Porbandar News: આ આર્ટિસ્ટનું લાઈવ સેન્ડ આર્ટ જોઈને રાજયપાલ સહિત સૌ કોઈ રહી ગયા દંગ

author img

By ETV Bharat Gujarati Desk

Published : Feb 1, 2024, 8:42 AM IST

સેન્ડ આર્ટિસ્ટ નેહા ઉમકનું લાઈવ સેન્ડ આર્ટ

પોરબંદરમાં રાજ્યપાલ દેવવ્રત આચાર્યની ઉપસ્થિતિમાં ભારતીય કોસ્ટગાર્ડના સ્થાપના દિવસના ઉપક્રમે એક સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રની નેહા ઉમક નામની સેન્ડ આર્ટિસ્ટે લાઇવ સેન્ડ આર્ટ દ્વારા ભારતીય કોસ્ટ ગાર્ડની 48 વર્ષ સુધીની સફરની પ્રસ્તુત કરી હતી. આ પ્રસ્તુતી નિહાળીને રાજ્યપાલ સહિત સૌ કોઈ આમંત્રિત મંત્રમુગ્ધ થઈ ગયાં હતાં.

સેન્ડ આર્ટિસ્ટ નેહા ઉમકનું લાઈવ સેન્ડ આર્ટ

પોરબંદર: ભારતીય કોસ્ટગાર્ડના સ્થાપના દિવસના ઉપક્રમે પોરબંદરમાં રાજ્યપાલ દેવવ્રત આચાર્યની ઉપસ્થિતિમાં એક ખાસ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રની નેહા ઉમક નામની સેન્ડ આર્ટિસ્ટની કલાકૃતિ સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર બની હતી. નેહાએ લાઇવ સેન્ડ આર્ટ દ્વારા ભારતીય કોસ્ટ ગાર્ડની 48 વર્ષ સુધીની સફરની પ્રસ્તુત કરી હતી.

સેન્ડ આર્ટિસ્ટ નેહા ઉમકનું લાઈવ સેન્ડ આર્ટ
સેન્ડ આર્ટિસ્ટ નેહા ઉમકનું લાઈવ સેન્ડ આર્ટ

સેન્ડ આર્ટ દ્વારા દર્શાવી કોસ્ટ ગાર્ડની જર્ની: ઓડિટોરિયમના પડદા પર સેન્ડ આર્ટિસ્ટ નેહા ઉમકે સેન્ડ આર્ટ દ્વારા ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની કામગીરીને પ્રદર્શિત કરી હતી. શરૂઆતમાં ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના પ્રતીક ચિન્હ સ્વરૂપનું ચિત્ર પ્રદર્શન કર્યું હતું, ત્યારબાદ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની સ્થાપના બાદ જહાજ, વિમાન અને જલપોતની સંખ્યામાં વધારો થયો છે તેની ક્ષમતા દર્શાવતું ચિત્ર રજૂ કર્યું હતું. આ ઉપરાંત ભારતમાં ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના જ્યાં જ્યાં મુખ્ય મથકો આવેલા છે તે દર્શાવતું સેન્ડ આર્ટ રજૂ કર્યું હતું. તટીય વિસ્તારોમાં ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા થતી કામગીરીમાં સમુદ્રી લુટેરાઓના ચંગુલમાંથી જાપાનની માલવાહક બોટને બચાવવાનું દ્રશ્ય આબેહૂબ રજૂ કર્યું હતું. આ ઉપરાંત ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે સમુદ્રમાં મોટી માત્રામાં ડ્રગ્સ ઝડપેલ તે ઘટનાનું પણ આબેહૂબ વર્ણન લાઈવ સેન્ડ આર્ટ સ્વરૂપે રજૂ કરવામાં આવ્યું હતું અંતમાં રાજ્યપાલનું રેતચિત્ર પણ રજૂ કર્યું હતું. સાથે સાથે મ્યુઝિક અને વોઇસ ઓવરથી દર્શકોને જકડી રાખ્યા હતાં અને રેતી દ્વારા સર્જાયેલ આબેહૂબ દ્રષ્યો રાજ્યપાલ સહિતના દર્શકો આંખનો પલકારો મારતા પણ ચુકી ગયા હતા.

