ગુજરાત

gujarat

ઈન્ડિયા અલાયન્સનું જંતર મંતર પર સાંસદોના સસ્પેન્શન વિરુદ્ધ વિરોધ પ્રદર્શન

By ETV Bharat Gujarati Team

Published : Dec 22, 2023, 2:43 PM IST

અત્યારે ઈન્ડિયા અલાયન્સના નેતાઓ સાંસદોના સસ્પેન્શનનો વિરોધ કરી રહ્યા છે. શશી થરૂરે જણાવ્યું કે, સંસદના શિયાળુ સત્રમાં વિરોધ પક્ષના સાંસદ સહયોગ આપવાના ઈરાદે આવ્યા હતા. જો કે સત્રની શરુઆત આ રીતે થઈ. અમારે દેશ માટે જરૂરી અને મહત્વના મુદ્દાઓ પર થતી ચર્ચાઓમાં ભાગ લેવા માંગતા હતા, પણ અત્યારે અમારુ શું થઈ રહ્યું છે? Congress MP Shashi Tharoor India Block

ઈન્ડિયા અલાયન્સનું જંતર મંતર પર સાંસદોના સસ્પેન્શન વિરુદ્ધ વિરોધ પ્રદર્શન
ઈન્ડિયા અલાયન્સનું જંતર મંતર પર સાંસદોના સસ્પેન્શન વિરુદ્ધ વિરોધ પ્રદર્શન

નવી દિલ્હીઃ ઈન્ડિયા અલાયન્સના નેતાઓ સાંસદોના સસ્પેન્શન વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. આ પ્રદર્શન જુદા જુદા રાજ્યોમાં પણ થઈ રહ્યું છે. કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને એનસીપી પ્રમુખ શરદ પવાર અને ઈન્ડિયા જૂથના અન્ય નેતાઓ દિલ્હીના જંતર મંતર પર 'લોકતંત્ર બચાવો'નો સૂત્રોચ્ચાર કરીને સાંસદોના સસ્પેન્શનનો વિરોધ કરી રહ્યા છે.

જંતર મંતર પર ઈન્ડિયા અલાયન્સના નેતાઓ વિરોધ પ્રદર્શન માટે એકઠા થયા છે. રાહુલ ગાંધી જણાવે છે કે, સંસદમાં 2-3 યુવકો ઘુસી ગયા, સ્મોક બોમ્બ છોડ્યો. આ ઘટના વખતે બીજેપી સાંસદ ભાગી ગયા હતા. આ ઘટના સંસદની સુરક્ષા પ્રણાલિ પર સવાલ છે. જો કે આ યુવકોએ આવું શા માટે કર્યુ તે સવાલનો જવાબ છે દેશમાં વધી રહેલ બેરોજગારી.

મોટી સંખ્યામાં સાંસદોના સસ્પેન્શન વિરુદ્ધ ઈન્ડિયા ગઠબંધન વિરોધ કરી રહ્યું છે જેમાં શશી થરૂર જણાવે છે કે, સમગ્ર વિશ્વની લોકશાહીના ઈતિહાસમાં 146 સાંસદોને ક્યારે સસ્પેન્ડ કરવામાં આવ્યા નથી. જનતાને ખબર પડવી જોઈએ કે અત્યારે લોકશાહી ખતરામાં છે. તેના માટે અમે વિરોધ કરી રહ્યા છીએ. સાંસદો માને છે કે જે કંઈ પણ થઈ રહ્યું છે તે દેશ અને તેના ભવિષ્ય માટે યોગ્ય નથી. તેનું એક જ સમાધાન છે કે, જનતા આ સરકારને બદલી કાઢે અને ઈન્ડિયા અલાયન્સને સત્તામાં લાવે.

સાંસદોના સસ્પેન્શનને લઈને મોહમ્મદ અઝહરુદ્દીને જણાવ્યું કે, સંસદના સભ્યોને સસ્પેન્ડ કરવા તે લોકશાહી નથી. 5થી 6 સાંસદ સસ્પેન્ડ થાય તે હજુ પણ ચલાવી શકાય પણ લગભગ 150 સાંસદોને એકસાથે સસ્પેન્ડ કરવામાં આવે તે લોકશાહી નથી. આ સંદેશ જનતા સુધી પહોંચવો જોઈએ. એક સાંસદને પોતાની વાત રાખવાનો વિશેષાધિકાર છે.

146 સાંસદોના સસ્પેન્શન બાદ શશી થરૂરે અગાઉ કહ્યું હતું કે શુક્રવારે ઈન્ડિયા અલાયન્સ જુદા જુદા રાજ્યોમાં વિરોધ પ્રદર્શન કરશે. આ મુદ્દે વિરોધ કરવો યોગ્ય છે. અમે દિલ્હીના જંતર મંતર પર વિરોધ પ્રદર્શન કરીશું. અમારે જનતાને જણાવવું છે કે શું તેઓ આ રીતે સંસદ ચલાવશે? ભાજપ વિપક્ષોની વાત ન સાંભળીને લોકશાહીને બરબાદ કરી રહી છે.

એન ડી ગુપ્તા, સંદીપ પાઠક, સંત બલબીર સીસેવાલ અને સંજીવ અરોરા સહિત આપ સાંસદ સહિત આજ ઈન્ડિયા અલાયન્સ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ વિરોધ પ્રદર્શન અગાઉ શશી થરૂરે જણાવ્યું હતું કે આપણા દેશમાં સંસદીય લોકતંત્રની શ્રદ્ધાંજલિ લખવાનો સમય આવી ગયો છે. શશી થરૂરે વિપક્ષના સાંસદોના સસ્પેન્શનના વિરોધમાં સંસદ ભવનથી વિજય ચોક સુધી યોજાયેલ માર્ચમાં ભાગ લીધો હતો. 13 ડિસેમ્બરે સંસદની સુરક્ષા ઉલ્લંઘનની ઘટના પર વિપક્ષી સાંસદ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના નિવેદનનની માંગણી કરી રહ્યા છે.

શશી થરુરે આગળ કહ્યું હતું કે, સંદેશ સરળ અને સ્પષ્ટ છે કે સંસદ ચલાવવાની જવાબદારી સરકારની છે જે સરકાર યોગ્ય રીતે નિભાવતી નથી. કેન્દ્ર સરકારે લોકશાહીની પરંપરાના સન્માનની કોઈ ઈચ્છા દર્શાવી નથી. થરુરે કહ્યું કે બહુ મોટું સુરક્ષા ઉલ્લંઘન થયું છે, એક પ્રધાનના રુપમાં પોતાની ફરજ બજાવવાને બદલે અમિત શાહે સદનમાં હાજર રહેવાનો ઈનકાર કરી દીધો. તેમજ બહાર જઈને પ્રેસ બ્રિફિંગ કર્યુ આ વાતો તેઓ સંસદમાં કહી શકતા હતા.

  1. સંસદના સુરક્ષા ભંગ મામલાની તપાસ માટે દિલ્હી પોલીસની વિશેષ ટીમ પહોંચી હરિયાણામાં નીલમના ઘેર, પરિવારજનોની પૂછપરછ
  2. શિયાળું સત્ર 2023: સંસદ પરિસરમાં વિપક્ષના સાંસદોનું સરકાર વિરોધી પ્રદર્શન, માર્ચ યોજી કર્યા સુત્રોચ્ચાર

ABOUT THE AUTHOR

...view details