Saurashtra Tamil Sangamam : સોમનાથના આંગણે તમિલ પ્રવાસીઓએ પગ મુકતા જ ગરબાના તાલે ઝૂમ્યા

By

Published : Apr 17, 2023, 5:39 PM IST

thumbnail

સોમનાથ : આજથી સોમનાથના આંગણે સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમનું આયોજન થયું છે. જેમાં ભાગ લેવા માટે આવેલા તમિલનાડુના પ્રવાસીઓ ગુજરાતી ગરબાના તાલે ઘૂમતા જોવા મળી રહ્યા હતા. હજાર વર્ષ પૂર્વેની સંસ્કૃતિ આજે સોમનાથ મહાદેવની નિશ્રામાં પૂર્ણ થઈ હોય તે પ્રકારના દ્રશ્યો પાવનકારી ભૂમિના જોવા મળ્યા હતા. 1000 વર્ષ પૂર્વેની બંને રાજ્યોની ધાર્મિક અને પારિવારિક સંસ્કૃતિને ફરી એક વખત પ્રભાસ તીર્થ ક્ષેત્રની ભૂમિ એવા સોમનાથ મહાદેવ મંદિરે મળવાનો સંયોગ સર્જાયો હતો. આજના કાર્યક્રમમાં તમિલનાડુથી આવેલા મૂળ સૌરાષ્ટ્રીયન લોકગીત મન મોર બની થનગાટ કરે તે ગીત પર જુમી ઉઠ્યા હતા. આ દ્રશ્યો તમિલ સંગમ કાર્યક્રમને વધુ જીવંત બનાવી રહ્યા હતા. હજાર વર્ષ પૂર્વે જોવા મળતી સંસ્કૃતિના દર્શન આજે ગુજરાતી લોકગીત અને સંગીતના સથવારે ફરી એક વખત સોમનાથ મહાદેવની નજર સમક્ષ જીવંત બન્યો હતો. જે રીતે તમિલયન ગુજરાતી લોકગીત અને સંગીતના તાલે ઝૂમી રહ્યા હતા.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.