સેન્ડ આર્ટિસ્ટ નેહાની મહેચ્છા: નેહાએ જણાવ્યું હતું કે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની સ્થાપનાથી લઈ અત્યાર સુધીની જર્ની સેન્ડ આર્ટ સ્વરૂપે વ્યક્ત કરી છે, આ કળા હું છેલ્લા સાત વર્ષથી શીખી છું અને સાત વર્ષથી કરી રહી છું આ લાઈવ સેન્ડ આર્ટ નો આઇડિયો મારા પતિ કુંદન પાસેથી મળ્યો છે આથી હું જે કંઈ પણ છું તેની ક્રેડિટ તેને જાય છે આથી કહી શકાય કે પત્નીની સફળતાનો શ્રેય પતિને જાય છે ભવિષ્યમાં આ કલા ઇન્ટરનેશનલ કક્ષાએ લઈ જવાની ઈચ્છા છે અને ઇન્ડિયન આર્મી ઇન્ડિયન નેવી અને ઇન્ડિયન એરપોર્ટ સાથે પણ આ પ્રકારનું સેન્ડ આર્ટ કરેલ છે ઉપરાંત જાણીતા ટીવી સ્ટાર્સ બોલીવુડ સ્ટાર્સ સાથે પણ કામ કર્યું છે અને તેઓની લાઈફ જર્ની સેન્ડના માધ્યમથી વ્યક્ત કરી છે 10 થી 20 મિનિટમાં લાઈફ જર્ની જોઈને લોકો પણ ખુશ થાય છે.

5 વર્લ્ડ રેકોર્ડ નેહાએ બનાવ્યા: આ સેન્ડ આર્ટ રજૂ કરવામાં કેમેરાની સામે એક આઉટપુટ હોય છે જેનો વધુ ખર્ચ થતો નથી, પરંતુ મુખ્ય બાબત રેતીની છે. જેસલમેરની રેતી અમને જ્યારે જોઈએ અત્યારે જેસલમેર થી મળી રહે છે, અને એ મિત્ર મોકલાવે છે. સતત 24 કલાક સેન્ડ આર્ટ કરી નેહાએ અત્યાર સુધી માં પાંચ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે. આ સેન્ડ આર્ટ માટે નેહા તથા તેની ટીમ ખૂબ જ મહેનત કરે છે. નેહાના પતિ કુંદન ઉમકે જણાવ્યું હતું કે, નેહા ખૂબ જ મહેનત કરે છે અને તમામ મહેનત પાછળ અમારી ટીમ પણ છે. સેટ અપમાં ટેકનિકલ પાર્ટની દેખરેખ હું રાખું છું અને મ્યુઝિક વોઈસ ઓવર અને જે ચિત્ર હોય છે તેને અનુરૂપ સોંગ મૂકી ચિત્ર સાથે દર્શકોની ફીલિંગ જોડવાનું કામ હું કરું છું. ઘણી મહેનત કરીએ છીએ અને ત્યારબાદ દર્શકોને મનોરંજન પુર પાડીએ છીએ. ઓછામાં ઓછું ૧૨ થી ૧૫ મિનિટમાં આર્ટ તૈયાર થઈ જાય છે, એટલું જ નહીં સ્ક્રિપટ રાઇટીંગ અને વોઇસ ઓવર પણ કરવામાં આવે છે. અને આખી સ્ટોરી તૈયાર થાય છે.

  1. Porbandar News: કોસ્ટગાર્ડનો 48મો સ્થાપના દિવસના ઉપલક્ષમાં સમારોહ ઉજવાયો, રાજ્યપાલની સૂચક ઉપસ્થિતિ
  2. Bhavnagar News: ભાવનગર મનપાનો 1 રૂપિયાનો વેરો વધારો, પણ કરદાતાને કેટલો અસરકર્તા ?
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.