ગુજરાત

gujarat

સમગ્ર ગુજરાતમાં એકમાત્ર આ શહેરમાં હોળીના પર્વે વાલમ બાપાની કાઢવામાં આવે છે નનામી - Holi festival 2024

By ETV Bharat Gujarati Team

Published : Mar 23, 2024, 10:12 PM IST

હોળીનો તહેવાર અને જુનાગઢ સાંસ્કૃતિક દ્રષ્ટિએ પણ ખૂબ જ આગવું સ્થાન ધરાવે છે. હોળીના દિવસે સમગ્ર ગુજરાતમાં એક માત્ર જુનાગઢ શહેરમાં વાલમ બાપાની નનામી કાઢીને હોળીનો તહેવાર મનાવવામાં આવે છે. વાલમ બાપાને વ્યસન અને અનિષ્ટોના પ્રતીક તરીકે રજૂ કરીને 50 વર્ષ કરતાં પણ વધુ સમય થી હોળીના દિવસે નનામી કાઢીને લોકો ઉત્સવ સાથે હોળીનો તહેવાર મનાવે છે.

હોળી પર્વે વાલમ બાપાની કાઢવામાં આવે છે નનામી
હોળી પર્વે વાલમ બાપાની કાઢવામાં આવે છે નનામી

હોળી પર્વે વાલમ બાપાની કાઢવામાં આવે છે નનામી

જુનાગઢઃ હોળીના દિવસે જૂનાગઢ શહેરમાં છેલ્લાં ૫૦ વર્ષ કરતાં પણ વધુ સમયથી અનિષ્ટ અને વ્યસનના પ્રતિક તરીકે વાલમ બાપાની નનામી કાઢીને હોળીનો આ તહેવાર વ્યસન મુક્તિ સાથે અનિષ્ટોથી દૂર રહેવાય તેવા સંદેશા સાથે અંબાઈ ફળિયાના નાગર ગ્રહસ્થો દ્વારા વાલમ બાપાની નનામી કાઢીને હોળીનો તહેવાર ખૂબ જ ધામધૂમ પૂર્વક મનાવવામાં આવે છે. છેલ્લાં 50 વર્ષ કરતાં પણ વધુ સમયથી ચાલતી આવતી વાલમ બાપાની નનામીની આ પરંપરા આજે આધુનિક સમયમાં યુવાનો પણ ખૂબ જ હોશભેર ભાગ લઈને રંગોનું પર્વ હોળી ને વ્યસન અને અનિષ્ટોથી પણ દૂર રાખે તેવા સંદેશા સાથે મનાવે છે.

વાજતે-ગાજતે શહેરમાં નીકળે છે વાલમબાપાની નનામી યાત્રા

મોટી સંખ્યામાં જોડાઈ છે યુવાનોઃ ગુજરાતમાં એકમાત્ર જુનાગઢ શહેરમાં હોળીના દિવસે વાલમ બાપાની નનામી કાઢવાની જે પરંપરા છે તેમાં દર વર્ષે નવ યુવાનો ખાસ જોડાઈ છે. સવારથી જ લોકો વાલમ બાપાની નનામીને શણગારવાના કામમાં વ્યસ્ત બની જાય છે. જેમાં તમાકુ, દારૂ અને અન્ય વ્યસનના પ્રતિક રૂપે વાલમ બાપાને દર્શાવવામાં આવે છે બપોરના સમયે તેની નનામી શરૂ થાય છે. ઢોલ-નગારા અને હોળીના ઉત્સાહમાં યુવકો વાલમ બાપાને પોક મૂકીને ઉજવે છે. સામાન્ય રીતે મોતનો પ્રસંગ દુઃખદ માનવામાં આવે છે પરંતુ વ્યસન અને અનિષ્ટોના પ્રતિક એવા વાલમ બાપાની નનામીનો આ પ્રસંગ યુવાનો ખૂબ જ ઉત્સાહ અને રમુજ સાથે ઉજવણી કરે છે. જેમાં લોકો હોળીને લઈને રશિયા પણ ગાતા હોય છે જેમાં આ વિસ્તારની મહિલાઓ પણ સામેલ થઈને વ્યસનના પ્રતિક વાલમ બાપાને વિદાય આપે છે.

વર્ષોથી ચાલી આવતી આજે પણ અકબંધ

બહારગામ થી પણ જોવા આવે છે લોકોઃ જૂનાગઢના અંબાઇ ફળિયામાં હોળીના દિવસે વાલમ બાપાની નનામી કાઢવામાં આવે છે, તેને જોવા માટે સમગ્ર જૂનાગઢની સાથે બહારગામ થી પણ લોકો ખૂબ જ ઉત્સાહ અને કુતુહલ સાથે આવતા હોય છે. સામાન્ય રીતે મોતનો પ્રસંગ ઉત્સાહ અને હસી મજાકમાં એક માત્ર અંબાઇ ફળિયામાં મનાવવામાં આવે છે. ત્યારે તેને જોવા અને ખાસ કરીને વ્યસનના પ્રતિક એવા વાલમ બાપાની નનામીમાં સામેલ થવાનું સદભાગ્ય સૌ કોઈ પ્રાપ્ત કરવા માંગે છે. જેથી હોળીના દિવસે અંબાઈ ફળિયા વિસ્તારમાં રહેતા સ્થાનિકોના પરિવારજનો કે જેઓ જૂનાગઢની બહાર રહે છે, તે લોકો પણ ખાસ વાલમ બાપાની નનામી જોવા માટે હોળીના દિવસે અચૂક જૂનાગઢ આવે છે.

  1. જૂનાગઢની બજારોમાં હોળી-ધુળેટી સામગ્રીનું આગમન, 30 ટકા મોંઘવારી સાથે મેડ ઈન ઈન્ડિયા પ્રોડક્ટ્સ ચાયનીઝ પર હાવી - Holi 2024
  2. Holi 2024 : હોળીની જ્વાળાનું વિજ્ઞાન ! પરંપરાગત આગાહી પદ્ધતિથી નક્કી કરો આગામી વર્ષ કેવું રહેશે

ABOUT THE AUTHOR

...view details