ગુજરાત

gujarat

Bharuch Lok Sabha Seat: ભરૂચ લોકસભા બેઠક પર વસાવા v/s વસાવાની ટક્કર, મનસુખ વસાવા સતત 7મી વાર ભાજપના ઉમેદવાર

By ETV Bharat Gujarati Team

Published : Mar 3, 2024, 7:12 AM IST

Updated : Mar 3, 2024, 7:23 AM IST

ભરૂચ લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મનસુખ વસાવાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. લોકસભાના મધ્યસ્થ કાર્યાલય પર કાર્યકર્તાઓ અને જિલ્લા પ્રમુખ દ્વારા મનસુખ વસાવાને અભિનંદન પાઠવી ઢોલ નગરા અને ફટાકડા ફોડીને શુભકામનાઓ પાઠવી હતી.

Bharuch Lok Sabha Seat
Bharuch Lok Sabha Seat

Bharuch Lok Sabha Seat

ભરૂચ: ભરૂચ લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મનસુખ વસાવાના નામની જાહેરાત કરવામાં આવી છે. મનસુખ વસાવા 6 ટર્મથી ભરૂચના સાંસદ છે. ભાજપ દ્વારા તેમને ફરીથી રીપીટ કરવામાં આવ્યા છે. ભરૂચ લોકસભા બેઠક પર વસાવા v/s વસાવાની ટક્કર જોવા મળશે. મનસુખ વસાવા 1989થી આ બેઠક પરથી સતત જીતતા આવ્યા છે.

મનસુખ વસાવા 6 ટર્મથી સાંસદ:ભરૂચ લોકસભાની બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કોણ હશે તેવી અટકળોનો અંત આવ્યો. ભરૂચ લોકસભાની સીટ પરથી મનસુખ વસાવાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. મનસુખ વસાવા 1989થી સતત આ બેઠક પરથી 6 ટર્મથી જીતતા આવ્યા છે અને લોકસભાના સાંસદ બન્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા મનસુખ વસાવાને સતત સાતમી વાર ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

કાર્યકર્તાઓમાં ઉત્સાહ:મનસુખ વસાવાનું ઉમેદવાર તરીકે નામ જાહેર થતાંની સાથે ભરૂચ જિલ્લા ભાજપ અને કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. મનસુખ વસાવાનું નામ જાહેર થતાં જ ભરૂચ લોકસભા મધ્યસ્થ કાર્યાલય પર ઢોલ નગારા સાથે ફટાકડા ફોડીને મનસુખ વસાવાએ મોં મીઠું કરાવ્યું. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને જિલ્લા પ્રમુખ સહિત અનેક કાર્યકરો દ્વારા અભિનંદન અને શુભકામનાઓ પાઠવવામાં આવી છે.

ચૈતર વસાવા આપના ઉમેદવાર:આ વખતે ભરૂચ લોકસભાની બેઠક પર વસાવા v/s વસાવાની ચૂંટણી જંગ જોવા મળશે. ઈન્ડિયા એલાઇન્સના ઉમેદવાર તરીકે આપ પાર્ટીના ઉમેદવાર તરીકે ચૈતર વસાવાને આ બેઠક પરથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. બંને ઉમેદવારો જીતનો દાવો કરી રહ્યા છે.

  1. Gandhinagar Lok Sabha Seat: ગાંધીનગરથી અમિત શાહ બીજી વાર લડશે ચૂંટણી, મધ્યસ્થ કાર્યાલય ખાતે ભવ્ય ઉજવણી
  2. Election 2024: PM વારાણસીથી, અમિત શાહ ગાંધીનગરથી લડશે લોકસભાની ચૂંટણી, પ્રથમ યાદીમાં 195 ઉમેદવારોના નામ
Last Updated :Mar 3, 2024, 7:23 AM IST

ABOUT THE AUTHOR

...view details