ગુજરાત

gujarat

સુરત જિલ્લાના ૨૨,૯૦૭ દિવ્યાંગ મતદારો લોકસભાની ચૂંટણીમાં સહભાગી થશે - surat loksabha 2024

By ETV Bharat Gujarati Team

Published : Mar 26, 2024, 4:12 PM IST

જિલ્લાના ૨૨,૯૦૭ દિવ્યાંગ મતદારો લોકસભાની ચૂંટણીમાં સહભાગી થશે: જિલ્લાના કુલ દિવ્યાંગ મતદારો પૈકી ૧૩,૪૪૪ પુરુષ અને ૯,૪૬૩ મહિલા

Etv Bharat
Etv Bharat

સુરત: લોકશાહીમાં મતાધિકારનું આગવું મહત્વ રહેલુ હોય છે. લોકશાહીમાં ચૂંટણી દ્વારા નાગરિકો પોતાના પસંદગીના જન પ્રતિનિધિઓને દેશમાં શાસન કરવાની સત્તા સોંપે છે. ત્યારે આગામી તા.૦૭મી મે ના રોજ યોજાનારી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ દરમિયાન કોઈ પણ મતદાર મતદાનથી વંચિત ન રહી જાય તેની તકેદારી રાખવામાં આવી રહી છે. દિવ્યાંગ મતદારોની અલગથી ઓળખ કરી તેઓ પણ લોકશાહીના સૌથી મોટા પર્વમાં સહભાગી બને તે માટે ચૂંટણી તંત્ર કાર્યરત છે. ત્યારે સુરત જિલ્લાના મતદારો પૈકી કુલ ૧૩,૪૪૪ પુરુષ અને ૯,૪૬૩ મહિલા દિવ્યાંગ મતદારો મળી સમગ્ર સુરત જિલ્લામાં કુલ ૨૨,૯૦૭ દિવ્યાંગ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

સૌથી વધુ દિવ્યાંગ મતદારો કામરેજના: જિલ્લાના દિવ્યાંગ મતદારોમાં સૌથી વધુ કામરેજ વિધાનસભામાં ૨,૦૭૦ પુરુષ દિવ્યાંગ મતદાર અને ૧,૫૬૨ મહિલા દિવ્યાંગ મતદારનો સમાવેશ થાય છે. સુરત શહેર સહિત જિલ્લામાં મતદારોનું વૈવિધ્ય જોઈએ તો કુલ ૪૭,૪૫,૦૮૬ મતદારો પૈકી ૨૫,૪૧,૮૫૮ પુરુષ અને ૨૨,૦૩,૦૫૯ મહિલા તથા ૧૬૯ અન્ય મતદારો છે.

  • સુરત જિલ્લાના ઓલપાડ વિધાનસભા બેઠકમાં ૨,૧૯૦ દિવ્યાંગ મતદારો, માંગરોળમાં ૧,૧૬૮ મતદારો, માંડવીમાં ૧,૧૩૨ મતદારો, કામરેજમાં ૩,૬૩૨ મતદારો સુરત પૂર્વમાં ૭૨૨ મતદારો, સુરત ઉત્તરમાં ૬૪૮ મતદારો, વરાછા રોડમાં ૮૫૨ મતદારો, કરંજમાં ૯૨૦ મતદારો, લિંબાયતમાં ૧,૫૪૧ મતદારો, ઉધનામાં ૯૫૬ મતદારો, મજુરામાં ૬૮૩ મતદારો, કતારગામમાં ૧,૬૨૮ મતદારો, સુરત પશ્વિમમાં ૯૮૦ મતદારો, ચોર્યાસીમાં ૩,૦૯૮ મતદારો, બારડોલીમાં ૧,૭૮૭ મતદારો, મહુવામાં ૯૭૦ મતદારો મળીને કુલ ૨૨,૯૦૭ દિવ્યાંગ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
  1. સુરતમાં રાંદેર પોલીસે ફિલ્મી ઢબે ચોરોનો પીછો પકડ્યો, પકડાયાં તો જાણ થઇ કે મહારાષ્ટ્રમાં 50થી વધુ ચોરી કરી હતી - Surat Crime
  2. રાજસ્થાનમાં સુરતની પરિણીતા સાથે દુષ્કર્મ આચરનાર આરોપીની ફરિયાદ સુરત ટ્રાન્સફર થઈ, શું હતો સમગ્ર મામલો જાણો... - Rape case in Surat

ABOUT THE AUTHOR

...view details