ગુજરાત

gujarat

ઓહ! આ વ્યક્તિએ પત્ની અને બાળકોના ગળા પર લાકડા કાપવાની કટર ફેરવી દીધી અને પછી...

By

Published : May 28, 2022, 8:01 PM IST

તમિલનાડું રાજ્યના મહાનગર ચેન્નાઈમાં લાકડું કાપવાના મશીન વડે એક વ્યક્તિએ (Man ends life after killing his wife with two children) પોતાનો પરિવાર ખતમ કરી નાંખ્યો છે. આ માણસે પત્ની અને બે બાળકોની હત્યા કરી પછી પોતાના જીવનનો પણ અંત લાવ્યો હતો.

ઓહો! આ વ્યક્તિએ પત્ની અને બાળકોના ગળા પર લાકડા કાપવાની કટર ફેરવી દીધી અને પછી...
ઓહો! આ વ્યક્તિએ પત્ની અને બાળકોના ગળા પર લાકડા કાપવાની કટર ફેરવી દીધી અને પછી...

ચેન્નઈ:તારીખ 28 મે ના રોજ એક 41 વર્ષીય વ્યક્તિએ તેની પત્ની અને બે નાના બાળકોની ઠંડા કલેજે હત્યા (Murder And Suicide Case) કરી નાંખી હતી. પછી પોતે પણ પોતાના જીવનનો અંત આણ્યો. લાકડા કાપવાના ઈલેક્ટ્રિક વુડ કટરથી (Murder with wood cutting machine) તેમણે બે બાળકો અને પત્નીનો ખાતમો બોલાવી દીધો હતો. પોલીસે આ વિગતની ખાતરી કરીને વધુ માહિતી શેર કરી હતી. પલ્લવરમના પિઝચાલું ખાતે આ ઘટના બની હતી. શનિવારે આ હત્યારાએ પોતાના જ પરિવારનો માળો વિખીં (Whole Family Ends) નાંખ્યો હતો. આ ભયાનક દ્રશ્ય ત્યારે પ્રકાશમાં આવ્યું હતું. જ્યારે એના પાડોશીઓ એક આશંકાના આધારે એમના ઘરે પહોંચ્યા હતા. એ સમયે ચાર વ્યક્તિઓના ગળા કપાયેલી સ્થિતિમાં પડ્યા હતા.

આ પણ વાંચો:સુરેન્દ્રનગર શહેરમાં ડુપ્લિકેટ ચલણી નોટો સાથે ઝડપાયા ચાર શખ્સો

કેવી રીતે ખબર પડી: સ્થાનિકોએ પોલીસને આ અંગેની જાણ કરતા પોલીસ યુદ્ધના ધોરણે ઘટના સ્થળે દોડી ગઈ હતી. પછી આરોપીની પ્રાથમિક પૂછપરછ શરૂ કરી હતી. આ ભયાનક ઘટનાથી આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. આ કેસ સાથે જોડાયેલા એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આર્થિક તંગીથી કંટાળી જઈને આ આરોપીએ આવું કર્યું હતું. આરોપીનું નામ પ્રકાશ (ઉ.વ.41) જ્યારે પત્નીનું નામ ગાયત્રી છે. બે બાળકો છે જેમાંથી એક 13 વર્ષ અને બીજું 9 વર્ષનું છે. આટલું જ નહીં પતિએ પોતે પણ આ સાથે પોતાનું જીવન પણ ટૂંકાવી દીધું છે. આ તમામ મૃતકોના દેહને પોસ્ટમોર્ટમ હેતું સરકારી હોસ્પિટલમાં ખસેડી કાયદેસરની પ્રક્રિયા કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details