ગુજરાત

gujarat

ઓટો એક્સપો-2020: હુન્ડાઈ ક્રેટાના નવા વર્ઝન લોન્ચમાં કિંગ ખાન રહ્યા હાજર

By

Published : Feb 6, 2020, 9:24 PM IST

ગ્રેટર નોઈડામાં આયોજીત ઓટો એક્સપો-2020માં કાર નિર્માતા કંપની હુન્ડાઈએ તેની SUV ક્રેટાનું નવું વર્ઝન લોન્ચ કર્યું છે. આ પ્રસંગે હુન્ડાઈના બ્રાન્ડ એમ્બેસેડર અને બોલીવૂડ કિંગ ખાન શાહરુખ ખાન પણ હાજર રહ્યાં હતાં.

Shahrukh Khan
શાહરુખ ખાન

નવી દિલ્હી: ગ્રેટર નોઈડામાં આયોજીત ઓટો એક્સપો-2020માં કાર નિર્માતા કંપની હુન્ડાઈએ તેની SUV ક્રેટાનું નવું વર્ઝન લોન્ચ કર્યું છે. આ પ્રસંગે હુન્ડાઈના બ્રાન્ડ એમ્બેસેડર અને બોલીવૂડ કિંગ ખાન શાહરુખ ખાન પણ હાજર રહ્યાં હતાં. શાહરુખ ખાને કહ્યું કે, તેને ક્રેટા ચલાવવી ખૂહ પસંદ છે. કારણકે કાર ઘણી ડાયનામિક, સ્પોર્ટી અને શાર્પ છે. વધુમાં તેણે કહ્યું કે, હુન્ડાઈ કાર પર ભારતીય લોકો વર્ષોથી વિશ્વાસ કરી રહ્યાં છે.

હુન્ડાઈએ ક્રેટાનું નવું વર્ઝન લોન્ચ કર્યું

કાર્યક્રમમાં શાહરુખ ખાને પોતાને 'ફાધર ઓફ હુન્ડાઈ' ગણાવતા કહ્યું કે, પોતે ઘણા લાંબા સમયથી હુન્ડાઈ કંપની સાથે જોડાયેલા છે. હુન્ડાઈ કંપની સેફ્ટી, ડિઝાઈન અને ટેકનોલોજી આપવામાં વિશ્વાસ કરે છે. કિંગ ખાને કહ્યું કે, તેની પાસે પણ ફર્સ્ટ જનરેશન ક્રેટા છે અને તેને ચલાવવાનું ખૂબ પસંદ કરે છે.

ABOUT THE AUTHOR

...view details