ગુજરાત

gujarat

Aam Adami Party: 'આપ'ના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ નાથા ઓડેદરાએ રાજીનામું આપ્યું, કોંગ્રેસમાં જોડાવાની અટકળો તેજ

By ETV Bharat Gujarati Team

Published : Mar 7, 2024, 5:18 PM IST

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ પદેથી પોરબંદરના નાથા ઓડેદરા એ રાજીનામું આપ્યું છે. તેઓ અગાઉ કોંગ્રેસમાં હતા. આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ ઓડેદરા ફરીથી કોંગ્રેસમાં જોડાઈ શકે છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Aam Adami Party

'આપ'ના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ નાથા ઓડેદરાનું રાજીનામું
'આપ'ના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ નાથા ઓડેદરાનું રાજીનામું

કોંગ્રેસમાં જોડાવાની અટકળો તેજ

પોરબંદરઃ લોકસભાની ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ રાજીનામા પડતા જાય છે. કોંગ્રેસના અનેક ધારાસભ્ય અને અગ્રણીઓ રાજીનામું આપીને ભાજપમાં ભળી રહ્યા છે. આવા સમયમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ પદેથી પોરબંદરના નાથા ઓડેદરાએ રાજીનામું આપ્યું છે. નાથા ઓડેદરાના રાજીનામાથી ગુજરાત રાજકારણ ગરમાયું છે. નાથા ઓડેદરા ફરીથી કોંગ્રેસ જોઈન કરી શકે તેવી અટકળો વહેતી થઈ છે.

કોંગ્રેસમાં ઘર વાપસીની શક્યતાઃ પોરબંદરમાં કોંગ્રેસમાં જિલ્લાના પ્રમુખ પદે રહી ચૂકેલ નાથા ઓડેદરાએ કોંગ્રેસમાં હતા ત્યારે મોઢવાડિયાનો વિરોધ કર્યો હતો. આ વિરોધ બાદ તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. હવે અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હોવાથી નાથા ઓડેદરા કોંગ્રેસ ફરીથી જોઈન કરી શકે છે.

કોંગ્રેસ હાઈકમાન્ડને મોઢવાડિયાથી ચેતવ્યા હતાઃ નાથા ઓડેદરાએ આજે પત્રકારોને જણાવ્યું હતું કે જ્યારે તેઓ કોંગ્રેસમાં હતા ત્યારે પણ અર્જુન મોઢવાડિયા નો વિરોધ કર્યો હતો. અર્જુન મોઢવાડિયા દગાબાજ નેતા છે. કોંગ્રેસને દગો આપી રહ્યા હતા. તેઓ કોંગ્રેસને ડૂબાળશે. નાથા ઓડેદરાએ હાઈ કમાન્ડને ચેતવ્યા પણ હતા. જો કે અર્જુન મોઢવાડીયા ઉપર કોઈ પણ જાતનું એક્શન ન લેવાતા અંતે તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું .આ ઉપરાંત ગુંડાગીરી વિરુદ્ધ અભિયાન ચાલવાઈ રહ્યું છે. જેમાં આમ આદમી પાર્ટી ના અમુક નેતાઓ ગુંડાઓને સાથ આપી રહ્યા છે. તેનો વિરોધ દર્શાવીને પણ નાથા ઓડેદરાએ રાજીનામું આપ્યું છે .

કોંગ્રેસ પાર્ટીનો નિર્ણય શીરોધાર્યઃ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ નાથા ઓડેદરાએ પોતાના આગામી રાજકીય પગલાં વિશે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, કોંગ્રેસ પાર્ટીનો હુકમ હશે તો હું કોંગ્રેસ પાર્ટી માં જોઇન કરીશ. પાર્ટી જે કોઈ આદેશ આપશે તે પ્રમાણે કરીશ કોઈ જવાબદારી સોંપે તો સાંભળવા તૈયાર છું. આ લોકો એ પ્રજા સાથે વિશ્વાસઘાત કર્યો છે ત્યારે પ્રજાના હિતમાં મેં રાજીનામાનો નિર્ણય લીધેલ છે.

વિવિધ ચૂંટણીઓઃ હવે પોરબંદર લોકસભા, વિધાનસભા અને મહા નગર પાલિકાની ચૂંટણીઓ આગામી સમયમાં યોજાવાની છે. તેથી વર્તમાનમાં પોરબંદરમાં રાજકીય ક્ષેત્રે નેતાઓમાં પણ પક્ષાંતરની મોસમ ખીલી રહી હોવાનું જણાય છે. મોસમની જેમ રાજકીય નેતાઓ પણ રંગ બદલી રહ્યા છે.

Arvind Ladani: અરવિંદ લાડાણીએ ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામું, સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનું ધોવાણ

Rahul Gandhi In Surat : સુરત અને તાપી જિલ્લામાં ભારત જોડો ન્યાય યાત્રા ફરશે, ટ્રાઇબલ બેલ્ટ પર ડેમેજ કંટ્રોલ કરશે રાહુલ ગાંધી

ABOUT THE AUTHOR

...view details