ગુજરાત

gujarat

પરષોત્તમ રૂપાલાએ આશાપુરા માતાજીના મંદિરે દર્શન કરી વિરોધ વચ્ચે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો - RUPALA STARTED ELECTION CAMPAIGN

By ETV Bharat Gujarati Team

Published : Apr 5, 2024, 11:24 AM IST

Updated : Apr 5, 2024, 2:20 PM IST

પરષોત્તમ રૂપાલા આશાપુરા માતાજીના મંદિરે પહોંચ્યા હતા. પેલેસ રોડ ખાતે આશાપુરા માતાજીના દર્શન કરી ચૂંટણી પ્રચાર શરૂ કર્યો હતો.

RUPALA STARTED ELECTION CAMPAIGNRUPALA STARTED ELECTION CAMPAIGN
RUPALA STARTED ELECTION CAMPAIGN

પરષોત્તમ રૂપાલાએ આશાપુરા માતાજીના મંદિરે દર્શન કરી વિરોધ વચ્ચે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો

રાજકોટ:એક બાજુ ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ વધી રહ્યો છે. ત્યારે બીજી બાજુ પરષોત્તમ રૂપાલાએચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. આજે પરષોત્તમ રૂપાલા આશાપુરા માતાજીના મંદિરે પહોંચ્યા હતા. પેલેસ રોડ ખાતે આશાપુરા માતાજીના દર્શન કરી આર્શિવાદ લીધા હતા. રૂપાલાએ આશાપુરા માતાજીને ચુંદડી ચડાવી પ્રસાદ ધર્યો હતો.

પુરુષોત્તમ રૂપાલાએ આશાપુરા માતાજીના મંદિરે દર્શન કરી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં માતાજીના દર્શન કરતા હોય તેવા ફોટો સાથે પોસ્ટ પણ કરી છે. જેમાં લખ્યું છે કે, રાજકોટ ખાતે શ્રી મા આશાપુરા મંદિરે આદ્યશક્તિ માતાજીના શરણે શિશ નમાવીને સૌના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. સાથે જ સ્વાવલંબી આત્મનિર્ભર મહિલા મિલનમાં મહિલાઓ સાથે ભોજન લીધું હતું.

ઉલ્લેખનીય છે કે રાજકોટના એક કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ વિશેના વિવાદિત નિવેદન બાદ સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આ વિરોધ વચ્ચે રૂપાલા પ્રચારમાં લાગ્યા છે. ગઈ કાલે પરષોત્તમ રૂપાલા દિલ્હીથી પરત ફર્યા હતા. ત્યારબાદ તેમના ગાંધીનગર નિવાસસ્થાને ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે પોણા કલાકની બેઠક પણ યોજાઈ હતી.

  1. પરષોત્તમ રૂપાલા અને હર્ષ સંઘવી વચ્ચે બંધ બારણે ચર્ચા, ભાજપ નેતાઓનું ભેદી મૌન તો પાટીદારે સમાજે આપ્યું સમર્થન - Parshottam Rupala Controversy
  2. જેલમાંથી બહાર આવ્યા બાદ સંજય સિંહની પહેલી પ્રેસ કોન્ફરન્સ, કહ્યું- ભાજપ માથાથી પગ સુધી દારૂના કૌભાંડમાં ડૂબેલી છે. - Sanjay Singh Press Confrence
Last Updated : Apr 5, 2024, 2:20 PM IST

ABOUT THE AUTHOR

...view details