ETV Bharat / bharat

Corona cases in India: કોરોનાની હરણફાળ ગતિ, 24 કલાકમાં 3.37 લાખ કેસ સાથે 488ના મોત

author img

By

Published : Jan 22, 2022, 10:17 AM IST

Corona cases in India: કોરોનાની હરણફાળ ગતિ, 24 કલાકમાં 3.37 લાખ કેસ સાથે 488ના મોત
Corona cases in India: કોરોનાની હરણફાળ ગતિ, 24 કલાકમાં 3.37 લાખ કેસ સાથે 488ના મોત

દેશમાં છેલ્લા (Corona cases in India) 24 કલાકમાં કોરોનાને કારણે 488 લોકોએ જીવ ગુમાવ્યા છે. આથી, દેશમાં અત્યાર સુધીમાં 4,88,884 લોકોના મોતનો આંકડો પહોંચી ગયો છે. દેશના 5 સૌથી વધુ સંક્રમિત રાજ્યોમાં મહારાષ્ટ્ર પ્રથમ (Maharashtra first among most infected states) છે. મહારાષ્ટ્રમાં એક દિવસમાં 48,270 કેસ નોંધાયા છે.

નવી દિલ્હી: ભારતમાં છેલ્લા (Corona cases in India) 24 કલાકમાં કોરોના વાયરસના 3.37 લાખ કેસ નોંધાયા છે. આ સતત ત્રીજો દિવસ છે, જ્યારે દેશમાં કોરોનાના ત્રણ લાખથી વધુ કેસ નોંધાયા છે. આમ, દેશમાં સક્રિય કેસ વધીને 21 લાખ થઈ ગયા છે.

છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 488 લોકોએ જીવ ગુમાવ્યા

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 488 લોકોએ જીવ ગુમાવ્યા છે. આથી, દેશમાં અત્યાર સુધીમાં 4,88,884 લોકોના મોતનો આંકડો પહોંચી ગયો છે. દેશના 5 સૌથી વધુ સંક્રમિત રાજ્યોમાં મહારાષ્ટ્ર પ્રથમ છે. મહારાષ્ટ્રમાં એક દિવસમાં 48,270 કેસ નોંધાયા છે. આ બાદ કર્ણાટક 48,049 કેસ, કેરળ 41,668 કેસ, તમિલનાડુ 29,870 કેસ, ગુજરાતમાં 21,225 કેસ નોંધાયા છે.

મહારાષ્ટ્રમાં 14.29 ટકા કેસ નોંધાયા

દેશમાં નોંધાયેલા કુલ કેસોમાંથી 56.0 ટકા કેસ આ 5 પ્રમુખ રાજ્યોમાં સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, માત્ર એક જ મહારાષ્ટ્રમાં 14.29 ટકા કેસ નોંધાયા છે. આ ઉપરાંત, ભારતમાં રિકવરી રેટ (Recovery rate increased in India) વધીને 93.31 ટકા થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં 2,42,676 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3,63,01,482 દર્દીઓ સાજા થયા છે.

દેશમાં 21 લાખ સક્રિય કેસ

ભારતમાં એક્ટિવ કેસ વધીને 21,13,365 થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસોમાં 94,540 નો વધારો થયો છે. જેની સામે ભારતમાં અત્યાર સુધીમાં રસીના 1,61,16,60,078 ડોઝ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો:

Corona Cases in India : દેશમાં કોરોના સંક્રમણમાં વધારો, જાણો આખા દેશની સ્થિતિ

India Corona Update : દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના કેસ 2 લાખથી વધુ, ઓમિક્રોનનો આંક 7 હજાર પાર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.