ગુજરાત

gujarat

રૂપાલા વિરુદ્ધ રાજપૂતોનું આંદોલન હવે ભાજપ વિરુદ્ધ રૂખ કરી રહ્યું છે... - Rajkot kshatriya protest

By ETV Bharat Gujarati Team

Published : Apr 15, 2024, 10:57 PM IST

રૂપાલા દ્વારા ઉચ્ચારાયેલા ક્ષત્રિય સમાજ માટેનાં વાંધાજનક નિવેદનોને ધ્યાને લઈને ચાલી રહેલી રૂપાલા વિરુદ્ધ રાજપૂતોની મુહિમ હવે તીવ્ર થઈ રહી હોય તેવો ભાસ રવિવારે રતનપર ખાતે મળેલી ક્ષત્રિયોની જાહેરસભામાં જોવા મળ્યો હતો. ગુજરાત રાજ્યનો એક જીલ્લો બાકી નહિ હોય તેવા તમામે તમામ જીલ્લાનાં પાસિંગવાળા વાહનોનો ખડકલો રતનપર ખાતે જોવા મળ્યો હતો

રાજકોટમાં રૂપાલા સામે ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન
રાજકોટમાં રૂપાલા સામે ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન

રાજકોટ:રૂપાલા વિરુદ્ધ રાજપૂતોનું આંદોલનનું કેન્દ્રબિંદુ રાજકોટ જ્યાં ગઈકાલે રાજકોટથી 15 કિલોમીટર દૂર રતનપર રામમંદિર સામે ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન યોજાયું હતું, જેમાં સમગ્ર ગુજરાતમાંથી અને ભારતનાં અન્ય રાજ્યોમાંથી પણ 5 લાખથી વધુ ક્ષત્રિય યુવાનો, સ્ત્રીઓ અને બાળકો હાજર રહ્યા હતા. ભારતીય જનતા પક્ષનાં રાજકોટ બેઠક પર લોકસભાની મંગળવારે તારીખ 16મી એપ્રિલ 2024નાં રોજ વિજયમુહૂર્તમાં ઉમેદવારી નોંધાવનારા પુરષોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજ માટે કરવામાં આવેલા નિવેદનો બાદ સમગ્ર રાજ્ય અને રાષ્ટ્રનાં ક્ષત્રિય સમાજમાં રૂપાલા વિરુદ્ધ રોષ ફાટી નીકળતા હવે ક્ષત્રિયોને રૂપાલાની ટિકિટ રદ કરવા સિવાયે કાંઈ ઓછું ખપતું નથી. હવે, જ્યારે રૂપાલા વિરુદ્ધ રાજપૂતોનાં જંગમાં રૂપાલાની ટિકિટ રદ થવાની નહિવત સંભાવના હોવાને કારણે, બોયકોટ રૂપાલાનાં નારા સાથે શરુ થયેલી આ સામાજીક ચળવળ હવે બોયકોટ ભાજપનાં નારાઓ સાથે સંપન્ન થાય તો નવાઈ નહિ, આવો વાંચીએ વધુ વિગતો અને જોઈએ ક્ષત્રિયોની એ મહાસભાનો એ વિડીયો.

રાજકોટમાં રૂપાલા સામે ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન

આ સભામાં "જય ભવાની", "જય રાજપુતાના", "રૂપાલા હાય હાય", "રૂપાલા બાય બાય" નાં ગગનભેદી નારાઓ લાગ્યા હતા અને રૂપાલાએ કરેલા નિવેદનો સામે ક્ષત્રિયોની બલિદાનની પરંપરાનાં કિસ્સાઓ તેમજ રજવાડાઓનાં ભારતમાં વિલીનીકરણની પ્રક્રિયામાં સહભાગી થવા કઈ રીતે ક્ષત્રિયોએ પોતાનાં રાજપાઠને એક ક્ષણમાં સરકારને ચરણે ધરી દીધા હતા.

રાજકોટમાં રૂપાલા સામે ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન

ભારતીય જનતા પક્ષનાં હિન્દુત્વનાં એજેન્ડાને ટાંકીને ક્ષત્રિયો દ્વારા સોમનાથ મંદિર તેમજ શ્રીનાથજી મંદિરની અખંડિત જાળવવા યુદ્ધોનું આલેખન સભા સ્થળ પર હાજર રહેલા ક્ષત્રિય ઈતિહાસવિદોએ પુરાવાઓ સાથે તેમના વક્તવ્યમાં રજુ કરીને ધર્મરક્ષા એ ક્ષત્રિયોની સદીઓ જૂની પરંપરા હોવાનાં પુરાવાઓ આપતા, રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ માટે કરવામાં આવેલા નિવેદનોની આકરા શબ્દોમાં જાહટકણી કાઢવામાં આવી હતી.

