ETV Bharat / state

Gandhinagar News: રાજ્ય સરકારે નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટેની 'પ્રોત્સાહક આર્થિક સહાય' યોજના બંધ કરી

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 23, 2023, 7:32 PM IST

ગુજરાત સરકારે 2014માં શરૂ કરેલ પ્રોત્સાહક આર્થિક સહાય યોજના બંધ કરવાનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે એક પરિપત્ર બહાર પાડીને આ યોજના બંધ કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. વાંચો સમગ્ર ઘટનાક્રમ

રાજ્ય સરકારે વિદ્યાર્થીઓ માટેની 'પ્રોત્સાહક આર્થિક સહાય' યોજના બંધ કરી
રાજ્ય સરકારે વિદ્યાર્થીઓ માટેની 'પ્રોત્સાહક આર્થિક સહાય' યોજના બંધ કરી

ગાંધીનગર: ગુજરાત સરકારે પ્રોત્સાહક આર્થિક સહાય યોજના બંધ કરી છે. સરકારે પરિપત્ર જાહેર કરીને આ યોજના બંધ કરવાની જાહેરાત કરી છે. નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓને વિદ્યાર્થી દીઠ રૂ. 7500 આપવાની પ્રોત્સાહક આર્થિક સહાય યોજના 23મી જાન્યુઆરી 2014ના રોજ અમલી કરી હતી. જો કે આ યોજનામાં કમિશ્નર લેવલથી તપાસ કરાવતા અનિયમીતતા સામે આવી હતી. વર્ષ 2020માં આ યોજના બંધ કરવાનો અભિપ્રાય રાજ્ય સરકારને અપાયો હતો. જો કે રાજ્ય સરકારે આ અભિપ્રાયના 3 વર્ષ બાદ આ યોજના બંધ કરવાનો નિર્ણય લીધો છે.

યોજનામાં પરિવર્તનઃ 13 નવેમ્બર 2019ના રોજ આ યોજનામાં વહીવટી સરળતા ખાતર નિયત કરેલા ધોરણોમાં સુધારો કરી નવા ધોરણો સાથે યોજના ફરીથી અમલી કરવામાં આવી હતી. આ પ્રોત્સાહક આર્થિક સહાય યોજનાનો લાભ મેળવતી શાળામાં કમિશ્નર તરફથી તપાસ કરવવામાં આવતા અનિયમિતતાઓ સામે આવી હતી. આ અનિયમિતતાઓને ધ્યાને લઈને આ યોજના બંધ કરવાનો અભિપ્રાય વિભાગને 9 જૂન 2020ના રોજ આપવામાં આવ્યો હતો. જો કે આ અભિપ્રાયના 3 વર્ષ બાદ એટલે કે 2023માં રાજ્ય સરકારે વિદ્યાર્થી પ્રોત્સાહક આર્થિક યોજના બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

યોજના બંધ કરવાથી થતી અસરઃ રાજ્ય સરકારે આ યોજના બંધ કરવામાં આવે છે તેવો પરિપત્ર જાહેર કર્યો છે. જો કે આ યોજના બંધ થવાથી શાળાને આર્થિક નુકસાન જશે. શાળાના આર્થિક નુકસાન ઉપરાંત વિદ્યાર્થીઓના અભ્યાસ પર પણ હાનિકારક અસર પડવાની શક્યતાઓ જોવાઈ રહી છે.

  1. રાજ્યમાં ધો. 1થી 5 ના વર્ગો શરૂ, શાળાઓની તૈયારી બાદ બાળકોને શાળામાં બોલાવાશે
  2. Primary Teachers Transfer : નિયમ અનુસાર શિક્ષકોના બદલી કેમ્પ શરૂ, જો કોઈ શિક્ષકની બદલી ન થાય તો...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.