ગુજરાત

gujarat

Rajkot Municipality : રાજકોટના વિકાસને મળશે વેગ, RMC દ્વારા રૂ. 56 કરોડથી વધુના વિકાસકાર્યોને મંજૂરી

By ETV Bharat Gujarati Team

Published : Jan 24, 2024, 4:21 PM IST

આજરોજ મળેલી રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કુલ રૂ. 56 કરોડથી વધુના વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવી છે. આજે કુલ 42 દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. તેમાંથી મોટાભાગની દરખાસ્તોને સર્વાનુમતે મંજૂર થઈ હતી. જાણો સંપૂર્ણ વિગત...

રાજકોટના વિકાસને મળશે વેગ
રાજકોટના વિકાસને મળશે વેગ

RMC દ્વારા રૂ. 56 કરોડથી વધુના વિકાસકાર્યોને મંજૂરી

રાજકોટ :આજરોજ રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં કુલ 42 દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. તેમાંથી મોટાભાગની દરખાસ્તોને સર્વાનુમતે મંજૂર કરી કુલ રૂ. 56 કરોડથી વધુના વિકાસકાર્યોને મંજૂરી આપવામાં આવી છે. આજની બેઠકમાં શહેરના તમામ સ્મશાન ગૃહને ગ્રાન્ટ ફાળવવા અંગેની મહત્વની દરખાસ્તને પણ મંજૂર કરવામાં આવી છે.

રૂ. 56 કરોડના વિકાસકાર્યો મંજૂર :રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે આ અંગે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અલગ અલગ 42 દરખાસ્ત હતી. જેમાં વિવિધ વોર્ડમાં રોડ રસ્તાના કામો, પાણીની પાઇપલાઇનના કામો, સિમેન્ટ રોડના કામો સહિતના વિકાસકાર્યોને મંજૂર કરવામાં આવ્યા છે. જ્યારે શહેરમાં આવેલ તમામ સ્મશાન ગૃહને મનપા દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં અંગેની દરખાસ્ત પણ આજે મંજૂર કરવામાં આવી છે. આજની બેઠકમાં કુલ રૂ. 56 કરોડથી વધુના વિકાસના કામો મંજૂર કરવામાં આવ્યા છે.

એક દરખાસ્ત નામંજૂર :અગાઉની સ્ટેન્ડિંગ બેઠકમાં પેન્ડિંગ રહેલી 4 નંબરની દરખાસ્ત નામંજૂર કરવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે આ અંગે જણાવ્યું હતું કે, પેટ્રોલિયમ કંપનીને વર્ષ 2021 માં મનપા દ્વારા મવડી વિસ્તારમાં પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી. પરંતુ આ કંપનીની પ્લોટની દરખાસ્ત વર્ષ 2024 ની સ્ટેન્ડિંગ કમિટીમાં આવી હતી. જેના કારણે અનેક સવાલો ઉભા થાય છે. આ વિસ્તારમાં જમીનના ભાવ પણ વધ્યા છે ત્યારે ત્રણ વર્ષ સુધી કેમ કોઈ કામગીરી કરવામાં ન આવી ? વિવિધ બાબતોને લઈને આ પેટ્રોલિયમ કંપનીની દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટી બેઠકમાં નામંજૂર કરવામાં આવી છે.

લોકસભા ચૂંટણી પહેલાનો દાવ :આજની બેઠકમાં કુલ રૂ. 56 કરોડથી વધુના વિકાસના કામો મંજૂર કરવામાં આવ્યા છે. જ્યારે શહેરના મવડી વિસ્તારમાં પેટ્રોલિયમ કંપનીને રૂ. 60 હજારમાં પ્લોટ આપવાની આ દરખાસ્ત હતી, જેના ભાવ યોગ્ય ન મળતા દરખાસ્ત નામંજૂર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજાનાર છે. એવામાં લોકસભાની ચૂંટણી પૂર્વે મનપા દ્વારા રૂ. 56 કરોડથી વધુના વિકાસના કામો મંજૂર કરવામાં આવ્યા છે. જેનું પરિણામ સત્તાપક્ષને મળી શકે છે.

  1. Bhanu Babriya Reaction : રામલલા બિરાજમાન, લોકસભાની ચૂંટણીમાં ભાજપને પ્રચંડ બહુમત મળશે
  2. Shree Ram Bridge : રાજકોટના મલ્ટી લેવલ બ્રિજને શ્રી રામ બ્રિજ નામ અપાયું, જનરલ બોર્ડમાં દરખાસ્ત મંજૂર

ABOUT THE AUTHOR

...view details