ગુજરાત

gujarat

Guideline For Vaccination: કોરોનાથી સાજા થયાના 3 મહિના બાદ જ લઈ શકશો બૂસ્ટર ડોઝ

By

Published : Jan 22, 2022, 7:39 PM IST

ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના અધિક સચિવ (Ministry of Health and Family Welfare Additional Secretary) વિકાસ શીલે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એક પત્ર લખ્યો છે કે, જો કોઈ લાભાર્થી કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળે છે, તો બૂસ્ટર ડોઝ સહિત તમામ રસીકરણ (Guideline For Vaccination) 3 મહિનાઓ માટે બંધ કરી દેવામાં આવશે.

Guideline For Vaccination: કોરોનાથી સાજા થયાના 3 મહિના બાદ જ લઈ શકશો બૂસ્ટર ડોઝ
Guideline For Vaccination: કોરોનાથી સાજા થયાના 3 મહિના બાદ જ લઈ શકશો બૂસ્ટર ડોઝ

નવી દિલ્હી: ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના અધિક સચિવ (Ministry of Health and Family Welfare Additional Secretary) વિકાસ શીલે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એક પત્ર લખ્યો છે કે, જો કોઈ લાભાર્થી કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળે છે, તો બૂસ્ટર ડોઝ સહિત તમામ રસીકરણ 3 મહિના માટે બંધ કરી દેવામાં આવશે.

કોરોના થશે તો 3 મહિના સુધી રસી નહીં

સચિવ વિકાસ શીલ દ્વારા બહાર પાડવામાં આવેલી માહિતી અનુસાર, 3 જાન્યુઆરીથી 15થી 18 વર્ષના કિશોરો અને 60 વર્ષથી વધુ ઉંમરના લોકો અને ફ્રન્ટ લાઇન વર્કર્સ માટે રસીકરણ અભિયાન (Vaccination In India) શરૂ કરવામાં આવ્યું હતું. જો લાભાર્થી કોરોના (Corona In India) અથવા SARS-2થી પીડિત બને છે, તો તેમનું રસીકરણ 3 મહિના માટે બંધ કરવામાં આવશે. તેમની બીમારી ઠીક થયાના 3 મહિના બાદ જ તેમને કોવિડ સંબંધિત રસી આપવામાં આવશે.

આ પણ વાંચો:Corona cases in India: કોરોનાની હરણફાળ ગતિ, 24 કલાકમાં 3.37 લાખ કેસ સાથે 488ના મોત

પ્રિકોશન ડોઝ અંગે માર્ગદર્શન માટે મળી અનેક અરજીઓ

શુક્રવારે કેન્દ્રએ જણાવ્યું હતું કે,કોરોના વાયરસથી સંક્રમિત વ્યક્તિઓ માટે પ્રિકોશન ડોઝ (Precautions dose India) સહિત કોવિડ રસીકરણને ઠીક થયાના 3 મહિના માટે સ્થગિત કરવામાં આવશે. તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લખેલા પત્રમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના અધિક સચિવ વિકાસ શીલે જણાવ્યું છે કે, કોવિડ બીમારીવાળા લાયક વ્યક્તિઓને બૂસ્ટર ડોઝ અંગે માર્ગદર્શન માટે વિવિધ ક્ષેત્રો તરફથી અરજીઓ મળી છે.

વૈજ્ઞાનિક પુરાવાના આધારે આપી સૂચના

તેમણે કહ્યું કે, લેબ ટેસ્ટમાં કોરોના પોઝિટિવ અને SARS-2 સંક્રમિત વ્યક્તિઓ માટે પ્રિકોશન ડોઝ સહિત તમામ કોવિડ રસીકરણ 3 મહિના માટે સ્થગિત કરવામાં આવશે. બીમારી ઠીક થયાના 3 મહિના પછી રસીકરણ માટે યોગ્ય ગણવામાં આવશે. આ સૂચના વૈજ્ઞાનિક પુરાવા અને રસીકરણ પર નેશનલ ટેકનિકલ એડવાઇઝરી ગ્રુપ (National Technical Advisory Group)ની ભલામણ પર આધારિત છે.

આ પણ વાંચો:Covid Vaccine to Children : 12થી 14 વર્ષના બાળકોને કોવિડની રસી આપવાનો નિર્ણય વૈજ્ઞાનિક પુરાવા પર આધારિત હશેઃ સરકાર

ABOUT THE AUTHOR

...view details