ગુજરાત

gujarat

Kathak Mahotsav: કથ્થક મહોત્સવમાં અમદાવાદના મૌલિક અને ઈશિરાનું ધમાકેદાર પર્ફોર્મન્સ, લોકો થયાં મંત્રમુગ્ધ

By ETV Bharat Gujarati Team

Published : Feb 5, 2024, 8:43 AM IST

નવી દિલ્હી: રાજધાની દિલ્હીના આંગણે ત્રિદિવસીય કથક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં દેશભરમાંથી આવેલા કલાકારો પોતાની કથ્થક શૈલી પ્રસ્તુત કરી હતી, ત્યારે કથક મહોત્સવમાં અમદાવાદના કથ્થક ડાન્સર મૌલિક અને ઇશિરાએ પણ ધમાકેદાર પરફોર્મન્સ આપીને સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતાં. મહત્વપૂર્ણ છે કે, 29 જાન્યુઆરી થી 31 જાન્યુઆરી સુધી એમ કુલ ત્રણ દિવસ રાજધાની દિલ્હીમાં 36માં કથ્થક મહોત્સવ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ કથ્થક દ્વારા દર વર્ષે જાન્યુઆરીમાં આ પ્રકારે કથ્થક મહોત્વનુ આયોજન કરવામાં આવે છે, જેમાં ભાગ લેવામાં માટે દેશભરના કથ્થક નૃત્યકારો અને કથ્થક નૃત્ય સાથે સંકળાયેલી વિવિધ સંસ્થાઓ, સંગીતપ્રેમીઓ અને કલાકારો ભાગ લે છે.

ABOUT THE AUTHOR

...view details