વડોદરાની રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો સાથે આટલા દેશોનો સંતો હતા ઉપસ્થિત જેમાં આ હતો મહાપ્રસાદ

By

Published : Jul 1, 2022, 5:42 PM IST

thumbnail

વડોદરા: શહેરમાં પરંપરાગત ભગવાન જગન્નાથજીની 41મી ભવ્ય રથયાત્રા( Jagnnath Rathyatra 2022) શહેરના મેયર(Vadodara Mayor) કેયુર રોકડીયા હસ્તે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. પુરી ધર્મની જેમ ભગવાન જગન્નાથજીનો રથ ઇસ્કોન મંદિર દ્વારા બાવળના લાકડામાંથી તૈયાર કરવામાં આવ્યો છે. આ સાથે આ રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા. બ્રિટન, અમેરિકા, મુંબઈના ઇસ્કોનના સંતો(Mumbai Iskon Saints) પણ રથયાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા. આ રથયાત્રામાં લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો માટે 30 હજાર કિલો શિરાનો પ્રસાદ સાથે અન્ય પ્રસાદ પણ વહેંચવામાં આવ્યા હતા. બે વર્ષની કોરોના મહામારી બાદ ભાવિ મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. ઢોલ નગારા અને બેડવાજ સાથે ભવ્ય રથયાત્રા નીકળી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.