ગુજરાત

gujarat

New Secretary in Charge: ગુજરાતના 8 જિલ્લાઓમાં નવા પ્રભારી સચિવોની નિમણુંક કરાઈ

By ETV Bharat Gujarati Team

Published : Jan 24, 2024, 10:21 PM IST

ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ(જીએડી) દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં રાજ્યના કુલ 8 જિલ્લાઓમાં નવા પ્રભારી સચિવોની નિમણુંકની માહિતી આપવામાં આવી છે. વાંચો સમગ્ર સમચાાર વિસ્તારપૂર્વક. Gandhinagar Gujarat Govt GAD 8 District New Secretary in Charge

ગુજરાતના 8 જિલ્લાઓમાં નવા પ્રભારી સચિવોની નિમણુંક કરાઈ
ગુજરાતના 8 જિલ્લાઓમાં નવા પ્રભારી સચિવોની નિમણુંક કરાઈ

ગાંધીનગરઃ ગુજરાત સરકારે રાજ્યના 8 જિલ્લાઓમાં નવા પ્રભારી સચિવની નિમણુંક કરી છે. આ સંદર્ભે રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે જેમાં નવા પ્રભારી સચિવ(Secretary in Charge) તરીકે નિમણુંક પામેલા આઈએએસ અધિકારીઓની યાદી આપવામાં આવી છે.

8 જિલ્લાઓમાં નિમણુંકઃ ગુજરાત સરકારે જૂનાગઢ, બનાસકાંઠા, વલસાડ, નર્મદા, છોટાઉદેપુર, તાપી, ગાંધીનગર અને દેવભૂમિ દ્વારકા એમ રાજ્યના કુલ 8 જિલ્લાઓમાં નવા પ્રભારી સચિવની નિમણુંક કરી છે. આ નવા પ્રભારી સચિવ એટલે કે સેક્રેટરી ઈન ચાર્જનો હોદ્દાની ફરજ નીભાવતા અધિકારીઓએ જિલ્લાના વિકાસશીલ તાલુકાના પ્રભારી તરીકેની પણ ફરજ બજાવવાનો ઉલ્લેખ જીએડીના પરિપત્રમાં કરવામાં આવ્યો છે.

  • જૂનાગઢ જિલ્લાના અગાઉના પ્રભારી સચિવ મનિષ ભારદ્વાજના સ્થાને નવા પ્રભારી સચિવ તરીકે બંછા નિધિ પાનીની નિમણુંક કરાઈ
  • બનાસકાંઠા જિલ્લાના અગાઉના પ્રભારી સચિવ વિજય નેહરાના સ્થાને નવા પ્રભારી સચિવ તરીકે હારિત શુકલની નિમણુંક કરાઈ
  • વલસાડ જિલ્લાના અગાઉના પ્રભારી સચિવ કે.એમ.ભીમજીયાણીના સ્થાને નવા પ્રભારી સચિવ તરીકે રેમ્યા મોહનની નિમણુંક કરાઈ
  • નર્મદા જિલ્લાના અગાઉના પ્રભારી સચિવ એમ.એ. ગાંધીના સ્થાને નવા પ્રભારી સચિવ તરીકે સંદીપ સાગલેની નિમણુંક કરાઈ
  • છોટાઉદેપુર જિલ્લાના અગાઉના પ્રભારી સચિવ હારિત શુકલના સ્થાને નવા પ્રભારી સચિવ તરીકે પ્રવીણ સોલંકીની નિમણુંક કરાઈ
  • તાપી જિલ્લાના અગાઉના પ્રભારી સચિવ પી.સ્વરુપના સ્થાને નવા પ્રભારી સચિવ તરીકે મિલિંદ તોરવણેની નિમણુંક કરાઈ
  • ગાંધીનગર જિલ્લાના અગાઉના પ્રભારી સચિવ મિલિંદ તોરવણેના સ્થાને નવા પ્રભારી સચિવ તરીકે પી.સ્વરુપની નિમણુંક કરાઈ
  • દેવભૂમિ દ્વારકા જિલ્લાના અગાઉના પ્રભારી સચિવ પી.કે. સોલંકીના સ્થાને નવા પ્રભારી સચિવ તરીકે એમ.એ. પંડ્યાની નિમણુંક કરાઈ

ABOUT THE AUTHOR

...view details