ગુજરાત

gujarat

રેલવે સેવાઓ પર પડી 'ભારત બંધ'ની અસર, 4 શતાબ્દી ટ્રેન રદ્દ

By

Published : Mar 26, 2021, 12:39 PM IST

ખેડૂત સંગઠનો દ્વારા ત્રણ કૃષિ કાયદાઓ વિરુદ્ધ આજે બોલાવાયેલા ભારત બંધને કારણે રેલ સેવાઓ પણ પ્રભાવિત થઈ છે. દેશવ્યાપી બંધ અને વિરોધને કારણે રસ્તાઓ પર અનેક જગ્યાએ ટ્રાફિક ખોરવાઈ ગયો છે, બીજી તરફ હડતાલને કારણે અનેક ટ્રેનો પણ રદ્દ કરવામાં આવી છે.

train
train

  • રેલવે સેવાઓ પર પડી 'ભારત બંધ'ની અસર
  • 26 નવેમ્બરના રોજ ખેડૂત આંદોલન શરૂ થયું હતું
  • ખેડૂત આંદોલનના ચાર મહિના પૂરા થવા પર દેશવ્યાપી બંધ કરવામાં આવી રહ્યો છે

નવી દિલ્હી: ખેડૂત સંગઠનો દ્વારા ત્રણ કૃષિ કાયદા વિરુદ્ધ આજે બોલાવાયેલા ભારત બંધથી રેલ સેવાઓ પણ પ્રભાવિત થઈ છે. દેશવ્યાપી બંધ અને વિરોધને કારણે રસ્તાઓ પર અનેક જગ્યાએ ટ્રાફિક ખોરવાઈ ગયો છે, બીજી તરફ હડતાલને કારણે અનેક ટ્રેનો પણ રદ્દ કરવામાં આવી છે. પંજાબ, હરિયાણા, અંબાલાથી આવતી ટ્રેનો પર તેની નોંધપાત્ર અસર પડી છે.

26 નવેમ્બરના રોજ ખેડૂત આંદોલન શરૂ થયું હતું

ખેડૂતો દ્વારા બોલાવાયેલા ભારત બંધની અસર રેલવે કામગીરી પર જોવા મળી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પંજાબના ઘણા સ્થળોએ ખેડુતો ટ્રેક પર બેઠા હોવાથી ઉત્તર રેલવેને તેની 31 ટ્રેનોને અટકાવવી પડી છે. દિલ્હી તરફ આવતી ચાર શતાબ્દી ટ્રેનો રદ કરવામાં આવી છે. સવારે 9:00 વાગ્યા સુધીમાં, કુલ 32 સ્થળોએ ખેડૂતોએ ટ્રેક પર છાવણી કરી દીધી છે.

ખેડૂત આંદોલનના ચાર મહિના પૂરા થવા પર દેશવ્યાપી બંધ કરવામાં આવી રહ્યો છે

દિલ્હીની ત્રણ સરહદો - સિંઘુ, ગાઝીપુર અને ટિકરી પર ખેડૂત આંદોલનના ચાર મહિના પૂરા થવા પર દેશવ્યાપી બંધ કરવામાં આવી રહ્યો છે. યુનાઇટેડ કિસાન મોરચાના જણાવ્યા મુજબ, ખેડૂત આંદોલનના 4 મહિના (120 દિવસ) પૂરા થયા બાદ 'ભારત બંધ' કરવામાં આવી રહ્યું છે. ગત વર્ષે 26 નવેમ્બરના રોજ ખેડૂત આંદોલન શરૂ થયું હતું.

આ પણ વાંચો: ભારત બંધ: રેલવે, માર્ગ પરિવહનને અસર થવાંની સંભાવના

ભારત બંધને કારણે રેલવે અને માર્ગ પરિવહનને અસર થાય તેવી સંભાવના

26 માર્ચે સવારે 6થી સાંજના 6 વાગ્યા સુધી ખેડૂત સંગઠનો દ્વારા સમગ્ર ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ સમય દરમિયાન દેશના ઘણા ભાગોમાં રેલવે અને માર્ગ પરિવહનને અસર થવાની સંભાવના છે.

26 માર્ચે સવારે 6 વાગ્યે દેશવ્યાપી બંધ શરૂ થશે અને સાંજના 6 વાગ્યા સુધી ચાલશે

યુનાઇટેડ ખેડૂત મોરચાના જણાવ્યા મુજબ, 26 માર્ચે સવારે 6 વાગ્યે દેશવ્યાપી બંધ શરૂ થશે અને સાંજના 6 વાગ્યા સુધી ચાલશે. દિલ્હીની ત્રણ સરહદો - સિંઘુ, ગાઝીપુર અને ટિકરી પર ખેડૂત આંદોલનને ચાર મહિનાના પૂર્ણ થવાં જઈ રહ્યા છે.

આ પણ વાંચો: ખેડૂતોના ભારત બંધના આંદોલનને ધ્યાને લઈ ચિલ્લા બોર્ડર પર પોલીસ-અર્ધલશ્કરી દળ તૈનાત

56 દિવસ સુધી લાંબું ચાલ્યું આંદોલન

ભારતીય કિસાન યુનિયન (ભાનુ) ના અધિકારીઓએ લાંબું આંદોલન કર્યું, લગભગ 56 દિવસ સુધી ખેડુતોએ નોઈડાથી દિલ્હી જતાં રસ્તોને સંપૂર્ણ રીતે બંધ કરી દીધો હતો, ખેડુતોનું આંદોલન લાંબુ ચાલ્યું હતું, જેના લીધે ટ્રાફિકને પણ અસર થઈ. 26 જાન્યુઆરીએ પણ દિલ્હીમાં ખેડુતો-પોલીસની હિંસક ઘટના બાદ ભારતીય ખેડૂત સંઘ ભાનુએ ચિલ્લા સરહદ પરથી ઉભા થવાનું નક્કી કર્યું. એવામાં ફરીવાર એવી પરિસ્થિતિમાં ન બને કે ખેડૂત સરહદ પર બેસી જઈ અને ટ્રાફિક જામ કરી દે તે ધ્યાનમાં રાખીને ઉચ્ચ પોલીસ અધિકારી અને અર્ધ સૈનિક દળ સરહદો પર તૈનાત છે.

ABOUT THE AUTHOR

...view details