Panchmahal Crime: મિત્રની સેક્સ્યુઅલ રિલેશનની માગથી કંટાળી આધેડે કરી હત્યા

author img

By

Published : Jan 16, 2023, 10:40 AM IST

Updated : Jan 16, 2023, 2:04 PM IST

Panchmahal Crime: મિત્રની સેક્સ્યુઅલ રિલેશનની માગથી કંટાળી આધેડે કરી હત્યા

પંચમહાલમાં આધેડે પોતાના જ મિત્રની હત્યા (young man killed by senior citizen in panchmahal) કરી હોવાનું સામે આવ્યું છે. આરોપીનો આક્ષેપ હતો કે, મૃતક અવારનવાર તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવા દબાણ કરતો હતો. ત્યારે આવી અઘટિત માગણીથી કંટાળી તેણે યુવકની હત્યા કરી નાખી હતી. તો આ મામલે પોલીસ તપાસમાં પણ ચોંકાવનારો (panchmahal police investigation) ખુલાસો થયો છે.

મૃતકના ભાઈએ નોંધાવી હતી ફરિયાદ

પંચમહાલ જિલ્લામાં ફિલ્મની સ્ટોરીને પણ ટક્કર મારે તેવી ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં વારંવાર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાની માગ કરતા યુવકની એક આધેડે હત્યા કરી નાખી હતી. યુવકની અઘટિત માગણીથી કંટાળી આખરે આધેડે પંચમહાલના હાલોલ તાલુકામાં તેની હત્યા કરી હતી.

આ પણ વાંચો હત્યા કેસમાં બે આરોપીઓ ઝડપાયા, કોન્ટ્રાક્ટરના ઝઘડામાં લેવાયો હતો ભોગ

મૃતકના ભાઈએ નોંધાવી હતી ફરિયાદ મળતી માહિતી અનુસાર, રવાલિયાના મોટા ફળિયામાં રહેતો 34 વર્ષીય સુમન ચંદ્રસિંહ પરમાર 7 જાન્યુઆરીથી ગુમ હતો. આ મામલે તેના મોટા ભાઈએ 10 જાન્યુઆરીએ પાવાગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પાવાગઢ પોલીસની સાથે હાલોલ ગ્રામ્ય પોલીસ સ્ટેશનની ટીમોએ ગુમ યુવકને શોધી કાઢવા પ્રયત્નો શરૂ કર્યા હતા. બીજી તરફ પરિવારજનો પણ પોતાની રીતે યુવકને શોધવાના પ્રયત્નોમાં લાગ્યા હતા. પોલીસે પરિવારજનો અને યુવકના મિત્રવર્તુળના નિવેદનો લેવાનું શરૂ કર્યું હતું.

આધેડની હીલચાલ પોલીસને લાગી શંકાસ્પદ નિવેદનો લેતી વેળાએ પોલિસને એક પ્રૌઢની હીલચાલ ખૂબ જ શંકાસ્પદ જણાઈ હતી, જેથી પોલીસે ગુમ થયેલ યુવકના પ્રૌઢ મિત્ર 59 વર્ષીય રણછોડ ભીમાભાઈ રાઠવા (રહે. નવાગામ,રાઠવા ફળિયું, તા. હાલોલ)ની ઊંડાણપૂર્વક પૂછપરછ શરૂ કરી તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસની આકરી પૂછપરછમાં આરોપી રણછોડે મૃતકની હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું.

આ પણ વાંચો Limbdi Court Judgment : પુત્રની હત્યાના કેસમાં સાવકી માતા આજીવન ગણશે જેલના સળીયા

મૃતક કરતો હતો દબાણ આરોપીએ જણાવ્યું હતું કે, ગુમ થયેલ યુવક સુમન વારંવાર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવા દબાણ કરતો હતો. તેઓ અવારનવાર આવી માગણીથી કંટાળી ગયા હતા. સાથે જ બદનામીનો ડર તેમને સતાવતો હતો. એટલે આરોપીએ મૃતક સુમનને પોતાના ખેતરમાં બોલાવ્યો હતો. અહીં તે મૃતકને ઝૂંપડીમાં લઈ ગયો હતો. ત્યાં આરોપીએ મૃતક પર કુહાડીથી હુમલો કરી તેમની હત્યા કરી હતી. ત્યારબાદ આરોપીએ મૃતકના મૃતદેહને ખેતરમાં ખાડો ખોદી દાટી દીધો હતો.

આરોપી મૃતકના પરિવાર સાથે શોધખોળમાં લાગ્યો હતો હત્યારો રણછોડ પોતાના કૃત્યને છુપાવી સુમનના પરિવાર સાથે શોધખોળમાં પણ લાગેલો રહ્યો અને થોડા થોડા સમયે પોતાની પાસે રહેલો સુમનનો મોબાઈલ ચાલુ કરી ફરી પાછો સ્વીચ ઑફ કરી પોલીસ અને પરીવારજનોને પણ ગુમરાહ કર્યા કરતો હતો. તેમ જ મૃતક સુમનની બાઇક પણ નર્મદા કેનાલ પર મૂકી આવ્યો હતો. જોકે, પોલીસે મૃતક સુમનના કોલ ડિટેલ અને હત્યારા આરોપી રણછોડની શંકાસ્પદ હિલચાલના આધારે તપાસનો ધમધમાટ તેજ કરતા ફિલ્મ જેવા સસ્પેન્સનો પર્દાફાશ કર્યો હતો.

પોલીસે શરૂ કરી તપાસ પોલીસે આ ચકચારી ઘટનામાં આરોપી રણછોડની ધરપકડ કરી હતી. ત્યારબાદ હાલોલ પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં સુમનનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.અહીંથી હાલોલ રૂરલ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.

Last Updated :Jan 16, 2023, 2:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.