ગુજરાત

gujarat

મુંબઈ ડ્રગ્સ કેસ: સમીર વાનખેડેના બચાવમાં ઉતરી પત્ની, કહ્યું- અમે બંને હિંદુ પરિવારથી છીએ

By

Published : Oct 25, 2021, 8:28 PM IST

મુંબઈ ડ્રગ્સ કેસ (Mumbai Drugs Case)માં NCBના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે (Sameer Wankehede) પર મહારાષ્ટ્ર સરકારના પ્રધાન નવાબ મલિકે (Nawab Malik) નકલી સર્ટિફિકેટ બનાવ્યા હોવાનો આરોપ લગાવ્યો છે. મલિકે તેમને મુસ્લિમ પરિવાર (Muslim Family)થી ગણાવ્યા છે. તેમના આરોપોને સમીર વાનખેડેની પત્નીએ સંપૂર્ણ રીતે ફગાવી દીધા છે. તેમણે કહ્યું કે, તે અને સમીર બંને હિંદુ પરિવાર (Hindu Family)થી છે.

સમીર વાનખેડેના બચાવમાં ઉતરી પત્ની, કહ્યું- અમે બંને હિંદુ પરિવારથી છીએ
સમીર વાનખેડેના બચાવમાં ઉતરી પત્ની, કહ્યું- અમે બંને હિંદુ પરિવારથી છીએ

  • નવાબ મલિકે સમીર વાનખેડેને ગણાવ્યા મુસ્લિમ
  • સમીર અને તેમની પત્નીએ કહ્યું કે પોતે હિંદુ છે
  • સમીર વાનખેડેના પિતાએ મુસ્લિમ મહિલા સાથે કર્યા હતા લગ્ન

મુંબઈ: ક્રુઝ ડ્રગ્સ (Mumbai Drugs Case)મામલે દરરોજ નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. નવા આરોપોથી કેસનું કોકડું ગૂંચવાતું જઈ રહ્યું છે. મહારાષ્ટ્રના પ્રધાન નવાબ મલિક (Nawab Malik) દ્વારા સમીર વાનખેડે (Sameer Wankehede)ને મુસ્લિમ પરિવારથી ગણાવવા પર સમીર વાનખેડે ઘણા જ દુ:ખી જોવા મળી રહ્યા છે. તેમની પત્ની ક્રાંતિ વાનખેડે (Kranti Wankhede)એ સ્પષ્ટ કર્યું છે કે, તેમનો પરિવાર સંપૂર્ણ રીતે હિંદુ છે. સમીર પહેલા જ કહી ચૂક્યા છે કે કેસમાં હાઈપ્રોફાઇલ લોકો જોડાયેલા છે, આ કારણે દરરોજ તેમને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તેમને બદનામ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

સમીરના પિતાએ મુસ્લિમ મહિલા સાથે કર્યા હતા લગ્ન

ક્રાંતિ રેડકર વાનખેડેએ પોતાના લગ્નની 2 તસવીરો શેર કરી છે. તેમણે લખ્યું છે કે, 'સમીર જન્મથી હિંદુ છે. અમે બંને કોઈપણ ધર્મથી કન્વર્ટ નથી થયા. અમે તમામ ધર્મોનો આદર કરીએ છીએ.' ક્રાંતિએ આગળ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, 'સમીરના પિતા પણ હિંદુ છે. તેમણે મુસ્લિમ મહિલા સાથે લગ્ન કર્યા હતા. તેઓ હવે આ દુનિયામાં નથી. સમીરના પહેલા લગ્ન સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ થયા હતા, પરંતુ તેમના 2016માં છૂટાછેડા થઈ ગયા. ત્યારબાદ મેં તેમની સાથે 2017માં લગ્ન કર્યા. મારા લગ્ન હિંદુ મેરેજ એક્ટ પ્રમાણે થયા છે.'

સમીર વાનખેડેએ આપ્યો જવાબ

ઉલ્લેખનીય છે કે નવાબ મલિકે સમીર વાનખેડે પર નકલી સર્ટિફિકેટ બનાવીને સરકારી નોકરી મેળવવાનો આરોપ લગાવ્યો છે. મલિકે કહ્યું છે કે, સમીરે પોતાના પિતાનું નામ દાઉદ કે. વાનખેડે જણાવ્યું હતું. બર્થ સર્ટિફિકેટમાં તેમનો જન્મ મુસ્લિમ દર્શાવ્યો છે. મલિકના આરોપો પર સમીર વાનખેડેએ એક પ્રેસ રિલીઝ દ્વારા સ્પષ્ટતા આપી છે. તેમણે કહ્યું છે કે, 'હું એક બહુધર્મી પરિવારથી આવું છું. મારા પિતા જ્ઞાનદેવ કચરૂચી વાનખેડે એક સેવાનિવૃત્ત પોલીસ અધિકારી છે. તેઓ હિંદુ છે. મારી માતા ઝહિદા મુસ્લિમ પરિવારથી હતા.'

શબાના કુરૈશી સાથે સમીર વાનખેડેએ કર્યા હતા પહેલા લગ્ન

સમીરે પોતાની પ્રેસ રિલીઝમાં જણાવ્યું કે, તેમની પહેલી પત્નીનું નામ ડૉ. શબાના કુરૈશી હતું, પરંતુ તેમના તલાક થઈ ચૂક્યા છે. ત્યારબાદ તેમણે 2017માં બીજા લગ્ન કર્યા. વાનખેડેએ કહ્યું કે, છેલ્લા કેટલાક દિવસમાં મલિક દ્વારા કરવામાં આવેલા કૃત્યોએ તેમને અને તેમના પરિવારને ઘણા જ માનસિક અને ભાવનાત્મક દબાવમાં નાંખી દીધા છે.

આ પણ વાંચો: drugs Case: અનન્યા પાંડે આજે ત્રીજી વખત NCB સમક્ષ પૂછપરછ માટે હાજર થશે

આ પણ વાંચો:NCB ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેનો વિશિષ્ટ ઇન્ટરવ્યૂ

ABOUT THE AUTHOR

...view details