કોંગ્રેસની જાતિ આધારિત વસતી ગણતરીની માગ, હોબાળો કરતાં ધારાસભ્યોને ટીંગાટોળી કરી બહાર કઢાયાં

author img

By

Published : Sep 22, 2022, 4:08 PM IST

કોંગ્રેસની જાતિ આધારિત વસતી ગણતરીની માગ, હોબાળો કરતાં ધારાસભ્યોને ટીંગાટોળી કરી બહાર કઢાયાં

વોટબેંકનું રાજકારણ લઇને ગુજરાતમાં સત્તા ભોગવી ચૂકેલી કોંગ્રેસ વધુ એકવાર ઓબીસી સમાજને પૂરતું પ્રતિનિધિત્વનો મુદ્દો ગાઇવગાડી રહી છે. ગુજરાત વિધાનસભા ચોમાસુ સત્રના આજના બીજા અને અંતિમ દિવસે કોંગ્રેસની જાતિ આધારિત વસતી ગણતરીની માગ ( Congress Demand of Caste Based Census) મુદ્દે વિધાનસભામાંથી કોંગ્રેસનું વોકઆઉટ ( Congress walkout from assembly ) જોવા મળ્યું હતું.

ગાંધીનગર ગુજરાત વિધાનસભા ચૂંટણી દર વખતે પ્રભુત્વ ધરાવતા સમાજની આસપાસ લડાય છે. પાટીદાર, કોળી, ઠાકોર કે અન્ય કોઈ પણ સમાજ જેના મત વધારે તેણે વધુ ટિકિટની ફોર્મ્યુલા દરેક પક્ષ અપનાવતું હોય છે. પણ કોંગ્રેસ હવે દરેક મોરચે સરકારને ઘરવાના પ્રયાસ કરી રહી છે. ત્યારે વિધાનસભા સત્ર દરમિયાન વસ્તી આધારિત ગણતરીની માંગ ( Congress Demand of Caste Based Census) કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવી હતી. જે દરમિયાન શાસક પક્ષ દ્વારા ચર્ચા કરવા તૈયાર ન હોય તેવા આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન કરી વિધાનસભામાંથી કોંગ્રેસનું વોકઆઉટ ( Congress walkout from assembly ) સામે આવ્યું હતું.

અમિત ચાવડાએ કહ્યું કે સરકાર OBC સમાજને અન્યાય કરી રહી છે

OBC સમાજ મુદ્દે સરકાર પર નિશાન સાધ્યું ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022 ) નજીક આવતા હવે કોંગ્રેસના નેતાઓ પણ એક્ટિવ થઈ ગયા છે. ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અમિત ચાવડાએ ( Congress Former President Amit Chavda ) OBC સમાજ મુદ્દે સરકાર પર નિશાન સાધ્યું છે. અમિત ચાવડાએ કહ્યું કે સરકાર OBC સમાજને અન્યાય કરી રહી છે. બિનઅનામત આયોગ માટે 500 કરોડ ફાળવ્યા જ્યારે OBC સમાજ માટે માત્ર 21 કરોડની ફાળવણી કરવામાં આવી. વધુમાં સરકાર પર આરોપ કર્યા કે આદિવાસી, OBC સમાજ માટે ઓછા બજેટ ફાળવીને ભેદભાવ કરવામાં આવી રહ્યો છે. બજેટ પર OBC સમાજનો પણ હક્ક છે. આ સમાજ પણ સરખો જ ટેક્સ ચૂકવે છે. તો પાછળથી આ અન્યાય શા માટે. જાતિ આધારિત વસ્તી ગણતરી ( Congress Demand of Caste Based Census) તાત્કાલિક કરવામાં આવે તેવી માગ કરતાં કોંગ્રેસે દાવો કર્યો હતો કે દલિત, આદિવાસી અને લઘુમતી સમાજ માટે કોંગ્રેસ હક્કની લડાઈ લડશે.

