ગુજરાત

gujarat

અરુણાચલ પ્રદેશમાંથી ગુમ થયેલો યુવક ચીન સરહદેથી મળ્યો, સેનાએ કરી પુષ્ટિ

By

Published : Jan 23, 2022, 1:46 PM IST

Updated : Jan 23, 2022, 2:06 PM IST

અરુણાચલ પ્રદેશમાંથી ગુમ થયેલો (Kidnapped of an Indian Boy) 17 વર્ષીય ભારતીય યુવક ચીનની સરહદમાંથી મળી આવ્યો છે. ભારતીય સેનાએ આ વાતની પુષ્ટિ કરી છે.

અરુણાચલ પ્રદેશમાંથી ગુમ થયેલો યુવક ચીન સરહદેથી મળ્યો
અરુણાચલ પ્રદેશમાંથી ગુમ થયેલો યુવક ચીન સરહદેથી મળ્યો

નવી દિલ્હીઃઅરુણાચલ પ્રદેશમાંથી ગુમ થયેલો (Kidnapped of an Indian Boy) 17 વર્ષીય ભારતીય યુવક ચીનમાંથી મળી આવ્યો છે. ભારતીય સેનાએ આ વાતની પુષ્ટિ કરી છે. સંરક્ષણ જનસંપર્ક અધિકારી લેફ્ટનન્ટ કર્નલ હર્ષવર્ધન પાંડેએ કહ્યું કે, "ચીની સેનાએ અમને જાણ કરી છે કે તેમને અરુણાચલ પ્રદેશમાંથી એક ગુમ થયેલો છોકરો મળ્યો છે અને તેના પર યોગ્ય પ્રક્રિયાનું કરવામાં આવી રહી છે."

17 વર્ષીય મીરામનું કરાયું હતું અપહરણ

અરુણાચલ પ્રદેશનો 17 વર્ષીય મીરામ તારન 18 જાન્યુઆરી 2022 થી ગુમ હતો. સ્થાનિક રહેવાસીઓ અને સાંસદોએ ચીની સેના દ્વારા તેમને છોડાવવા માટે અવાજ ઉઠાવ્યો હતો અને દાવો કર્યો હતો કે, તેનું અપહરણ કરવામાં આવ્યું છે.

ચીની સેનાને મળ્યો યુવક

અરુણાચલ પ્રદેશમાં ચીની સેના પીપલ્સ લિબરેશન આર્મી (People's Liberation Army) દ્વારા કથિત રીતે 17 વર્ષીય ભારતીય યુવકના અપહરણનો મામલો સામે આવ્યો છે. આ દાવો અરુણાચલ પ્રદેશના લોકસભા સાંસદ તાપીર ગાઓએ (arunachal pradesh mp tapir gao) કર્યો હતો.

સાંસદે આ મામલે કેન્દ્ર સરકારને મદદની અપીલ કરી

સાંસદ તાપીર ગાઓએ કહ્યું હતું કે, 17 વર્ષીય મીરામ તારનને PLA (ચીની સેના) દ્વારા મંગળવારે ભારતીય વિસ્તારમાંથી પકડવામાં આવ્યો હતો. જીદો ગામનો રહેવાસી 17 વર્ષીય મીરામ તારોનનું ચીની સૈનિકોએ અપહરણ કરીને તેને બંદી બનાવી લીધો હતો. ઘટના 18 જાન્યુઆરી 2022ની જણાવવામાં આવી રહી છે. સાંસદે આ મામલે કેન્દ્ર સરકારને મદદની અપીલ કરી હતી.

સ્થાનિક સાંસદે કરી હતી ભલામણ

આ ઘટના વિશે માહિતી આપતાં સાંસદે કહ્યું હતું કે, 18 જાન્યુઆરીના રોજ અરુણાચલ પ્રદેશના અપર સિયાંગ જિલ્લામાં સિયુંગલા વિસ્તારમાંથી ચીની સૈનિકો ભારતીય સરહદની અંદરથી યુવકોને ઉપાડી ગયા હતા. સાંસદના જણાવ્યા અનુસાર, યુવકનો મિત્ર PlAની પકડમાંથી છટકી ગયો હતો અને તેણે અધિકારીઓને જાણ કરી હતી. તાપીર ગાઓએ ભારત સરકારની તમામ એજન્સીઓને યુવકની વહેલી મુક્તિ માટે પગલાં ભરવા વિનંતી કરી છે.

આ પણ વાંચો:

China Kidnaped Indian Boy : અરુણાચલ પ્રદેશમાંથી યુવકનું અપહરણ, "વડાપ્રધાન મોદીને કોઈ ફરક નથી પડતો": રાહુલ

India-China border standoff : ચીને લદ્દાખની સામે 60 હજાર સૈનિકો તૈનાત કર્યા, ભારત પણ જડબાતોડ જવાબ આપવા તૈયાર

Last Updated : Jan 23, 2022, 2:06 PM IST

ABOUT THE AUTHOR

...view details