Porbandar News: કોસ્ટગાર્ડનો 48મો સ્થાપના દિવસના ઉપલક્ષમાં સમારોહ ઉજવાયો, રાજ્યપાલની સૂચક ઉપસ્થિતિ

author img

By ETV Bharat Gujarati Desk

Published : Jan 31, 2024, 7:36 PM IST

Updated : Jan 31, 2024, 8:03 PM IST

આચાર્ય દેવવ્રતજીએ કોસ્ટગાર્ડના અરવલ્લી ઓડિટોરિયમનું ઉદ્ઘાટન કર્યુ

કોસ્ટગાર્ડના ૪૮મા સ્થાપના દિવસનો સમારોહ પોરબંદર કોસ્ટગાર્ડ હેડક્વાર્ટર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં યોજાયો. આ સમારોહ દરમિયાન અરવલ્લી આર્ટ ઓડિટોરિયમનું ઉદઘાટન પણ કરવામાં આવ્યું હતું. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Coast Guard 48 Foundation Day Governor Acharya Devvrat

સમગ્ર કાર્યક્રમ દેશભક્તિના રંગે રંગાયો હતો

પોરબંદરઃ આજે કોસ્ટગાર્ડના પોરબંદર ડિસ્ટ્રિક્ટ હેડ ક્વાર્ટર-૧ ખાતે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં 48મા સ્થાપના દિવસની ગરિમામય ઉજવણી કરવામાં આવી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કોસ્ટગાર્ડના અરવલ્લી ઓડિટોરિયમનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. કોસ્ટગાર્ડ કેવી રીતે કાર્ય કરે છે તેનું ઓડિયો વિઝ્યૂઅલ પ્રેઝન્ટેશન પણ કરવામાં આવ્યું હતું.

કોસ્ટગાર્ડના ૪૮મા સ્થાપના દિવસનો સમારોહ પોરબંદર કોસ્ટગાર્ડ હેડક્વાર્ટર ખાતે યોજાયો
કોસ્ટગાર્ડના ૪૮મા સ્થાપના દિવસનો સમારોહ પોરબંદર કોસ્ટગાર્ડ હેડક્વાર્ટર ખાતે યોજાયો

વીરતા અને શૌર્ય ભરી ફરજપરસ્તીઃ આ પ્રસંગે રાજ્યપાલે પ્રાસંગિક ઉદ્દબોધન પણ કર્યુ હતું. જેમાં તેમણે કોસ્ટગાર્ડની ડ્યૂટીને વીરતા અને શોર્ય પૂર્વકની ગણાવી હતી. કોસ્ટગાર્ડની વીરતાનું દેશને ગૌરવ છે. ભારતીય તટ રક્ષકોએ દેશમાં ઘુસાડવામાં આવી રહેલું કરોડોનું ડ્રગ્સ પકડ્યું છે. ભારતની યુવા પેઢી માટે નુકસાનકારક આ ડ્રગ્સ પકડીને કોસ્ટગાર્ડે રાષ્ટ્રની સેવા કરી હોવાનું રાજ્યપાલે જણાવ્યું હતું. એ જ રીતે સમુદ્રમાં ફસાયેલા કોઈપણ નાગરિકને બચાવવા, સલામત બહાર લાવવાનું બેજોડ કાર્ય કોસ્ટ ગાર્ડ દ્વારા કરવામાં આવે છે. બીપોરજોય વાવાઝોડા અને અન્ય કુદરતી આફતો વખતે કોસ્ટગાર્ડના જવાનોએ રાત-દિવસ સેવા કાર્ય કર્યું હોવાની માહિતી રાજ્યપાલે આપી હતી.

કાર્યક્રમની વિશેષ ઝલકઃ કોસ્ટગાર્ડના ૪૮ મા સ્થાપના દિનની ઉજવણીના આ કાર્યક્રમમાં કેક કાપી હર્ષની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. આ ઉપરાંત કોસ્ટ ગાર્ડ પરિવારના બાળકો-વિદ્યાર્થીઓએ દેશભક્તિ સાથે સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. નેહા કુમારીએ રેતી ચિત્ર દ્વારા કોસ્ટગાર્ડનું સામર્થ્ય અને ગૌરવ પ્રસ્તુત કર્યું હતું. કોસ્ટગાર્ડના અધિકારીએ ગિટાર સાથે રાષ્ટ્રભક્તિનું ગીત પ્રસ્તુત કર્યું હતું. સમગ્ર કાર્યક્રમ દેશભક્તિના રંગે રંગાયો હતો.

મહાનુભાવોનો મેળાવડોઃ આ કાર્યક્રમમાં આચાર્ય દેવવ્રતની પ્રેરક ઉપસ્થિતિ હતી. રાજ્યપાલસિવાય RADM ફ્લેગ ઓફિસર નેવી, ગુજરાત નેવેલ એરીયા અનિલ જગ્ગી, એડીજી કે.આર. સુરેશ તેમજ કલેક્ટર કે.ડી. લાખાણી, જિલ્લા વિકાસ અધિકારી કે.બી .ઠક્કર, પોલીસ અધિક્ષક ભગીરથ સિંહ જાડેજા તેમજ કોસ્ટગાર્ડના સિનિયર અધિકારીઓ જવાનો તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ભારતીય સમુદ્ર સીમાના પ્રહરી તરીકે વીરતા અને શોર્યપૂર્ણ સેવા કરીને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે "વયમ્ રક્ષામ:" સૂત્રને ચરિતાર્થ કર્યું છે. સમુદ્રમાં ફસાયેલા નાગરિકોના જીવ બચાવીને ભારતીય તટ રક્ષકે રાષ્ટ્રની સેવા કરી છે, દેશને તેનું ગૌરવ છે...આચાર્ય દેવવ્રત(રાજ્યપાલ)

ઈન્ડિયન કોસ્ટગાર્ડે સતત તેનું સામર્થ્ય વધાર્યું છે અને આજે દરિયાઈ સીમા ક્ષેત્રમાં વૈશ્વિક સ્તર પર આગવી ઓળખ પ્રસ્થાપિત કરી છે. ઈન્ડિયન કોસ્ટકાર્ડ પડકારો ઝીલવા સજજ છે તેમજ રાષ્ટ્ર સેવામાં "વયમ્ રક્ષામ:"ના સૂત્રને સાર્થક અને ચરિતાર્થ કરવા કટિબદ્ધ છે...એ.કે. હરવોલા(કમાન્ડર રીજિયોનલ હેડક્વાર્ટર ઉત્તર પશ્ચિમ ક્ષેત્ર)

  1. જામનગરના મધદરિયે કોસ્ટગાર્ડ દ્વારા દિલધડક મોકડ્રિલ યોજાઈ
  2. Coastal Cleanup Day : પોરબંદરમાં સમુદ્ર જીવસૃષ્ટિને બચાવવા ઝુંબેશ, 10 ટનથી વધુ કચરો એકત્રિત કરવામાં આવ્યો
Last Updated :Jan 31, 2024, 8:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.