ગુજરાત

gujarat

Swami Dayanand Saraswati: ટંકારા મહોત્સવમાં પીએમ નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાયા, સંબોધન કર્યું

By ETV Bharat Gujarati Team

Published : Feb 11, 2024, 3:44 PM IST

ટંકારા ખાતે ચાલી રહેલા મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200 મી જન્મ જયંતિ મહોત્સવમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાયા હતા. મોદીએ પોતાના વક્તવ્યમાં મહર્ષિ દયાનંદ સરસ્વતીજી અંગેની વાતો કરી તેમજ સંસ્મરણો વાગોળ્યા હતા.

pm-narendra-modi-joined-swami-dayanand-saraswati-janm-mahostav-tankara-mohotsav-virtually-addressed
pm-narendra-modi-joined-swami-dayanand-saraswati-janm-mahostav-tankara-mohotsav-virtually-addressed

ટંકારા મહોત્સવમાં પીએમ નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાયા

મોરબી:મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200 મી જન્મ જયંતી ધામધૂમથી યોજાઈ હતી. મોરબીના ટંકારા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાયા હતા. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા પણ સ્થળ પર હાજરી આપીને આયોજકો અને ભક્તોનો ઉત્સાહ વધાર્યો હતો.

મહર્ષિ દયાનંદ સરસ્વતીજી અંગેની વાતો કરી તેમજ સંસ્મરણો વાગોળ્યા

આ પ્રસંગે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વામી દયાનંદ સરસ્વતી સાથેના સંસ્મરણોને વાગોળ્યા હતા. પીએમ મોદીએ જબાયુ હતું કે સ્વામી દયાનંદ સરસ્વતીજી માત્ર આર્યોના જ ઋષિ નહીં પરંતુ સમગ્ર રાષ્ટ્રના ઋષિ છે. આ ઉપરાંત આયોજકોનો આભાર માનતા તેમને જણાવ્યું હતું કે સ્વામી દયાનંદ સરસ્વતીજીએ બતાવેલ માર્ગ અમૃતકલના કરોડો લોકોમાં આશા જગાડી રહ્યો છે. તેમની 200મી જન્મજયંતિ સંબંધિત કાર્યક્રમનો ભાગ બનવું એ મારા માટે સૌભાગ્યની વાત છે.

દેશભરમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા:ઉલ્લેખનીય છે આ પ્રસંગે દૂર-દૂરથી ભક્તોએ હાજરી આપી હતી. આ મહોત્સવમાં દેશભરમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. કેન્દ્રીયમંત્રી પરસોતમ રૂપાલાએ કહ્યું હતું કે, દયાનંદ સરસ્વતીજી એ સમગ્ર દેશમાં ચેતના પ્રગટ કરી સમગ્ર દેશને એક કરવાનું કામ કર્યું હતું.

  1. Raghavji Patel: કૃષિમંત્રી રાઘવજી પટેલની તબિયત સ્થિર છે: આરોગ્યપ્રધાન રૂષિકેશ પટેલ
  2. Upleta: ઉપલેટામાં યોજાયેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના લોકાર્પણ કાર્યક્રમમાં આગેવાનોની નારજગી

ABOUT THE AUTHOR

...view details