વડોદરા: થર્ટી ફસ્ટની વ્યસન મુક્ત ઉજવણી કરવા ફેઈથ ફાઉડેશન દ્વારા ફ્લેશ મોબનું આયોજન કરાયું
વડોદરા: દેશમાં 31 ડિસેમ્બરની લોકો ઉજવણી કરતા હોય છે. કેટલાક લોકો નવા વર્ષને આવકાર માટે મ્યૂઝિક અને કેફી પ્રદાથોનું સેવન કરતા હોય છે. વડોદરા શહેરમાં નવા વર્ષની ઉજવણી લોકો નશા મુક્ત રીતે કરે તે માટે શહેરની ફેઈથ ફાઉડેશન સંસ્થા છેલ્લા 14 વર્ષથી વ્યસન મુક્તિ અને તમાકુ નિયંત્રણ ક્ષેત્રમાં કામ કરી રહી છે. નવા વર્ષને વ્યસનથી નહીં પરંતુ સાદગી અને નાચગાન કરી ઉજવવામાં આવે અને સમાજમાં જન જાગૃતિ ફેલાય તે માટે આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરાના ફતેહગંજ વિસ્તારમાં 100 જેટલા કાર્યકરો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.