Ambaji temple: અંબાજીમાં 5 દિવસ 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ, જાણો આ વર્ષની વિશેષતા...

author img

By ETV Bharat Gujarati Desk

Published : Feb 2, 2024, 6:33 AM IST

Updated : Feb 2, 2024, 7:29 AM IST

અંબાજીમાં 5 દિવસનો રાજ્યકક્ષાનો મહોત્સવ

51 શક્તિપીઠોમાંથી એક યાત્રાધામ અંબાજીમાં આગામી 12 ફેબ્રુઆરી થી 16 ફેબ્રુઆરી સુધી 5 દિવસ સુધી શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2024નું યોજાવા જઈ રહ્યો છે. આ મહોત્સવને લઈને દૂરદૂરથી માઈ ભક્તો અંબાજી આવતા હોય છે. ત્યારે આ વખતે 3 દિવસના બદલે 5 દિવસનો મહોત્સવ હોવાથી ભાવિક ભક્તોમાં ખુશીની લહેર ફરી વળી છે.

અંબાજીમાં 5 દિવસ 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ

અંબાજી: યાત્રાધામ અંબાજીની ગબ્બર તળેટીમાં દેશ-વિદેશમાં સ્થાપિત 51 શક્તિપીઠ પૈકીનું અંબાજી મંદિરનું નિર્માણ કાર્ય તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશા-નિર્દેશમાં કરવામાં આવ્યું હતું. ભારત સહીત શ્રીલંકા, બાંગ્લાદેશ, નેપાળ, પાકિસ્તાન જેવા દેશોમાં સ્થાપિત 51 શક્તિપીઠ જેવા જ આબેહૂબ 51 શક્તિપીઠ મંદિરોનું નિર્માણ કાર્ય 2014 માં કરવામાં આવ્યું હતું.

ગબ્બર ગઢની પરિક્રમા
ગબ્બર ગઢની પરિક્રમા

5 દિવસનો મહોત્સવ: એક જ દિવસેને એક જ સમયે 51 શક્તિપીઠોની પરિક્રમા થકી લ્હાવો મળે તેવા વિઝન સાથે સ્થાપિત કરાયેલા આ મંદિરોનો નવમો પાટોત્સવ આગામી તારીખ 12 ફેબ્રુઆરી થી 16 ફેબ્રુઆરી સુધી 5 દિવસનો યોજાશે. ખાસ કરીને જેમ જૂનાગઢમાં લીલી પરિક્રમા કરવામાં આવે છે તેજ રીતે ગબ્બર પર્વતની પણ પરિક્રમા શ્રદ્ધાળુઓ કરે છે. જૂનાગઢની લીલી પરિક્રમાની પરંપરા જેવી જ એક પરંપરા અંબાજીમાં પણ પ્રસ્થાપિત થાય તેવા ઉદ્દેશને લઈ ત્રણ દિવસના બદલે આ વખતે રાજ્યકક્ષાનો મહોત્સવ 5 દિવસનો કરવામાં આવ્યો છે.

ગબ્બર ગઢની પરિક્રમા
ગબ્બર ગઢની પરિક્રમા

આ વર્ષે શું હશે ખાસ આયોજન: અંબાજી મંદિર ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેકટર વરુન બરનવાલે આ અંગે માહીતી આપતા જણાવ્યું હતું કે, આ 5 દિવસ દરમિયાન ગબ્બર તળેટીમાં પાલખી યાત્રા, સાંસ્કૃતિક કાર્યક્રમો,પાદુકા ચામરયાત્રા, ધ્વજા ત્રીશુળ યાત્રા, મસાલ યાત્રા, શક્તિ યજ્ઞ સાથે ભજન મંડળીઓ દ્વારા ધાર્મિક સત્સંગના કાર્યક્રમો યોજવામાં આવશે. જોકે હાલના તબક્કે આ પાટોત્સવને લઈ તમામ તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે અને સમગ્ર આયોજન રાજ્ય સરકાર યાત્રાધામ વિકાસ બોર્ડ અને અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત પણે કરવામાં આવી રહ્યું છે.

  1. Ambaji News : અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટનું હોલીડે હોમ બિલ્ડીંગ તોડવાનું શરુ, કારણ જાણવા જેવું છે
  2. Porbandar News: આ આર્ટિસ્ટનું લાઈવ સેન્ડ આર્ટ જોઈને રાજયપાલ સહિત સૌ કોઈ રહી ગયા દંગ
Last Updated :Feb 2, 2024, 7:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.