતા લોકોનો ધસારો થઈ ગયો છે. પરિવારના સભ્યો પણ પુત્રની આ સરપ્રાઈઝ ગિફ્ટથી ખૂબ જ ખુશ છે. સુભાષ ચંદ્રની પત્ની રેખાએ કહ્યું કે પુત્રએ આટલી મોટી ભેટ આપી છે, અમે કલ્પના પણ કરી શકતા નથી. બીજી તરફ આયુષની માતા રેખાએ કહ્યું કે હું ખૂબ જ ખુશ છું કે પુત્રએ ચંદ્ર પર જમીન ખરીદીને અમને ભેટ આપી છે. સંબંધીઓને અભિનંદન આપવા માટે ફોન આવી રહ્યા છે. અમારા જેવો પુત્ર ભગવાન દરેકને આપે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.