ETV Bharat / bharat

સિદ્ધુ મૂસેવાલા મર્ડર કેસનો માસ્ટરમાઇન્ડ ગોલ્ડી બરારની અમેરિકામાં થઇ હત્યા,કઇ ગેંગે લીધી જવાબદારી ? - Goldy Brar Death News

author img

By ETV Bharat Gujarati Team

Published : May 1, 2024, 5:30 PM IST

સિદ્ધુ મૂસેવાલા મર્ડર કેસનો માસ્ટરમાઇન્ડ ગોલ્ડી બ્રારની અમેરિકામાં થઇ હત્યા
સિદ્ધુ મૂસેવાલા મર્ડર કેસનો માસ્ટરમાઇન્ડ ગોલ્ડી બ્રારની અમેરિકામાં થઇ હત્યા

એક આઘાતજનક ઘટનાક્રમમાં, એક અમેરિકન વેબસાઇટે પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યાના માસ્ટરમાઇન્ડ ગોલ્ડી બરારનાં મૃત્યુનો દાવો કર્યો છે. એવું કહેવામાં આવ્યું હતું કે, ગોલ્ડી બરારની મંગળવારે સાંજે 5.25 વાગ્યે ફેરમોન્ટ, હોલ્ટ એવન્યુમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હાલમાં ETV ભારત આ વાતની પુષ્ટિ કરતું નથી. Goldy Brar Death News

ચંદીગઢ: પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલા મર્ડર કેસના માસ્ટરમાઇન્ડ ગોલ્ડી બરારનું અમેરિકામાં મૃત્યુ થયું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. અમેરિકન વેબસાઈટે દાવો કર્યો છે કે, ગોલ્ડી બરારને મંગળવારે સાંજે 5:25 વાગ્યે અમેરિકાના હોલ્ટ એવન્યુ, ફેરમોન્ટમાં ગોળી મારી દેવામાં આવી હતી. કહેવાય છે કે, ગોલ્ડી બરાર એક મિત્ર સાથે રસ્તા પર ઊભો હતો. આ દરમિયાન કેટલાક અજાણ્યા બદમાશોએ આવીને બરાર પર ફાયરિંગ કર્યું અને ભાગી ગયા. જોકે, આ અંગે હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ નથી.

અર્શ દલ્લા, લખબીરે જવાબદારી લીધી: અમેરિકન પોલીસ અધિકારી લેસ્લી વિલિયમ્સે એક ચેનલને જણાવ્યું કે, બે લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમાંથી એકનું મોત થયું છે. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, તેમાંથી એક ગોલ્ડી બરાર પણ હોઈ શકે છે. હજી સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી, દરમિયાન, ગોલ્ડી બરારના હરીફ ગેંગસ્ટર અર્શ દલ્લા અને લખબીરે ગોલ્ડીની હત્યાની જવાબદારી લીધી છે. બંનેનો દાવો છે કે, દુશ્મનીના કારણે તેઓએ ગોલ્ડી પર ગોળી મારી હતી. હાલમાં આ અંગે લોરેન્સ બિશ્નોઈ ગેંગ કે અન્ય કોઈ ગેંગસ્ટર તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

ચંદીગઢમાં ભાઈની હત્યા કરવામાં આવી: ગોલ્ડી બરાર પંજાબના શ્રી મુક્તસર સાહિબનો રહેવાસી છે. તેનો જન્મ વર્ષ 1994માં થયો હતો, તેના માતા-પિતાએ તેનું નામ સતીન્દરજીત સિંહ રાખ્યું હતું.તેના પિતા પોલીસમાં સબ ઈન્સ્પેક્ટર હતા. તેઓ પોતાના પુત્રને ભણાવીને સક્ષમ બનાવવા માંગતા હતા, પરંતુ સતીન્દરજીત ઉર્ફે ગોલ્ડીએ પોતાનો રસ્તો પસંદ કર્યો હતો. ગોલ્ડી બરારના પિતરાઈ ભાઈ ગુરલાલ બરારની 11 ઓક્ટોબર 2020ની રાત્રે ચંદીગઢના ઈન્ડસ્ટ્રીયલ એરિયા ફેઝ-1 સ્થિત ક્લબની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેઓ પંજાબ યુનિવર્સિટીના વિદ્યાર્થી નેતા હતા.

ભાઈની હત્યા બાદ ગુનાની દુનિયામાં સક્રિય: ગોલ્ડી બરારે ફેસબુક પોસ્ટ કરીને લખ્યું હતું કે, હવે રસ્તા પર લોહીની નદીઓ વહેશે. હવે આ ગેંગ વોરમાં કોઈ બચી શકશે નહીં. ગુરલાલ બરાર લોરેન્સ બિશ્નોઈની સૌથી નજીક હતા. ગુરલાલ બરાર અને લોરેન્સ પંજાબ યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયન (SOPU) સાથે સંકળાયેલા હતા. ગુરલાલ બરારની હત્યા બાદ લોરેન્સ ગેંગે સોશિયલ મીડિયા પર લખ્યું કે, હવે એક નવું યુદ્ધ શરૂ થયું છે. શેરીઓમાં લોહી સુકાશે નહીં.

