ગુજરાત

gujarat

Darjeeling Snowfall : દાર્જિલિંગ પર છવાઈ શ્વેત ચાદર, નવા વર્ષની પ્રથમ હિમવર્ષાથી મંત્રમુગ્ધ કરતા દ્રશ્યો સર્જાયા

By ETV Bharat Gujarati Team

Published : Jan 17, 2024, 4:27 PM IST

દાર્જિલિંગ અને સિક્કિમમાં નવા વર્ષ 2024 ની પ્રથમ હિમવર્ષા શરુ થઈ છે. હિમવર્ષા બાદના નયનરમ્ય દ્રશ્યો જોવા માટે પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. દાર્જિલિંગ શહેરમાં લઘુત્તમ તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. સંપૂર્ણ સમાચાર વાંચો...

દાર્જિલિંગ પર છવાઈ શ્વેત ચાદર
દાર્જિલિંગ પર છવાઈ શ્વેત ચાદર

દાર્જિલિંગ :જો તમે પ્રકૃતિપ્રેમી છો તથા પર્વતો અને ખીણ જોવાના પણ શોખીન છો, તો તમારી ટ્રાવેલ ડેસ્ટીનેશન યાદી દાર્જિલિંગનું નામ લખી લો. કારણ કે, દાર્જિલિંગના ઘણા વિસ્તારોમાં નવા વર્ષ 2024 ની પ્રથમ હિમવર્ષા શરુ થઈ ગઈ છે. અહીંના શાંતિપૂર્ણ વાતાવરણ અને ચાના બગીચાઓથી તમે મંત્રમુગ્ધ થઈ જશો. આ હિમવર્ષાને જોવા માટે પ્રવાસીઓની ભારે ભીડ ઉમટી પડી છે.

પહાડોની રાણી તરીકે ઓળખાતા દાર્જિલિંગ શહેરમાં બુધવારની સવારે લઘુત્તમ તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ વર્ષે પ્રથમ વખત હાડ થીજવતી ઠંડી પડી છે. મંગળવારે દાર્જિલિંગના ઘણા વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ હતી. જેના કારણે બુધવારે સવારે પર્વતો બરફની ચાદર નીચે ઢંકાઈ ગયા હતા. આ સાથે તાપમાનમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર નવા વર્ષ 2024 માં પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લાના ઉપરી વિસ્તારમાં પ્રથમ હિમવર્ષા થવાની સંભાવના હતી. પહાડીઓની મુલાકાત લેતા પ્રવાસીઓ માટે ખુશખબર સાથે મંગળવાર રાતથી પહાડોમાં ઘણી જગ્યાએ છુટોછવાયો વરસાદ થઈ રહ્યો છે. વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થવાની સાથી દાર્જિલિંગના સંદકફૂ, તુમલિંગ, મેઘમા, સિંગાલીલા નેશનલ પાર્કમાં ઘણી જગ્યાઓ બરફની સફેદ ચાદરથી ઢંકાઈ ગઈ હતી.

બુધવારની સવારે પણ દાર્જિલિંગ જિલ્લામાં બિજનબાડી અને સુખિયાપોખરી સહિત ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ હિમવર્ષા થઈ હતી. ઉપરાંત ઉત્તર સિક્કિમના લાચેન, લાચુંગ, ચાંગુ, કટાઓ સહિત અનેક સ્થળોએ હિમવર્ષા થઈ છે. સિક્કિમ હવામાન વિભાગના ડાયરેક્ટર ગોપીનાથ રાહાએ કહ્યું કે, આગામી બે-ત્રણ દિવસ સુધી તાપમાન આવું જ રહેશે.

ઉલ્લેખનીય છે કે, દાર્જિલિંગમાં હિમવર્ષા શરુ થતા પ્રવાસીઓમાં આનંદની લહેર છવાઈ છે. બરફની જાડી ચાદરથી ઢંકાયેલી પહાડીઓ પર પ્રવાસીઓ સ્નોફાઈટની મજા લેતા જોવા મળે છે. સિક્કિમ હવામાન વિભાગે જણાવ્યું કે, કેટલીક જગ્યાએ 2 ઈંચ સુધી બરફ જામ્યો છે.

  1. Dense Fog In Delhi NCR : દિલ્હીમાં ધુમ્મસનો કહેર, 30 થી વધુ ટ્રેનો મોડી દોડી, IGI એરપોર્ટ પર 17 ફ્લાઈટ્સ રદ
  2. Dry Winter Kashmir: કશ્મીર 'સુના સુના લાગે રે..' હિમવર્ષા ન થવાથી કાશ્મીરમાં મોસમની મજા પડી ફિક્કી

ABOUT THE AUTHOR

...view details