ગુજરાત

gujarat

Banaskantha News : એકાવન શક્તિપીઠ મહોત્સવ આમંત્રણ રથનું પ્રસ્થાન, તારીખો નોંધી લો

By ETV Bharat Gujarati Team

Published : Feb 6, 2024, 9:04 PM IST

ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી,ગબ્બર શક્તિપીઠ ખાતે આગામી 12થી 16 ફેબ્રુઆરી સુધી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાનાર છે.ત્યારે સમગ્ર ગુજરાતમાંથી માઈભક્તોને આમંત્રણ આપવા જિલ્લા કલેકટર કચેરી પાલનપુર ખાતે 5 રથ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ફરી મહોત્સવના આમંત્રણ અને પ્રચાર પ્રસાર માટે જિલ્લા કલેકટર વરુણકુમાર બરનવાલના હસ્તે પ્રસ્થાન કરાવાયું છે.

Banaskantha News : એકાવન શક્તિપીઠ મહોત્સવ આમંત્રણ રથનું પ્રસ્થાન, તારીખો નોંધી લો
Banaskantha News : એકાવન શક્તિપીઠ મહોત્સવ આમંત્રણ રથનું પ્રસ્થાન, તારીખો નોંધી લો

આમંત્રણ અને પ્રચાર પ્રસાર માટે રથ રવાના

અંબાજી : અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ, યાત્રાધામ વિકાસ બોર્ડ અને સરકાર દ્વારા તૈયારીઓ કરાઇ છે. અંબાજી ખાતે યોજાનારા આ મહોત્સવને લઈ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ, યાત્રાધામ વિકાસ બોર્ડ અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે કામગીરી કરાઇ રહી છે. ત્યારે એક જ શક્તિપીઠની ફરતેના અઢી કિલોમીટર વિસ્તારમાં સ્થાપિત 51 શક્તિપીઠના મંદિરોના દર્શનનો જનસામાન્યને લાભ મળશે. જે માટે તંત્ર દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે.

જરૂરિયાતોનું ધ્યાન રખાયું : આ ઉપરાંત મહોત્સવ શરૂ થાય તે દિવસથી જ માઈ ભક્તો માટે તમામ પ્રાથમિક સુવિધાઓ,ભોજન,પાણી, પરિવહન, સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં લઇને કામગીરી કરવમાં આવી રહી છે. જેમાં દરેક કામ માટે અલગ અલગ સમિતિઓ બનાવવામાં આવી છે. ત્યારે રાજ્યના ઉત્તર અને મધ્ય ગુજરાતના તમામ ક્ષેત્રો - જિલ્લાઓમાંથી આવનાર માઈ ભક્તોની તમામ સુવિધાઓ, જરૂરિયાતોનું ધ્યાન રખાયું છે.

આગામી તારીખ 12 થી તારીખ 16 દરિમયાન અંબાજી ખાતે શક્તિ પીઠ મહોત્સવ ગુજરાત સરકાર યાત્રાધામ બોર્ડ અને અંબાજી મંદિર દ્વારા આયોજન કરવામાં આવ્યો છે. તારીખ 12થી તારીખ 16 દરિમયાન રોજના લાખો યાત્રિકો એકાવન શક્તિ પીઠની પરિક્રમા માટે આવશે. યાત્રિકો માટે વાહન વ્યવહારની સુવિધા ભોજનની સુવિધા તથા તમામ પ્રકારની સુવિધાઓ સરકાર અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંબાજીમાં ઉભી કરવામાં આવનાર છે. સર્વ માઇભક્તોને અપીલ કરુ છું કે અંબાજીમાં પધારી એકાવન શક્તિપીઠના દર્શન કરી ધન્યતા અનુભવે આજે જે રથ પ્રસ્થાન કરવામાંમાં આવ્યા છે તે ઉતર ગુજરાતના તમામ જિલ્લામાં ફરીને પ્રચાર પ્રસાર કરશે....વરુણકુમાર બરનવાલ (કલેક્ટર)

મહોત્સવ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન : 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ દરમિયાન અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ગબ્બર પર્વત પર લાઈટ એન્ડ સાઉન્ડ શો ઉપરાંત મહોત્સવ દરમિયાન દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમો,મહા આરતી, ભજન સત્સંગ, યજ્ઞ, ચામર યાત્રા, આનંદ ગરબા, પાલખી યાત્રા, વગેરે ધાર્મિક કાર્યક્રમો યોજાશે.

પ્રચાર પ્રસાર કરવા 5 રથ રવાના : વધુમાં વધુ માઈ ભક્તો આ મહોત્સવનો લાભ લઈ શકે તે માટે લોકોને આમંત્રિત કરવા તેમજ મહોત્સવના પ્રચાર - પ્રસાર માટે ગુજરાતના ઉત્તર અને મધ્ય ભાગના જિલ્લાઓમાં રથ ફેરવવામાં આવશે. જે ઉપરોક્ત જિલ્લાઓના વિવિધ વિસ્તારોમાં ફરી લોકોને મહોત્સવમાં જોડાવા ભાવભર્યું આમંત્રણ આપશે. જે માટે આજ રોજ પાલનપુર જિલ્લા કલેકટર કચેરી ખાતે 5 રથોનું અંબાજીના વિદ્વાન બ્રાહ્મણો દ્વારા પૂજન - અર્ચન કરાયું હતું. ત્યારબાદ જિલ્લા કલેકટર દ્વારા માતાજીની ધજા ફરકાવી પ્રસ્થાન કરાવ્યું હતું.

દેશભરની શક્તિપીઠો એક જ સ્થળે : અંબાજીના ગબ્બર શક્તિપીઠ ખાતે સ્થપાયેલ આ 51 શક્તિપીઠોએ ભારત દેશના અલગ અલગ રાજ્યો માતાજીના વિવિધ અંગોના જ્યાં શક્તિપીઠરૂપે સ્થાપિત થયા તેની પ્રતિકૃતિ રૂપે પ્રાણ પ્રતિષ્ઠિત કરી સ્થાપિત કરાયા છે. સામાન્ય રીતે લોકોને 51 શક્તિપીઠોના દર્શન કરવા માટે સમય,નાણાં અને લાંબી મુસાફરી કરવી પડતી હોય છે. ત્યારે દરેક લોકોને દેશના વિવિધ શક્તિપીઠોના દર્શન એક જ સ્થાને, એકજ સમયે કરવાનો લાભ અહી મળી રહેશે. જેનો લહાવો લેવા દરેક માઈ ભક્તોને અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા કલેકટરવરુણકુમાર બરનવાલે આગ્રહ કર્યો હતો.

  1. Ambaji Temple: અંબાજીમાં 5 દિવસ 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ, જાણો આ વર્ષની વિશેષતા...
  2. વલસાડમાં 51 શક્તિપીઠ મંદિર માટે યોજાયો લોકડાયરો, કલાકારોએ પઠાણ ફિલ્મ વિવાદ અંગે બોલિવુડને આપી દીધી સલાહ

ABOUT THE AUTHOR

...view details