ગુજરાત

gujarat

પીએમ મોદીએ કોઈને પટાવાળાની નોકરી પણ નથી આપીઃ છત્તીસગઢના એક્સાઈઝ પ્રધાનની જીભ લપસી

By

Published : Apr 22, 2022, 7:52 AM IST

છત્તીસગઢના એક્સાઈઝ પ્રધાન કાવાસી લખમાએ પીએમ નરેન્દ્ર મોદી પર વિવાદિત નિવેદન (Kawasi Lakhma on PM Narendra Modi) આપ્યું છે. તેમણે પીએમ મોદીની બસ્તર મુલાકાત અંગે વાંધાજનક વાતો કહી છે.

પીએમ મોદીએ કોઈને પટાવાળાની નોકરી પણ નથી આપીઃ છત્તીસગઢના એક્સાઈઝ પ્રધાનની જીભ લપસી
પીએમ મોદીએ કોઈને પટાવાળાની નોકરી પણ નથી આપીઃ છત્તીસગઢના એક્સાઈઝ પ્રધાનની જીભ લપસી

જગદલપુરઃછત્તીસગઢના એક્સાઈઝ પ્રધાન કાવાસી લખમા (Excise Minister Kawasi Lakhma)નો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં કાવસી લખમા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી (Kawasi Lakhma on PM Narendra Modi) કરતા જોવા મળે છે. પીએમની બસ્તર મુલાકાતને લઈને કાવાસી લખમાએ આ નિવેદન આપ્યું છે. પીએમ નરેન્દ્ર મોદી વિરુદ્ધ બોલતા કાવસી લખમાએ કહ્યું (Kawasi Lakhma controversial statement) કે, પીએમ નરેન્દ્ર મોદી બે વખત બસ્તર આવી ચુક્યા છે. પણ અહીં આવીને તેણે શું કર્યું? બે મુલાકાતોમાં પીએમ મોદીએ બસ્તરની માટીને નકામી બનાવી દીધી.

પીએમ મોદીએ કોઈને પટાવાળાની નોકરી પણ નથી આપીઃ છત્તીસગઢના એક્સાઈઝ પ્રધાનની જીભ લપસી

પીએમ મોદીએ બસ્તરમાં કોઈને નોકરી નથી આપી: કાવાસી લખમા અહીંથી ન અટક્યા, તેમણે કહ્યું કે, લોકશાહીમાં વડાપ્રધાનને રાજા કહેવામાં આવે છે. પીએમ મોદી જ્યારે બસ્તરમાં આવ્યા ત્યારે લોકોએ તેમનું સ્વાગત કર્યું. લોકોને લાગ્યું કે, રાજા આવી રહ્યો છે. તે અહીંના લોકોને નવી સુવિધાઓ આપશે. સિંચાઈ માટે પાણી આપશે. લોકોને નોકરી આપશે. લખ્માએ આરોપ લગાવ્યો કે, પીએમ મોદીએ બસ્તરની મુલાકાત દરમિયાન કોઈને પટાવાળાની નોકરી પણ નથી આપી.

આ પણ વાંચોઃjamia protest for jahangirpuri: જામિયાના વિદ્યાર્થીઓએ જહાંગીરપુરીમાં કોર્પોરેશનની કાર્યવાહીનો વિરોધ કર્યો

કાવસી લખમાનું નિવેદનઃ અમે કોઈને ડરાવી-ધમકાવતા નથી, જો પુરાવા મળશે તો હું રાજકારણમાંથી નિવૃત્તિ લઈ લઈશ.

આ પણ વાંચોઃboxing World Championship 2022: મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતે અત્યાર સુધીમાં 1 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલ જીત્યા

કેન્દ્રીય પ્રધાનની મુલાકાત પર લખ્માએ કટાક્ષ કર્યો: કાવસી લખમાએ કેન્દ્રીય પ્રધાનની મુલાકાત પર પણ કટાક્ષ કર્યો. તેમણે કહ્યું કે, કેન્દ્રીય પ્રધાનો અહીં માત્ર પિકનિક માટે આવે છે. કેન્દ્રીય પ્રધાનો અહીં આવશે, દાળ-ભાત ખાશે અને પછી જતા રહેશે. કારણ કે કેન્દ્રીય પ્રધાનોનું પીએમ મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહની સામે કંઈ ચાલતું નથી. લખમાએ કહ્યું કે, જ્યારે પીએમ મોદીએ તેમની મુલાકાત દરમિયાન બસ્તરના લોકોને કંઈ આપ્યું નથી તો કેન્દ્રીય પ્રધાન બસ્તરના લોકોને શું આપશે.

ABOUT THE AUTHOR

...view details