મહી નદીમાં ૧૦ ફુટ લાંબો મગર તણાઈ આવ્યો, વનવિભાગ દ્વારા કરાયૂ રેસ્કયુ
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-4441315-thumbnail-3x2-panch.jpg)
પંચમહાલ: જીલ્લાના નાથુજીના મુવાડા ગામ પાસે મહી નદીમાંથી મગર તણાઈ આવતા વનવિભાગ દ્વારા રેસ્ક્યુ કરીને પકડી પાડવામા આવ્યો હતો. મગર એક ઝાડીમાં ફસાઈ જવાના કારણે ચાર કલાકની જહેમત બાદ આખરે વનવિભાગે મગરને પકડી પાડ્યો હતો. તેની લંબાઇ માપતા ૧૦ ફુટ ૨ ઈંચ જેટલી મપાઈ હતી. મગરને વનવિભાગ દ્વારા સેવાલિયા પાસે પસાર થતી મહીસાગર નદીમાં જ સુરક્ષિત રીતે છોડી દેવામા આવ્યો હોવાનું વનવિભાગ તરફથી જાણવા મળ્યુ છે.