યોજનાકીય અને નીતિથી અન્યાય અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં 27 વર્ષથી કુશાસન કરતી ભાજપા સરકારે 52 ટકા બક્ષીપંચ 7ટકા દલિત સમાજ 14 ટકા આદિવાસી સમાજ અને 9 ટકા લઘુમતી સમાજ મળી કુલ 82 ટકા સમાજ અને ગરીબોને આ સરકાર અન્યાય કરી રહી છે. આ સમાજને યોજનાકીય અને નીતિથી અન્યાય કરવામાં આવી રહ્યો છે તેઓ પણ આક્ષેપ કર્યો હતો.

ઓબીસી સમાજમાં 146 જ્ઞાતિઓ તેમણે ( Congress Former President Amit Chavda ) કહ્યું કે ટેક્સના પૈસાનું બજેટ બને છે જે સરકારીને આ તિજોરીમાં આવે છે. બહુમતી સમાજને પણ હિસ્સો તેની પૂરતી માત્રામાં આપવામાં આવતો નથી. ઓબીસી સમાજમાં 146 જ્ઞાતિઓ ( 146 castes in OBC society ) આવી રહી છે તેમની સાથે પણ છેલ્લા 27 વર્ષથી અન્યાય કરવામાં આવી રહ્યો છે. વસ્તીના ધોરણે તેમને એક ટકા પણ ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવતી નથી. એસસી એસટી અને માઈનોરીટીના ઉત્થાન માટે જે નિગમો બનાવવામાં આવ્યા છે તેમાં પણ પૂરતી ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવતી નથી. 52 ટકા વસ્તી પ્રમાણે સ્થાનિક સ્વરાજમાં 27 ટકા બેઠકો મળવી જોઈએ પરંતુ તેમ પણ કરવામાં આવતું નથી. સત્તા ઉપર બેઠેલા વ્યક્તિઓની માનસિકતા ઓબીસી વિરોધી છે તે સ્પષ્ટ થાય છે.

કોંગ્રેસની જાતિ આધારિત વસતી ગણતરીની માગ અમિત ચાવડાએ ( Congress Former President Amit Chavda ) વધુમાં કહ્યું કે સ્થાનિક સ્વરાજની પંચાયતની ચૂંટણીઓમાં 10 ટકા ઓબીસી સીટો નાબૂદ કરવા આવી છે તે વાતની રજૂઆતની પણ સત્તાધીશોને કોઈ અસર થઈ નથી. તેઓ ઓબીસી સમાજનું રાજકીય અસ્તિત્વ મિટાવી દેવા માંગે છે તેવુ કહી તેમણે જણાવ્યું હતું કે કલેક્ટર મામલતદાર તલાટી કક્ષાએ પણ ખોટા આંકડાઓ આપવામાં આવે છે. એસટી, એસસી અને ઓબીસી સમાજને વસ્તીના ધોરણે બજેટની ફાળવણી કરવા અને વસ્તી ગણતરી જાતિ આધારિત ( Congress Demand of Caste Based Census) કરવા અમે વાત કરી ત્યારે સરકારે ખુલ્લા મને ચર્ચા કરવાનું ટાળ્યું હતું. આ પ્રશ્ન ગુજરાત માટે ખૂબ જ મહત્વનો છે અને ઓબીસીના ભવિષ્ય સાથે પણ જોડાયેલો છે. આ વાતની ઉગ્ર રજૂઆત કરતા અમારા ધારાસભ્યોને ટીંગાટોળી કરી ગૃહની બહાર મોકલી દેવામાં આવ્યા હતાં ઓબીસી સમાજને 27 ટકા આપવા પડશે નહીં તો રસ્તાઓ પર આંદોલનો કરીશું તેવી પણ ચીમકી ઉચ્ચારી હતી.

કોંગ્રેસના જીતવાની આશા અમિત ચાવડાએ ઉમેર્યું હતું કે જો કોંગ્રેસનું શાસન (Gujarat Assembly Election 2022 ) આવશે તો જાતિ આધારિત વસ્તી ગણતરી ( Congress Demand of Caste Based Census) કરવામાં આવશે. જાતિ આધારિત બજેટની પણ ફાળવણી કરવામાં આવશે તે સિવાય તમામ સમાજના પ્રશ્નોને વાંચા આપવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.