વલસાડમાં 51 શક્તિપીઠ મંદિર માટે યોજાયો લોકડાયરો, કલાકારોએ પઠાણ ફિલ્મ વિવાદ અંગે બોલિવુડને આપી દીધી સલાહ

author img

By

Published : Dec 30, 2022, 2:14 PM IST

વલસાડમાં 51 શક્તિપીઠ મંદિર માટે યોજાયો લોકડાયરો, કલાકારોએ પઠાણ ફિલ્મ વિવાદ અંગે બોલિવુડને આપી દીધી સલાહ

વલસાડના ઉમરગામ તાલુકામાં 51 શક્તિપીઠ ધામનું નિર્માણ થશે. તેને લઈને અહીં લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં ડાયરામાં કલાકારો પર ઉડાવવામાં આવેલા રૂપિયાનો ઉપયોગ મંદિરના નિર્માણ પાછળ ( Lok Dayro for 51 Shaktipeeth Temple Construction) કરવામાં આવશે. ત્યારે આ પ્રસંગે ઉપસ્થિત કલાકારોએ પઠાણ ફિલ્મ વિવાદ અંગે પણ ટિપ્પણી આપતા બોલિવુડને (Mayabhai Ahir on pathan movie controversy) સલાહ આપી હતી.

કલાકારોના ચાહકો ઉમટી પડ્યા

વલસાડ જિલ્લામાં ભિલાડના ઈન્ડિયા પાડા (VIA ground vapi) ખાતે નિર્માણ થનારા 51 શક્તિપીઠ ધામ (51 Shaktipeeth Temple Construction) અને ગૌશાળાના લાભાર્થે શ્રી શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગાયક કલાકર ગીતા રબારી, લોક સાહિત્યકાર માયાભાઈ આહિરે લોકગીતોની રમઝટ બોલાવી હતી. આ પ્રસંગે બંને ગુજરાતી લોકગાયકોએ પઠાણ ફિલ્મ વિશે (Mayabhai Ahir on pathan movie controversy) ટિપ્પણી કરી ડાયરામાં ઉડતા રૂપિયા અને લોકડાયરાનું (Lok Dayro for 51 Shaktipeeth Temple Construction) મહત્વ પણ સમજાવ્યું હતું.

ઈન્ડિયા પાડા ખાતે બનશે મંદિર વાપી વાપીના VIA ગ્રાઉન્ડ ખાતે (VIA ground vapi) લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતી ગાયક કલાકાર ગીતા રબારી અને લોક સાહિત્યકાર માયાભાઈ આહીરના ડાયરાએ રમઝટ બોલાવી હતી. વાપી નજીક ભિલાડ અને સેલવાસ વચ્ચે આવેલા ઈન્ડિયા પાડા ખાતે દક્ષિણ ગુજરાતનું પ્રથમ 51 શક્તિપીઠ મંદિરનું નિર્માણ (51 Shaktipeeth Temple Construction) પામવાનું હોવાથી તેના લાભાર્થે આ લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.

કલાકારોના ચાહકો ઉમટી પડ્યા ઉમરગામ તાલુકામાં ભિલાડ નરોલી માર્ગ પર આવેલા ઇન્ડિયા પાડા ખાતે ઓમ ત્રિનેશ્વર મહાદેવના સાંનિધ્યમાં પૂજારી ગજાનંદ મહારાજે 51 શક્તિપીઠ ધામ બનાવવાનો સંકલ્પ લીધો છે. આના લાભાર્થે વાપીના VIA ખાતે (VIA ground vapi) લોકડાયરાનું (Lok Dayro for 51 Shaktipeeth Temple Construction) આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ગુજરાતના કલાકારોએ રમઝટ બોલાવી હતી. ત્યારે તેમના ચાહકો અહીં ઉમટી પડ્યા હતા.

બોલીવુડ હોય કે કોઈ પણ દરેકે ધર્મનું ધ્યાન રાખવું જોઈએ આ પ્રસંગે કલાકાર ગીતા રબારીએ જણાવ્યું હતું કે, લોકડાયરામાં (Lok Dayro for 51 Shaktipeeth Temple Construction) જે રૂપિયા કલાકારો પર ઉડાડવામાં આવે છે. અહીં જે ફંડ ભેગું થાય છે. તે શિક્ષણમાં, ગાયોના ગૌશાળા માટે કે મંદિર નિર્માણ (51 Shaktipeeth Temple Construction) માટે ઉપયોગમાં લેવાય છે. એટલે ડાયરામાં પૈસા ઉડાડવા પાછળનો આ શુભ હેતુ રહેલો છે. આજનો ડાયરો પણ 51 શક્તિપીઠના નિર્માણ (51 Shaktipeeth Temple Construction) માટે જ છે. ગીતા રબારીએ પઠાણ ફિલ્મ વિવાદ મામલે કહ્યું હતું કે, બોલીવુડ હોય કે કોઈ પણ દરેકે ધર્મનું ધ્યાન રાખવું જોઈએ.

