ગુજરાત

gujarat

Tragic Road Accident: બસ્તર નજીક થયેલા ગમખ્વાર અકસ્માતમાં કુલ 7નો ભોગ લેવાયો, 3ના ઘટના સ્થળે મોત

By ETV Bharat Gujarati Team

Published : Jan 26, 2024, 9:11 PM IST

બીજાપુર અને ઓડિશાની સરહદે ગમખ્વાર માર્ગ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં કુલ 7 લોકોનું મૃત્યુ થયું છે. જેમાં 3નું ઘટના સ્થળે અને બાકીના 4 ઘાયલોનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. અકસ્માતમાં ઘાયલ લોકોને ઓડિશાની કોરાપુટ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. Tragic Road Accident 7 Died 3 On the Spot Died 4 Died In Hospital Odisha Bastar

બસ્તર નજીક થયેલા ગમખ્વાર અકસ્માતમાં કુલ 7નો ભોગ લેવાયો
બસ્તર નજીક થયેલા ગમખ્વાર અકસ્માતમાં કુલ 7નો ભોગ લેવાયો

બીજાપુરઃ બસ્તરની નજીક આવેલ ઓડિશાની સરહદે બોરીગુમા વિસ્તારમાં ગમખ્વાર માર્ગ અકસ્માતમાં કુલ 7ના મૃત્યુ થયા છે. આ માર્ગ દુર્ઘટનામાં જગદલપુરથી ઓડિશા તરફ જઈ રહેલ જીપ બીજાપુર પાસે બેકાબૂ બની ગઈ હતી. આ બેકાબૂ જીપ સામે આવી રહેલ બાઈક સાથે ટકરાઈ ગઈ હતી. બાઈક સાથે ટકરાયા બાદ આ જીપ મુસાફરો ભરેલ ઓટો રિક્શા સાથે ટકરાઈ હતી. બાઈક સવાર સિવાય અન્ય 2 મુસાફરોનું ઘટના સ્થળે મૃત્યુ થયું છે. ઘાયલોને કોરાપુટ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જેમાં વધુ 4નું મૃત્યુ થયું છે. આમ આ ગમખ્વાર અકસ્માતમાં કુલ 7 લોકોના મૃત્યુ થયા છે.

જગદલપુરથી ઓડિશા તરફ એક જીપ પૂર ઝડપે જઈ રહી હતી. આ જીપ બેકાબૂ બની ગઈ. આ જીપે બાઈક અને રિકશાને ધડાકાભેર ટક્કર મારી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં ઘાયલોને સ્થાનિકો અને તંત્ર દ્વારા કોરાપુર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ કમનસીબે અકસ્માતે 3નો ઘટના સ્થળે અને 4નો હોસ્પિટલમાં એમ કુલ 7નો ભોગ લીધો છે. આ સમગ્ર એક્સિડેન્ટ સીસીટીવીમાં કેદ થયો છે. જે ઘણું કંપાવનાર દ્રશ્ય છે.

અકસ્માતગ્રસ્ત જીપમાં કુલ 5 મુસાફરો હતા. જીપમાં સવાર દરેક મુસાફરો સુરક્ષિત છે. આ બેકાબૂ જીપે બાઈક બાદ જે રિક્શાને ટક્કર મારી તેમાં કુલ 15 મુસાફરો હતા. આ અકસ્માત બાદ જીપનો ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો ઓડિશામાં અલગ અલગ જગ્યાએ રહેતા હતા. પોલીસ અત્યારે જીપના માલિકની શોધખોળ કરી રહી છે. આ જીપની નંબર પ્લેટ છત્તીસગઢ રાજ્યની હોવાનું માલૂમ પડ્યું છે.

  1. મહેસાણામાં ટેન્કરે એક્ટિવાને અડફેટે લેતા માતા-પુત્રનું ઘટના સ્થળે મોત
  2. કડીમાં દર્શને જતા રાહદારીને ટ્રકચાલકે કચડ્યો, ઘટના સ્થળે જ રાહદારીનું મોત

ABOUT THE AUTHOR

...view details