રાજકોટમાં રૂપાલા સામે ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન

ક્ષત્રિય સમાજ, કરણી સેના તેમજ રાજ્ય બહારનાં સક્રિય ક્ષત્રિય એકતા મંચનાં પ્રતિનિધિઓએ આ કાર્યક્રમમાં હાજરી આપીને હાજર જનમેદની અને સમાજનાં લોકોને ભારતીય જનતા પક્ષ સાથે ક્યાંયે પ્રચાર-પ્રસારમાં ન જોડાવવા અને જરુર પડ્યે ભારતીય જનતા પક્ષને મત ન આપી તેનો બહિષ્કાર કરવા પણ આવાહન કરવામાં આવ્યું હતું.

રાજકોટમાં રૂપાલા સામે ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન

મહિલા વકતાઓએ આકરા પ્રહારો કર્યા હતા અને ભારતનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અચ્છે દિન આયેંગે વાળા સૂત્રને ટાંકતા "અચ્છે દિન આ ગયે"ની વાત કેન્દ્રસ્થાને રાખી હતી, તો બીજી તરફ મહિલા વકતાઓએ ક્ષત્રિય જ્ઞાતિ સિવાયનાં લોકોને પાઘડી તેમજ તલવાર જે અવાર-નવાર કાર્યક્રમોમાં ભેંટ તરીકે અર્પણ કરવામાં આવે છે તે પ્રથા બંધ કરવા માટેની વાત રજુ કરતા જણાવ્યું હતું કે આ પાઘડી અને તલવાર એ ક્ષત્રિયોની શક્તિ હોવાથી એ શક્તિ કોઈ ક્ષત્રિય સમાજ સિવાયેની વ્યક્તિને ભેંટરૂપે પણ આપવી ન જોઈએ.

રાજકોટમાં રૂપાલા સામે ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન

મોલેસલામ થકી ક્ષત્રિયો જેમણે ધર્મપરિવર્તન કરીને ઈસ્લામ ધર્મ અંગીકાર કર્યો છે તેવા રાજવી તેમજ આદિવાસી સમાજમાં પણ રાજવી પ્રથા ધરાવતા સમૂહ દ્વારા રાજપૂત અસ્મિતા મહાસંમેલનને સમર્થન આપવામાં આવ્યું હતું અને ક્યાંક ક્યાંક હાજર રહેલા ક્ષત્રિયોનું સંખ્યાબળ જોઈને ક્ષત્રિયનો એક રાજકીય પક્ષ પણ સ્થાપાવવો જોઈએ તેવા સુર પણ ઉઠતા જોવા મળ્યા હતા.

રાજકોટમાં રૂપાલા સામે ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન

રતનપર ખાતે મળેલી આ ક્ષત્રિય સભામાંથી ઉઠતો સુર સ્પષ્ટ છે કે જો રૂપાલા 16મી એપ્રિલે ફોર્મ ભરશે અને 19મી એપ્રિલ સુધીમાં ફોર્મ પાછું નહિ ખેંચે કે એમની ઉમેદવારી રદ કરવામાં નહિ આવે તો ક્ષત્રિયો હવે ભારતીય જનતા પક્ષનો પણ બહિષ્કાર કરશે તેમજ ગુજરાતની માત્ર 26 લોકસભાની બેઠકો જ નહિ પરંતુ અબકી બાર 400 પાર વાળા સૂત્રને રાષ્ટ્રીય સ્તરે પણ સાર્થક નહિ થવા દે. એકંદરે ક્ષત્રિયોએ 19મી એપ્રિલનું અલ્ટીમેટમ આપી દીધું છે અને બોયકોટ રૂપાલાવાળા સુત્રોચાર સાથે શરુ થયેલી રૂપાલા વિરુદ્ધ રાજપૂતોની આ લડાઈ હવે બોયકોટ ભાજપ તરફ રૂખ કરી રહી હોવાની સંભાવના મજબૂત થઈ રહી હોવાનાં એંધાણો આ સભામાં જોવા મળ્યા હતા.

  1. ક્ષત્રિયોના જૂવાળમાં રૂપાલા રહેેશે અડીખમ કે પછી રાજકોટ બેઠક પર સર્જાશે લોકસભા 2009 વખતની પરિસ્થિતિ ? - Parshottam Rupala statement
  2. રાજકોટની રાજનૈતિક રણભૂમિ પર રૂપાલા V/s ધાનાણીની પાવર પ્લે ઈનિંગ્સનાં શ્રીગણેશ - Rajkot lok sabha seat

ABOUT THE AUTHOR

...view details