ETV Bharat / bharat

વિપક્ષના વિરોધ વચ્ચે Election Laws Amendment Bill 2021ને લોકસભાની મંજૂરી

author img

By

Published : Dec 20, 2021, 7:25 PM IST

લોકસભાએ સોમવારે વિરોધ પક્ષના સભ્યોના વિરોધ અને હોબાળા વચ્ચે 'ચૂંટણી કાયદા (સુધારા) બિલ, 2021' (Election Laws Amendment Bill 2021)ને મંજૂરી આપી. નીચલા ગૃહમાં કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, AIMIM, RSP, BSP જેવા પક્ષોએ આ બિલને રજૂ કરવાનો વિરોધ કર્યો હતો.

વિપક્ષના વિરોધ વચ્ચે Electoral Law Amendment Bill 2021ને લોકસભાની મંજૂરી
વિપક્ષના વિરોધ વચ્ચે Electoral Law Amendment Bill 2021ને લોકસભાની મંજૂરી

નવી દિલ્હી: વિપક્ષી સભ્યોના વિરોધ અને હોબાળા વચ્ચે લોકસભાએ સોમવારે 'ચૂંટણી કાયદા (સુધારા) બિલ, 2021' ( Election Laws Amendment Bill 2021)ને મંજૂરી આપી હતી. વિપક્ષી સભ્યોના વિરોધ વચ્ચે સરકારે સોમવારે લોકસભામાં ચૂંટણી કાયદા (સુધારા) બિલ, 2021 રજૂ કર્યું હતું. જેમાં મતદાર યાદીમાં ડુપ્લિકેશન (duplication in the voter list 2021) અને બોગસ મતદાન (fake voting in india) અટકાવવા માટે મતદાર કાર્ડ અને યાદીને આધાર કાર્ડ સાથે લિંક કરવાની દરખાસ્ત કરવામાં આવી છે.

કોંગ્રેસે બિલને વિચારણા માટે મોકલવાની માંગ કરી હતી

નીચલા ગૃહમાં કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, AIMIM, RSP, BSP જેવા પક્ષોએ આ બિલની રજૂ કરવાનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસે આ બિલને સંસદની સ્ટેન્ડિંગ કમિટી (standing committee of parliament)માં વિચારણા માટે મોકલવાની માંગ કરી હતી. કાયદા અને ન્યાય પ્રધાન (ministry of law and justice india) કિરેન રિજિજુએ ચૂંટણી કાયદા (સુધારા) બિલ, 2021 રજૂ કર્યું. તેના દ્વારા જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1950 (representation of the people act 1950) અને જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1951 (representation of the people act 1951)માં સુધારો કરવાની દરખાસ્ત કરવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટના નિર્ણયને ખોટી રીતે રજૂ કરવાનો પ્રયાસ

વિપક્ષી સભ્યોની આશંકાઓને પાયાવિહોણી ગણાવતા રિજિજુએ કહ્યું કે, વિરોધ કરવા માટે સભ્યો દ્વારા આપવામાં આવેલી દલીલો સુપ્રીમ કોર્ટના નિર્ણયને ખોટી રીતે રજૂ કરવાનો પ્રયાસ છે. આ સર્વોચ્ચ અદાલતના નિર્ણયને અનુરૂપ છે. તેમણે કહ્યું હતું કે, કોઈપણ વ્યક્તિ એક કરતાં વધુ મતવિસ્તારમાં નોંધણી ન કરાવી શકે અને છેતરપિંડીભર્યા મતદાનને અટકાવવા માટે સરકારે જનપ્રતિનિધિત્વ અધિનિયમમાં સુધારો કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. કાયદા મંત્રીએ કહ્યું કે, સભ્યોએ આ અંગે સરકારને સમર્થન આપવું જોઈએ.

ડેટા પ્રોટેક્શન કાયદો નથી, બિલ પાછું ખેંચી લેવું જોઇએ

બિલની રજૂઆતનો વિરોધ કરતા લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી (congress leader adhir ranjan chowdhury)એ કહ્યું કે, આ પુત્તુસ્વામી વિરુદ્ધ ભારત સરકાર મામલે સુપ્રીમ કોર્ટના નિર્ણયની વિરુદ્ધ છે. કોંગ્રેસ નેતાએ કહ્યું, "આપણે ત્યાં ડેટા પ્રોટેક્શન કાયદો (data protection act in india)નથી અને ભૂતકાળમાં ડેટાના દુરુપયોગની ઘટનાઓ સામે આવી છે." ચૌધરીએ કહ્યું કે, "આવી સ્થિતિમાં આ બિલ પાછું ખેંચી લેવું જોઈએ અને તેને સંસદની સ્ટેન્ડિંગ કમિટીમાં વિચારણા માટે મોકલવું જોઈએ."

આધારને નાગરિકતા પુરાવા તરીકે ન સ્વીકારી શકાય - થરૂર

કોંગ્રેસના શશિ થરૂરે કહ્યું કે, "આધારને માત્ર રહેઠાણના પુરાવા તરીકે સ્વીકારી શકાય છે, નાગરિકતાના પુરાવા તરીકે નહીં. આવી સ્થિતિમાં તેને મતદાર યાદીમાં ઉમેરવું ખોટું છે. અમે તેનો વિરોધ કરીએ છીએ." AIMIMના અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, "આ બંધારણ દ્વારા આપવામાં આવેલા મૂળભૂત અધિકારો અને ગોપનીયતાના અધિકારનું ઉલ્લંઘન કરે છે. આ બિલ ગુપ્ત મતદાનની જોગવાઈની પણ વિરુદ્ધ છે, તેથી અમે તેની રજૂ કરવાનો વિરોધ કરીએ છીએ."

ચૂંટણી પંચે પત્ની શબ્દને બદલીને સ્પાઉસ કરવા કહ્યું હતું

કેન્દ્રીય કેબિનેટે બુધવારે ચૂંટણી સુધારણા સંબંધિત આ બિલના ડ્રાફ્ટને મંજૂરી આપી દીધી હતી. આ બિલના ડ્રાફ્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે, મતદાર યાદીમાં ડુપ્લિકેશન અને બોગસ મતદાનને રોકવા માટે મતદાર કાર્ડ અને યાદીને આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવશે. કેબિનેટ દ્વારા મંજૂર કરાયેલા બિલ અનુસાર, ચૂંટણી કાયદો લશ્કરી મતદારો માટે જાતિય નિરપેક્ષ બનાવવામાં આવશે. વર્તમાન ચૂંટણી કાયદાની જોગવાઈઓ હેઠળ સૈન્ય કર્મચારીની પત્ની લશ્કરી મતદાર તરીકે નોંધણી કરવા પાત્ર છે, પરંતુ મહિલા સૈન્ય કર્મચારીનો પતિ પાત્ર નથી. ચૂંટણી પંચે કાયદા મંત્રાલયને લોકપ્રતિનિધિત્વ અધિનિયમમાં સૈન્ય મતદારોને લગતી જોગવાઈઓમાં 'પત્ની' શબ્દને બદલીને 'સ્પાઉસ' (જીવનસાથી) કરવા કહ્યું હતું.

આ પણ વાંચો: Suspended MP Of Rajya Sabha : રાજ્યસભાના સાંસદોના સસ્પેન્શનને લઈને કેન્દ્રએ પક્ષોની બેઠક બોલાવી

આ પણ વાંચો: Stock Market Decline: શેરબજારમાં ઓલરાઉન્ડ વેચવાલીથી સેન્સેકસમાં 1400 વધુ પોઈન્ટ્સનું ગાબડુ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.