ગુજરાત

gujarat

Panachmahal Crime News: ગોધરામાં મધ્ય પ્રદેશના યુવકનું અપહરણ કરી કરપીણ હત્યા કરાઈ

By ETV Bharat Gujarati Team

Published : Jan 20, 2024, 6:15 PM IST

મૂળ મૂળ મધ્ય પ્રદેશના યુવકનું ગોધરામાં અપહરણ કરવામાં આવ્યું. ત્યારબાદ તેની હત્યા કરીને લાશને સળગાવી દેવામાં આવી છે. પંચમહાલ પોલીસે આ ગુનામાં 5 ગોધરાના અને 1 મધ્ય પ્રદેશના એમ કુલ 6 શંકાસ્પદોની અટકાયત કરી છે. વાંચો સમગ્ર ઘટનાક્રમ વિસ્તારપૂર્વક. Panachmahal Godhra Madhya Pradesh Murder After Kidnapping 6 Persons Round Up

ગોધરામાં મધ્ય પ્રદેશના યુવકનું અપહરણ કરી કરપીણ હત્યા કરાઈ
ગોધરામાં મધ્ય પ્રદેશના યુવકનું અપહરણ કરી કરપીણ હત્યા કરાઈ

પંચમહાલ પોલીસે આ ગુનામાં 5 ગોધરાના અને 1 મધ્ય પ્રદેશના એમ કુલ 6 શંકાસ્પદોની અટકાયત કરી

પંચમહાલઃ ગોધરામાં મૂળ મધ્ય પ્રદેશના યુવકનું અપહરણ કરી હત્યા કરી દેવાઈ. ગુનો છુપાવવા માટે આરોપીઓએ યુવકના મૃતદેહને પેટ્રોલ છાંટીને સળગાવી દીધી હતી. જો કે પાપ છાપરે ચઢીને પોકાર્યુ અને પંચમહાલ પોલીસે આ ગુનામાં કુલ 6 શંકાસ્પદોની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

સમગ્ર ઘટનાક્રમઃ મધ્ય પ્રદેશના રાજગઢનો મોહુનેશ નામક યુવાનને તેના ગામમાં રહેતી યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. આ યુવતીની સગાઈ ગોધરામાં અન્ય યુવક રાજકુમાર શાહ ઉર્ફે લાડુ સાથે નક્કી થઈ હતી. મોહુનેશને સગાઈની જાણ થતા તે બાઈક પર ગોધરા આવવા નીકળ્યો. મોહુનેશ રાજકુમારને તેની ફિયાન્સી વિશે અને પોતાના પ્રેમસંબંધ વિશે જણાવવા માંગતો હતો. મોહુનેશે રાજકુમારને સમગ્ર હકીકત જણાવીને જતો રહ્યો. ત્યારબાદ રાજકુમાર અને તેના કાકાના દીકરાએ મોહુનેશને ગોધરાની સાસુમા હોટલ આગળ આંતરી લીધો હતો. મોહુનેશનું અપહરણ કરી તેને ચંચેલાવ ખાતે ઉદય હોટલ પર લઈ ગયા. આ અપહરણમાં રાજકુમાર અને તેના કાકાના દીકરાને અન્ય 3 યુવકોએ સાથ આપ્યો હતો. ઉદય હોટલ પર રાજકુમારે પોતાના સાસરીયાઓને બોલાવ્યા હતા. તેથી મહુનેશની પ્રેમીકાના કાકા અને અન્ય પરિવારજનો ઉદય હોટલ પર આવી ગયા. અહીં રાત્રે 7.30થી 11.00 કલાક સુધી ખૂબ જ ઉગ્ર ચર્ચાઓ થઈ. રાત્રે પ્રેમીકાના કાકાએ મહુનેશને કારમાં મધ્ય પ્રદેશ તેના ઘરે મુકી આવવા કહ્યું હતું. ત્યારબાદ બધા કારમાં રવાના થયા.

કાર બદલી કાઢીઃ ઉદય હોટલમાંથી સમગ્ર કાફલો મોહુનેશને લઈને બલીનો કારમાં રવાના થયો. રસ્તામાં અગાઉની યોજના મુજબ મોહુનેશને ટવેરા કારમાં બેસાડી દેવામાં આવ્યો. આ કારમાં જ મોહુનેશનું ગળું તેના મફલરથી દબાવી કાઢવામાં આવ્યું. મોહુનેશનું મૃત્યુ થયું. ત્યારબાદ મધ્ય પ્રદેશના કલ્યાણપુરાના છોરા છોરી ટેકરી પાસે અવાવાર જગ્યાએ ગાડીમાંથી મૃતદેહ બહાર કાઢ્યો. આ મૃતદેહ પર પેટ્રોલ છાંટીને તેને સળગાવી દીધો.

પોલીસ કાર્યવાહીઃ તા. 17/1/2024ના રોજ સાંજના વખતે ગોધરા શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મોહુનેશના કાકાએ ભત્રીજો લાપતા હોવાની ફરિયાદ દાખલ કરાવી હતી. એ ડિવિઝન પોલીસે આઈપીસીની કલમ 365 અને 120(બી) અંતર્ગત ગુનો નોંધ્યો હતો. બીજા દિવસે મધ્ય પ્રદેશમાંથી મૃતક મોહુનેશનો મૃતદેહ અડધી બળેલી અવસ્થામાં મળી આવ્યો હતો. તેથી ઘટનાની ગંભીરતાને પગલે પંચમહાલ રેન્જ આઈજી આર.વી. અસારી અને પંચમહાલ એસ.પી. હિમાંશુ સોલંકીએ ટીમ બનાવીને આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી હતી. આરોપીઓને જબ્બે કરવા માટે પોલીસે ટેક્નિકલ સર્વેલન્સનો ઉપયોગ કર્યો હતો. આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ કેસમાં કલમ 302 અને 201 ઉમેરીને અટકાયત કરેલ ઈસમોના રિમાન્ડ મેળવ્યા છે. પોલીસને શંકા છે કે આ ગુનામાં હજૂ પણ વધુ ઈસમો સંકળાયેલા હોઈ શકે છે.

તા. 17/1/2024ના રોજ સાંજના વખતે ગોધરા શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મોહુનેશના કાકાએ ભત્રીજો લાપતા હોવાની ફરિયાદ દાખલ કરાવી હતી. એ ડિવિઝન પોલીસે આઈપીસીની કલમ 365 અને 120(બી) અંતર્ગત ગુનો નોંધ્યો હતો. આ કેસમાં પોલીસે 6 ઈસમોની અટકાયત કરી લીધી છે. પોલીસે ગુનાની ગંભીરતા જોઈને આ કેસમાં આઈપીસીની કલમ 302 અને 201 ઉમેરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે...હિમાંશુ સોલંકી(એસપી, પંચમહાલ)

  1. Panchmahal Crime: મિત્રની સેક્સ્યુઅલ રિલેશનની માગથી કંટાળી આધેડે કરી હત્યા
  2. Panchmahal Crime News : સાધુના વેશમાં હેવાન, સંતાનની લાલચ આપી મહિલા સાથે દુષ્કર્મ આચર્યું

ABOUT THE AUTHOR

...view details