ETV Bharat / bharat

Covid Vaccine to Children : 12થી 14 વર્ષના બાળકોને કોવિડની રસી આપવાનો નિર્ણય વૈજ્ઞાનિક પુરાવા પર આધારિત હશેઃ સરકાર

author img

By

Published : Jan 21, 2022, 12:06 PM IST

"રસીકરણ વૈજ્ઞાનિક પુરાવાના આધારે શરૂ કરવામાં આવ્યું છે અને તે સૌથી વધુ સંવેદનશીલ લોકોને બચાવવાની ધારણા પર આધારિત છે. નીતિ આયોગના સભ્ય (સ્વાસ્થ્ય) ડૉ. વીકે પૉલે જણાવ્યુ કે તેથી, જેમ જેમ વૈજ્ઞાનિક પુરાવા ઉપલબ્ધ થશે, અમે રાષ્ટ્રીય કોવિડ રસીકરણ કાર્યક્રમનો વિસ્તાર વધારીશું". સરકારે કહ્યું 12થી 14 વર્ષના બાળકોને કોવિડની રસી (Covid Vaccine to Children) આપવાનો નિર્ણય વૈજ્ઞાનિક પુરાવા પર આધારિત હશે

Covid Vaccine to Children : 12થી 14 વર્ષના બાળકોને કોવિડની રસી આપવાનો નિર્ણય વૈજ્ઞાનિક પુરાવા પર આધારિત હશેઃ સરકાર
Covid Vaccine to Children : 12થી 14 વર્ષના બાળકોને કોવિડની રસી આપવાનો નિર્ણય વૈજ્ઞાનિક પુરાવા પર આધારિત હશેઃ સરકાર

નવી દિલ્હી: 12-14 વર્ષના બાળકોને કોવિડ-19 વિરોધી રસી(Covid Vaccine to Children) આપવા અંગેનો નિર્ણય વૈજ્ઞાનિક પુરાવાના આધારે લેવામાં આવશે અને આ સંદર્ભમાં ચર્ચા ચાલી રહી છે. નીતિ આયોગના સભ્ય (સ્વાસ્થ્ય) ડૉ. વીકે પૉલે જણાવ્યુ કે, જો કોઈ વ્યક્તિ કોરોના વાયરસથી સંક્રમિત (Infected with Coronavirus) છે, તો તે ત્રણ મહિના પછી બીજો અથવા સાવચેતીનો ડોઝ લઈ શકે છે.

12 વર્ષથી વધુ ઉંમરના બાળકોને રસી

ડૉ. વીકે પૉલે જણાવ્યુ કે, રસીકરણ વૈજ્ઞાનિક (Covid Vaccination Scientist) પુરાવાના આધારે શરૂ કરવામાં આવ્યું છે અને તે સૌથી વધુ સંવેદનશીલ લોકોની સુરક્ષાની ધારણા પર આધારિત છે. તેથી, જેમ જેમ વૈજ્ઞાનિક પુરાવા ઉપલબ્ધ થશે, અમે રાષ્ટ્રીય કોવિડ રસીકરણ કાર્યક્રમનો (National Covid Vaccination Program) વિસ્તાર વધારીશું. "અમારો ઉદ્દેશ્ય 12 વર્ષથી વધુ ઉંમરના બાળકોને રસી (Covid Vaccine for Children 12 to 14 Years of age) આપવાની છે અને આ નિર્ણય વૈજ્ઞાનિક જ્ઞાન અને રસીકરણ કાર્યક્રમ માટે સર્વગ્રાહી અભિગમ દ્વારા લેવામાં આવશે," તેમણે કહ્યું. આ મામલે ચર્ચાઓ ચાલી રહી છે.

ત્રણ મહિના પછી સાવચેતીનો ડોઝ લઈ શકે છે

કોવિડ-19થી પીડિત વ્યક્તિ સાવચેતી ભર્યો ડોઝ ક્યારે લઈ શકે છે, તો પૌલે કહ્યું કે જો કોઈ વ્યક્તિ આ વાયરસથી સંક્રમિત હોય તો તે ત્રણ મહિના પછી બીજી અથવા સાવચેતીનો ડોઝ લઈ શકે છે. નેશનલ ઈમ્યુનાઈઝેશન ટેકનિકલ એડવાઈઝરી ગ્રુપ (NTAGI) સતત આની દેખરેખ રાખી રહ્યું છે અને જો કંઈપણ બદલાશે તો નિર્ણય લેવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ Corona Cases in India : દેશમાં કોરોના સંક્રમણમાં વધારો, જાણો આખા દેશની સ્થિતિ

આ પણ વાંચોઃ Decrease People Income in Corona : કોરોનાના બે વર્ષમાં વધુ 16 કરોડ લોકો બન્યા ગરીબ, અમીરોની કમાણી વધી: ઓક્સફેમ રિપોર્ટ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.