પહેલા સમાધાન માટે ડાયરો યોજાતો લોકડાયરામાં ઉપસ્થિત રહેલા માયાભાઈએ ગજાનંદ મહારાજનો આ સંકલ્પ વહેલીતકે પૂર્ણ થાય તેવું જણાવ્યું હતું .સાથે જ લોકડાયરાના (Lok Dayro for 51 Shaktipeeth Temple Construction) અયોજન અંગે જણાવ્યું હતું કે, વર્ષો પહેલા પારિવારિક કે સામાજિક ક્ષેત્રે સમાધાન માટે લોકડાયરાનું આયોજન થતું હતું. સંસ્કૃતિના જતન સાથે ડેલીએ (Mayabhai Ahir on pathan movie controversy) ડાયરા થતા હતા.

લોકડાયરાની લોકપ્રિયતા આજે પણ અકબંધ છે કલાકારો પર રૂપિયા ઉડાડવા અંગે તેમણે જણાવ્યું હતું કે, રૂપિયા ઉડાડવાનો હેતુ સંપતિવાનના મતે ગાયકો, સામાજિક સંસ્કૃતિ આગળ ઓળઘોળ છે તેવા અર્થમાં ઉડાડવાનો છે. સંપત્તિ પરમાર્થના કાર્યમાં ઉપયોગમાં લેવાય છે. પઠાણ ફિલ્મ અંગે તેમણે ટિપ્પણી કરી હતી કે, ભગવો એ દેશની શાન છે. એટલે ફિલ્મવાળાઓએ ધ્યાન રાખવું જોઈએ. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા 10 વર્ષથી ડાયરામાં યુવાનો આગળ આવ્યા છે. તેને સ્વીકારી રહ્યા છે. લોકડાયરોએ (Lok Dayro for 51 Shaktipeeth Temple Construction) ઘરના ભોજન બાદ મળતા ઓડકાર જેવો છે. લોકડાયરાની લોકપ્રિયતા આજે પણ અકબંધ છે.

આ પણ વાંચો વડોદરામાં સૌથી મોટી હેરિટેજ મેરેથોન, ભવ્ય વારસાની કરાશે ઉજવણી

તમામ 51 શક્તિપીઠના દર્શન એક જ સ્થળે થશે લોકડાયરાનું (Lok Dayro for 51 Shaktipeeth Temple Construction) આયોજક ઓમ ત્રિનેશ્વર મહાદેવ મંદિરના (51 Shaktipeeth Temple Construction) પૂજારી અને શ્રી શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ગજાનંદ મહારાજે જણાવ્યું હતું કે, માતા શક્તિના જે 51 શક્તિપીઠ છે. તે ભારત ઉપરાંત પાકિસ્તાન જેવા દૂરના સ્થળે છે. આના દર્શન કરવા દરેક માઈભક્ત માટે શક્ય નથી. એટલે તમામ 51 શક્તિપીઠના દર્શન એક જ સ્થળે થાય, દેશની પ્રગતિ થાય, સમાજ વ્યવસનમુક્ત બને તેવો શુભ હેતુ આ 51 શક્તિપીઠ ધામના નિર્માણ પાછળ (51 Shaktipeeth Temple Construction) રહેલો છે.

દાતાઓએ દાનની સરવાણી વહાવી વાપીના VIA ગ્રાઉન્ડ ખાતે (VIA ground vapi)આયોજિત આ લોકડાયરામાં (Lok Dayro for 51 Shaktipeeth Temple Construction) ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકર, વાપી, ઉમરગામ, સેલવાસ, દમણના ઉદ્યોગપતિઓ, જિલ્લાના પોલીસ અધિકારીઓ, કથાકારો, સમાજના શ્રેષ્ઠીઓ, યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. જેઓને લોકગાયક ગીતા રબારી અને સાહિત્યકાર માયાભાઈ આહિરે મનોરંજન પૂરું પાડ્યું હતું. તો અહીં ઉપસ્થિત દાતાઓએ પણ દિલ ખોલીને દાનની સરવાણી વહાવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.