ગુજરાત

gujarat

Manish Sisodia Bail Plea: તેઓ મને ટાર્ગેટ કરી રહ્યા છે, પુરાવા સાથે છેડછાડના આરોપ અયોગ્ય

By

Published : Apr 20, 2023, 5:24 PM IST

દિલ્હીના પૂર્વ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાની જામીન અરજી પર દિલ્હીની હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. જેમાં મનીષ સિસોદિયા તરફથી તમામ દલીલ પૂરી થઈ ચૂકી છે. તારીખ 26 એપ્રિલના રોજ સીબીઆઈ પોતાના તરફથી યોગ્ય દલીલ રજૂ કરશે. એ પછી કોર્ટ પોતાનો નિર્ણય આપશે. જેમાંથી સ્પષ્ટ થશે કે, મનીષને રાહત મળશે કે મુશ્કેલી વધશે.

Manish Sisodia Bail Plea: તેઓ મને ટાર્ગેટ કરી રહ્યા છે, પુરાવા સાથે છેડછાડના આરોપ અયોગ્ય
Manish Sisodia Bail Plea: તેઓ મને ટાર્ગેટ કરી રહ્યા છે, પુરાવા સાથે છેડછાડના આરોપ અયોગ્ય

નવી દિલ્હી:દિલ્હીમાં લીકર કૌભાંડમાં મનીષ સિસોદિયાનું નામ સામે આવતા હવે કોર્ટમાં એમના તરફથી દલીલ પૂરી થઈ ચૂકી છે. લીકર કેસને લઈને દિલ્હીમાં કારાવાસ ભોગવી રહેલા મનીષ સિસોદિયાના વકીલે કોર્ટમાં કહ્યું હતું કે, સીબીઆઈ પાસે લીકર કેસમાં કોર્ટમાં રજૂ કરવા માટે પુરતા પુરાવાઓ નથી. માત્ર એમને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. એમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. ગુરૂવારે ચીફ જસ્ટિસ દિનેશ કુમાર શર્માની કોર્ટમાં દયાન કૃષ્ણને પોતાની દલીલ મૂકી હતી.

આ પણ વાંચો: Delhi Liquor Case: સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી 14 દિવસ માટે લંબાવાઈ,

અન્યને જામીન: વકીલે એવી પણ દલીલ કરી હતી કે, આ કેસમાં મનીષ સિસોદિયા સિવાય અન્ય આરોપીઓને જામીન પર મુક્ત કરી દેવામાં આવ્યા છે. તપાસ કરી રહેલી એજન્સી પાસે પુરાવા તરીકે રજૂ કરવાનું કંઈ રહ્યું નથી. માત્ર ટાર્ગેટ કરી રહી છે. એવા પણ કોઈ પુરાવા નથી કે, મનીષ સિસોદિયાએ પુરાવા સાથે કોઈ ચેડા કર્યા હોય. તપાસ એજન્સીએ એવું કહે છે કે, તેઓ તપાસમાં કોઈ સહયોગ નથી કરતા. પણ જમીન માટેનો આ કોઈ આધાર ન હોઈ શકે. તેઓ એવો જવાબ ઈચ્છે છે, જેવો એમને જોઈએ છે.

ખોટો આરોપ છે:સિસોદિયાના બીજા વકીલ મોહિત માથુરે જણાવ્યું હતું કે, સીબીઆઈ તરફથી જે આંક દેખાડવામાં આવ્યા છે. એ માત્ર કાગળ પર છે. પૈસાના મામલે કોઈ પ્રકારના નિશાન મળ્યા નથી. સીબીઆઈએ એમને વિજય નાયરના માધ્યમથી આ પૂર્વ આયોજિત કાવતરામાં મુખ્ય સુત્રધાર બનાવી દીધા છે. પણ વિજય નાયરને તો સપ્ટેમ્બર 2022માં પકડી લેવાયો હતો. પણ ચાર્જશીટ જમા થાય એ પહેલા તો એમને મુક્ત કરી દેવામાં આવ્યા. છેલ્લે ફેબ્રુઆરી 2023માં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. તેથી પુરાવાઓને લઈને છેડછાડના આરોપો ખોટા છે. એને માની શકાય એમ નથી.

આ પણ વાંચો: PM fulfilled JK Girl's wish: વડાપ્રધાન મોદીએ પૂરી કરી ત્રીજા ધોરણના વિદ્યાર્થીની ઈચ્છા,

સુનાવણીની તારીખ:આ કેસમાં આગામી સુનાવણી તારીખ 26 એપ્રિલના રોજ કરવામાં આવશે. દલીલ પૂરી થયા બાદ કોર્ટ પોતાનો ચૂકાદો આપી શકે છે. સોલિસિટર જનરલ એસવી રાજુ આગામી સુનાવણીમાં પોતાની દલીલ રજૂ કરશે. ચીફ જસ્ટિસ શર્માએ જણાવ્યું હતું કે, એ વાત સ્પષ્ટ કરો કે, આ એક્સાઈઝ પોલીસી ચાલે છે કેવી રીતે. સીબીઆઈમાંથી અધિકારીએ આ કેસમાં સ્પષ્ટતા કરવા માટે આવવું પડી શકે છે. તારીખ 26 ફેબ્રુઆરીના રોજ લીકર કૌભાંડ કેસમાં મનીષ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી હતી. એ પછી ઈડીએ એમની તિહાડ જેલમાં પૂછપરછ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details