ગુજરાત

gujarat

ઉત્તરાખંડના દેહરાદૂનમાં આજે ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટનું સમાપન, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સમાપન સમારોહમાં લેશે ભાગ

By ETV Bharat Gujarati Team

Published : Dec 9, 2023, 12:07 PM IST

ઉત્તરાખંડના દેહરાદૂનમાં ગઈકાલ શુક્રવારથી શરૂ થયેલી ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટનું આજે સમાપન થવા જઈ રહ્યું છે. પીએમ મોદીએ આ સમીટનું ઉદ્ઘાટન કર્યુ હતું. આજે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટના સમાપન સમારોહ ભાગ લેશે. દહેરાદૂન સ્થિત ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ખાતે આયોજિત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં દેશ અને દુનિયાના રોકાણકારો અને પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટમાં પ્રથમ દિવસે 44 હજાર કરોડ રૂપિયાથી વધુના એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

દેહરાદૂનમાં આજે ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટનું સમાપન
દેહરાદૂનમાં આજે ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટનું સમાપન

દેહરાદૂન: ઉત્તરાખંડના દેહરાદૂનમાં શુક્રવારથી ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ શરૂ થઈ ગઈ છે. જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટનો આજે બીજો દિવસ છે અને સમારોહનું સમાપન ગૃહ મંત્રી અમિત શાહ કરશે. દહેરાદૂન સ્થિત ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ખાતે આયોજિત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં દેશ અને દુનિયાના રોકાણકારો અને પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટમાં પ્રથમ દિવસે 44 હજાર કરોડ રૂપિયાથી વધુના એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

પીએમ મોદીએ કર્યુ હતું ઉદ્ઘાટન: ઉત્તરાખંડની ધામી સરકારે રાજ્યને રોકાણના નવા સ્થળ તરીકે સ્થાપિત કરવાના ઉદ્દેશ્ય સાથે ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટનું આયોજન કર્યું છે. ભારત અને વિદેશના અનેક ઔદ્યોગિક હસ્તીઓ આ સમિટમાં પહોંચી હતી. ગઈકાલે પીએમ નરેન્દ્ર મોદીએ દેહરાદૂનમાં ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટમાં ભાગ લીધો હતો. સ્વાગત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ FRI ખાતે આયોજિત ઉત્તરાખંડ ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું. તેમજ સીએમ પુષ્કર સિંહ ધામીના સંબોધનથી કાર્યક્રમની શરૂઆત થઈ હતી.

દેશ-વિદેશના ઔદ્યોગિક સાહસિકોએ લીધો ભાગ: કાર્યક્રમમાં ઉદ્યોગપતિ પ્રણવ અદાણીએ ગઢવાલ અને કુમાઉ પ્રદેશમાં તેમના રોકાણ અને ઉદ્યોગ વિશે માહિતી આપી હતી. JSW ગ્રુપના ચેરમેન અને MD સજ્જન જિંદાલે પણ કાર્યક્રમમાં પોતાના સંબોધનમાં પોતાની યોજના વિશે માહિતી આપી હતી. આ ઉપરાંત ITCના એમડી સંજીવ પુરીએ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં તેમના મંતવ્યો રજૂ કર્યા. ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટમાં પ્રથમ દિવસે 44 હજાર કરોડ રૂપિયાથી વધુના એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

કેન્દ્રીય ગૃહ પ્રધાન સમિટનું સમાપન કરશે: મુખ્યત્વે EV (ઇલેક્ટ્રિક વાહનો), રિયલ એસ્ટેટ, આરોગ્ય સંભાળ, ઉચ્ચ શિક્ષણ, પ્રવાસન, ફિલ્મ, આયુષ અને ઊર્જા ક્ષેત્રોમાં રોકાણ માટે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ રોકાણ રાજ્યના વિકાસને નવી ગતિ આપશે. ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટનો આજે બીજો દિવસ છે અને સમારોહનું સમાપન ગૃહ પ્રધાન અમિત શાહ કરશે.

અમિત શાહ ઋષિકેશમાં કરે ગંગા આરતી: સમિટના સમાપન બાદ કેન્દ્રીયગૃહમંત્રી અમિત શાહ યોગનગરી ઋષિકેશ પહોંચશે, અહીં પરમાર્થ નિકેતનના ગંગા ઘાટ પર તેઓ ગંગા આરતી કરશે. ગૃહમંત્રીના કાર્યક્રમને લઈને પોલીસની સાથે સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર છે. તમામ સુરક્ષા એજન્સીઓએ સ્થળની આસપાસ સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી તપાસ કરી છે. ગૃહમંત્રીની સુરક્ષા માટે 5 એસપી, 8 સીઓ, 8 ઇન્સ્પેક્ટર, 25 સબ ઇન્સ્પેક્ટર, પીએસીની બે પ્લાટુન સહિત લગભગ 300 પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.

  1. મારા ત્રીજા કાર્યકાળમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી શક્તિ બનશે- પીએમ મોદી
  2. PM મોદીનું ઉત્તરાખંડી પરફ્યુમથી સ્વાગત, કહ્યું - 'દેવભૂમિમાં આવીને મન પ્રસન્ન થઈ જાય છે'

ABOUT THE AUTHOR

...view details