ભુજ વૉર્ડ નંબર 10માં ભાજપના 3 ઉમેદવારોનો થયો વિજય
કચ્છઃ રાજ્યમાં 28 ફેબ્રુઆરી રવિવારના રોજ 81 નગરપાલિકાની 2,720 બેઠક, 31 જિલ્લા પંચાયતની 980 બેઠક અને 231 તાલુકા પંચાયતની 4,774 બેઠક પર સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઇ હતી. જેના પરિણામ માટે આજે મતગણતરી હાથ ધરાઇ છે. ત્યારે ભુજ નગરપાલિકાના વૉર્ડ નંબર 10માં ભાજપના 3 ઉમેદવારોનો વિજય થયો કોંગ્રેસના ઉમેદવાર ફાલ્ગુની બેન ગોરનો વિજય થયો હતો.