ગોલ્ડીએ અપરાધનો માર્ગ પસંદ કર્યો: પોતાના ભાઈની હત્યાનો બદલો લેવા માટે ગોલ્ડીએ અપરાધનો માર્ગ પસંદ કર્યો. તે ગુંડાઓના સંપર્કમાં આવ્યો હતો. તે જગ્ગુ ભગવાનપુરિયા અને લોરેન્સ બિશ્નોઈને મળ્યો. 18 ફેબ્રુઆરી, 2021ના રોજ ગોલ્ડીએ તેના ભાઈની હત્યાના આરોપમાં ફરિદકોટ જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ ગુરલાલ સિંહની ગોળી મારી હત્યા કરી હતી. હત્યા બાદ ગોલ્ડી છુપી રીતે સ્ટુડન્ટ વિઝા પર કેનેડા ભાગી ગયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, પકડાઈ ન જવા માટે ગોલ્ડી ચહેરો બદલીને કેનેડામાં રહે છે. પોલીસ પાસે તેના 5 અલગ-અલગ વેરિયન્ટની તસવીરો છે. ગેંગસ્ટર સામે રેડ કોર્નર નોટિસ પણ જારી કરવામાં આવી છે.

મૂસેવાલાની હત્યાનો માસ્ટરમાઇન્ડ: 29 મે 2022ના રોજ, પ્રખ્યાત પંજાબી ગાયક શુભદીપ સિંહ ઉર્ફે સિદ્ધુ મૂસેવાલાની માણસાના જવાહરકે ગામમાં હત્યા કરવામાં આવી હતી. શરૂઆતમાં લોરેન્સ ગેંગે આની જવાબદારી લીધી, બાદમાં ગોલ્ડી બરારે એક ટીવી ચેનલ પર આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે, તેણે જ મૂસેવાલાની હત્યા કરાવી હતી. તેણે મુસેવાલા પર લોરેન્સના કોલેજ મિત્ર વિકી મિડુખેડાની હત્યામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. ગોલ્ડીએ દાવો કર્યો હતો કે, જ્યારે પોલીસે મૂસેવાલા સામે કોઈ કાર્યવાહી ન કરી, ત્યારે તેને હત્યા કરવા માટે મજબૂર કરવામાં આવ્યો હતો. ગોલ્ડીએ મૂસેવાલાની હત્યા કરવા માટે હરિયાણા અને પંજાબમાંથી 6 શૂટર્સ મોકલ્યા હતા.

સલમાન ખાનને ધમકી આપી: ગેંગસ્ટર ગોલ્ડી બરારે આ વર્ષના જૂન મહિનામાં બોલિવૂડ એક્ટર સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપી. ગોલ્ડી ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો સહયોગી છે અને લોરેન્સના ભાઈ અનમોલ બિશ્નોઈએ થોડા દિવસ પહેલા સલમાનના ઘર પર થયેલા હુમલાની જવાબદારી લીધી છે. ગોલ્ડી બરારે થોડા મહિના પહેલા એક પ્રાઈવેટ ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તેની ગેંગ ચોક્કસપણે સલમાન ખાનને મારી નાખશે. એટલું જ નહીં, તેણે કહ્યું કે, 'જ્યારે પણ અમને તક મળશે, અમે તેને મારી નાખીશું'.

ગોલ્ડીએ કહ્યું હતું કે, 'તેને ભાઈ સાહેબે કહ્યું હતું કે, સલમાને માફી માંગી નથી. જ્યારે કોઈ ક્ષમાને લાયક હોય ત્યારે જ બાબા દયા બતાવે છે. આ પહેલા લોરેન્સ બિશ્નોઈએ પણ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે સલમાન ખાનને મારવો તે તેના જીવનનો સૌથી મોટો ધ્યેય છે.

હાલમાં, ગોલ્ડી બરારના મૃત્યુના સમાચાર અંગે કોઈ પુષ્ટિ મળી નથી, કારણ કે, તે જીવિત છે કે નહીં તે જાણવા માટે આવી કોઈ માહિતી ઉપલબ્ધ નથી. તેથી ETV ભારત ગોલ્ડી બરારના મૃત્યુના સમાચારની પુષ્ટિ કરતું નથી.

  1. સલમાન ખાન હાઉસ ફાયરિંગ કેસના આરોપી અનુજ થાપને પોલીસ કસ્ટડીમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો, હોસ્પિટલમાં થયું મૃત્યુ - Salman Khan House Firing Case
  2. રાજસ્થાનના બુંદીમાં બુધવારે લગ્નના બગીચામાં ભીષણ આગ લાગી, એક વૃદ્ધનું થયું મોત - Old man burnt alive in Bundi
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.