સુરતની એથર કંપની મૃતકોના પરિવારને 50 લાખ અને ઈજાગ્રસ્તોને 25 લાખની સહાય આપશે

By ETV Bharat Gujarati Team

Published : Nov 30, 2023, 3:31 PM IST

Updated : Nov 30, 2023, 3:38 PM IST

thumbnail

સુરત : સચિન GIDCની કેમિકલ ફેક્ટરીમાં આગ લાગતા 7 લોકોના મોત નિપજ્યા હતા. તારીખ 29 નવેમ્બરના દિવસે સવારે સચિન જીઆઇડીસીની કેમિકલ કંપનીમાં બ્લાસ્ટની ઘટના સામે આવી હતી. જેમાં 7 કર્મચારીઓના માનવ કંકાલ મળી આવ્યા હતા. તમામ માનવ કંકાલને પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. મામલતદાર, જીપીસીબી, પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો તપાસ અર્થે પહોચ્યો છે.

સાઉથ ગુજરાત ટેક્સટાઇલ એસોસિએશનના પ્રમુખ જીતુ ભાઈ વખારીયાએ જણાવ્યું કે, એથર કંપની મૃતકના પરિવારજનોને 50 લાખ રુપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે. તેમજ ઈજાગ્રસ્તોને 25 લાખ રુપીયાની સહાય આપવામાં આવશે. એથર કંપની દ્વારા મૃતકના પરિવારજનોની જવાબદારી લેવામાં આવી છે. મૃતકના બાળકોના શિક્ષણની સંપૂર્ણ જવાબદારી પણ ઉઠાવવામાં આવશે. જે મૃતકના પરિવારમાં ફક્ત માતા પિતા હોય તેમના જીવન નિર્વાહની જવાબદારી ઉઠાવવામાં આવશે.

કંકાલના DNA રિપોર્ટ કરવામાં આવશે : આ ઘટનામાં 27 જેટલા કામદારો દાઝ્યા છે, જેમાંથી 8ની હાલત ગંભીર જાણવા મળી રહી છે. તમામની સારવાર હાલ હોસ્પિટલમાં ચાલી રહી છે. કામદારોને અલગ અલગ પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. કેટલાક કામદાર 30 થી 50 ટકાથી વધુ દાઝી ગયાં હોવાનું જાણવા મળ્યું છે. નાની મોટી ઈજાના 10 થી વધુ કામદારો પણ સારવાર મેળવી રહ્યા છે. જે સાત લોકોના મૃત્યું થયા છે, તેમાં એક નવસારીનો રહેવાસી છે અને અન્ય 6 લોકો અન્ય રાજ્યના છે. પોલિસના જણાવ્યા અનુસાર મૃતકોના નામ દિવ્યેશ પટેલ, સંતોષ વિશ્વકર્મા, સનત મિશ્રા, ધર્મેન્દ્ર કુમાર, ગણેશ પ્રસાદ, સુનીલ કુમાર અને અભિષેક સિંહ છે.

  1. સુરતની સચિન GIDC ની એથર કંપની બની લોકચર્ચાનો મુદ્દો, કંપનીના માલિક ફોર્બ્સની બિલિયોનેર યાદીમાં સામેલ
  2. સુરતમાં સચિન GIDCની કેમિકલ ફેક્ટરીમાં આગ લાગતા 7 ના મોત, DNAના આધારે થશે મૃતકોની ઓળખ
Last Updated : Nov 30, 2023, 3:38 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.