ગુજરાત

gujarat

IND vs AUS T20: હૈદરાબાદમાં મેચની ટિકિટને લઇને થઇ મારમારી, પોલીસકર્મીઓ થયા ઘાયલ

By

Published : Sep 22, 2022, 7:38 PM IST

IND vs AUS T20: હૈદરાબાદમાં મેચની ટિકિટ લઇને થઇ મારમારી, ચાર પોલીસકર્મીઓ થયા ઘાયલ

હૈદરાબાદમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ટી-20 મેચની (Ind vs Aus T20) ટિકિટોનું ખૂબ બ્લેક માર્કેટિંગ થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં તેલંગાણાના રમતગમત મંત્રી વી શ્રીનિવાસ ગૌડે ચેતવણી આપી છે કે ટિકિટનું બ્લેક માર્કેટિંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ ટિકિટને લઈને લોકોને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ થતાં નાસભાગ મચી ગઈ હતી. જેના કારણે ચાર પોલીસકર્મીઓ સહિત અનેક લોકો ઘાયલ થયા છે.

હૈદરાબાદ: ભારત-ઓસ્ટ્રેલિયાT20 ઈન્ટરનેશનલ મેચ 25 સપ્ટેમ્બરે હૈદરાબાદમાં (Ind-Aus T20 International match in Hyderabad) રમાવાની છે. આવી સ્થિતિમાં ટિકિટોનું બ્લેક માર્કેટિંગ પણ શરૂ થઈ ગયું છે. આ બધાની વચ્ચે તેલંગાણાના રમતગમત મંત્રી વી શ્રીનિવાસ ગૌડે ચેતવણી આપી છે કે, બ્લેક માર્કેટિંગ કરીને ટિકિટ વેચનારાઓ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે સિકંદરાબાદના જીમખાના ગ્રાઉન્ડમાં ટિકિટનું વેચાણ થઈ રહ્યું છે. મેચની ટિકિટ માટે સવારથી જ ચાહકોની એક કિલોમીટર લાંબી કતારો લાગી ગઈ છે.

ટિકિટનું વેચાણ પારદર્શક રીતે થવું જોઈએ: ક્રિકેટ ચાહકોની ભારે ભીડ જોઈને પોલીસને તેમને નિયંત્રિત કરવામાં મુશ્કેલી પડી હતી. દરમિયાન પરિસ્થિતિ તંગ બની જતાં સ્થળ પર લાઠીચાર્જ થતાં નાસભાગ મચી ગઈ હતી. આ ઘટનામાં 20 થી વધુ ચાહકો બેહોશ થઈ ગયા હતા. જેના કારણે ચાર પોલીસકર્મીઓ સહિત અનેક ચાહકો ઘાયલ થયા છે. ઘાયલોમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ કેટલાક લોકો દ્વારા રાજ્યની છબીને બદનામ કરે તે સહન નહીં કરે. ગૌરે કહ્યું, ટિકિટનું વેચાણ પારદર્શક રીતે થવું જોઈએ.રમતગમત મંત્રાલય(Ministry of Sports) અને પોલીસ તમામ ઘટનાઓ પર ચાંપતી નજર રાખી રહી છે. તેમણે કહ્યું કે તેઓ ગુરુવારે મુખ્ય સચિવ સાથે ઉપ્પલ સ્ટેડિયમની મુલાકાત લેશે અને સ્ટેડિયમની ક્ષમતા અને ટિકિટના વેચાણ અંગેનો અહેવાલ માંગશે.

ટિકિટ માટે જીમખાનામાં ખળભળાટ મચ્યો:તમને જણાવી દઈએ કે, બુધવારે જીમખાના મેદાનમાં બનેલી ઘટનાને ધ્યાનમાં રાખીને મંત્રીએ આ ચેતવણી આપી છે. વાસ્તવમાં, T20I માટે ટિકિટ મેળવવાની આશામાં સ્થળ પર આવેલા ઘણા ચાહકોને ખાલી હાથ પાછા ફરવું પડ્યું હતું. આવી સ્થિતિમાં જીમખાનામાં ભારે ગભરાટ ફેલાયો હતો. તે જ સમયે, હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન (Hyderabad Cricket Association) ના સચિવ આર વિજયાનંદે વિગતોનો ઉલ્લેખ કર્યા વિના કહ્યું, ટિકિટો છપાઈ રહી છે અને એક-બે દિવસમાં લોકોને આપવામાં આવશે. વેચાણનો બીજો રાઉન્ડ થવા જઈ રહ્યો છે પરંતુ ચોક્કસ આંકડા હજુ અમારી પાસે ઉપલબ્ધ નથી. તેઓ ઓનલાઈન અને ઓફલાઈન વેચવામાં આવશે.

ભારત-ઓસ્ટ્રેલિયા T20 આંતરરાષ્ટ્રીય મેચ ક્યારે યોજાશે:ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી T20 મેચ 25 સપ્ટેમ્બરે હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં (Rajiv Gandhi International Cricket Stadium) રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ મોહમ્મદ અઝહરુદ્દીનના જણાવ્યા અનુસાર, 15 સપ્ટેમ્બરથી પેટીએમ એપ અને પેટીએમ ઇનસાઇડર એપ પર ટિકિટનું વેચાણ શરૂ થયું હતું. ઉપરાંત, ઑફલાઇન વેચાણ માટેની ટિકિટ વિન્ડો મેચની તારીખથી શરૂ થશે.

ABOUT THE AUTHOR

...view details