ગુજરાત

gujarat

Giriraj Singh Slams Opposition: વિપક્ષ લોકશાહીને કલંકિત કરે છે, ગિરિરાજ સિંહે કર્યા પ્રહાર

By

Published : Dec 21, 2021, 6:04 PM IST

લોકસભામાં કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહે હંગામો મચાવનારા વિપક્ષી સભ્યો પર નિશાન (Giriraj Singh Slams Opposition) સાધ્યું છે. તેમણે કહ્યું કે, વિપક્ષ લોકશાહીને કલંકિત કરે છે.

Giriraj Singh Slams Opposition: વિપક્ષ લોકશાહીને કલંકિત કરે છે, ગિરિરાજ સિંહે કર્યા પ્રહાર
Giriraj Singh Slams Opposition: વિપક્ષ લોકશાહીને કલંકિત કરે છે, ગિરિરાજ સિંહે કર્યા પ્રહાર

નવી દિલ્હી: કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહે મંગળવારે લોકસભામાં હંગામો મચાવનારા વિપક્ષી સભ્યો પર નિશાન સાધતા (Giriraj Singh Slams Opposition) કહ્યું કે, જે લોકો ગૃહની બહાર લોકશાહીની બુમો પાડે છે તેઓ ગૃહની અંદર લોકશાહીને કલંકિત (opposition in indian democracy) કરે છે. ગ્રામીણ વિકાસ પ્રધાને પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નનો ઉત્તર આપતા આ ટિપ્પણી કરી.

સરકાર લોકશાહી પર હુમલો કરી રહી છે

ગિરિરાજ સિંહે એવા સમયે વિપક્ષ પર નિશાન સાધ્યું છે જ્યારે પૂર્વકોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક દિવસ પહેલા જ લખીમપુર ખીરી હિંસા કેસ (lakhimpur kheri violence), પેગાસસ (pegasus scandal india) અને મોંઘવારી (inflation in india) જેવા મુદ્દાઓ પર ચર્ચા ન થવા દેવાનો સરકાર પર આરોપ લગાવ્યો હતો અને દાવો કર્યો હતો કે સરકાર લોકશાહી પર હુમલો કરી રહી છે.

બહાર જઇને લોકશાહીની વાત કરે છે અને સંસદમાં લોકશાહીને તારતાર કરે છે

કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહે BJP સાંસદ સુશીલ કુમાર સિંહના પૂરક પ્રશ્નનો જવાબ આપતાં કહ્યું કે, "હું એવા સમયે તમારા (લોકસભા અધ્યક્ષ) દ્વારા બતાવવામાં આવેલી ધીરજની પ્રશંસા કરું છું જ્યારે વિપક્ષે અહીં લોકશાહીને તારતાર કરી છે. લોકો બહાર જઇને લોકશાહી માટે પોકાર કરે છે અને અહીં લોકશાહીને તારતાર કરી રહ્યા છે."

અજય મિશ્રાને સસ્પેન્ડ કરવાની માંગને લઇને હોબાળો

વિપક્ષી સભ્યોએ લખીમપુર ખીરી મામલે કેન્દ્રીય ગૃહરાજ્ય પ્રધાન (union minister of state for home affairs) અજય મિશ્રાને સસ્પેન્ડ કરવાની માંગ અને કેટલાક અન્ય વિષયોને લઇને છેલ્લા કેટલાક દિવસની માફક આજે પણ ગૃહમાં ભારે હોબાળો કર્યો. કોંગ્રેસ અને કેટલાક અન્ય વિપક્ષી દળ માંગ કરી રહ્યા હતા કે અજય મિશ્રાને સસ્પેન્ડ કરવામાં આવે અને લખીમપુર ખીરી મામલે SIT તરફથી અદાલતમાં આપવામાં આવેલી અરજી પર ચર્ચા કરવામાં આવે.

આ પણ વાંચો:PM Modi in Prayagraj : મહિલા શક્તિનું સન્માન કરશે, આત્મનિર્ભરતાનો મંત્ર આપશે

આ પણ વાંચો: કેરળ હાઈકોર્ટે રસીકરણ સર્ટિફિકેટમાંથી PMનો ફોટો હટાવવાની અરજી ફગાવી, અરજદારને કર્યો 1 લાખનો દંડ

ABOUT THE AUTHOR

...view details