Somnath Mahadev: સોમનાથ મહાદેવને ગંગા દર્શન શણગારથી કરાયા શોભાયમાન, શિવ ભક્તોએ કર્યા મા ગંગાની સાથે મહાદેવના દર્શન

By ETV Bharat Gujarati Team

Published : Aug 26, 2023, 10:59 PM IST

thumbnail

જૂનાગઢ: પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. ત્યારે આજે દેવાધિદેવ સોમનાથ મહાદેવને ગંગા દર્શન શણગારથી શોભાયમાન કરવામાં આવ્યા હતા. તેની સાથે ધાર્મિક લોકવાયકા જોડાયેલી જોવા મળે છે. માતા ગંગા શિવની જટામાં સમાયા બાદ તેને ભગીરથી નદી તરીકે ઓળખવામાં આવ્યા હતા. રાજા સગરના વંશજ ભગીરથી તેમના પ્રત્યેક પૂર્વજોને મોક્ષ મળે તે માટે માતા ગંગાને સ્વર્ગમાંથી પૃથ્વી લોક પર અવતરણ કરાવવા માંગતા હતા. તેમની કઠોર તપસ્યાને કારણે તેઓએ બ્રહ્માજીને પ્રસન્ન કરીને મા ગંગાને પૃથ્વી પર અવતરણ કરવાનુ વરદાન પ્રાપ્ત થયું. પરંતુ મા ગંગાનો પ્રવાહ અને તેના વેગને ધરાતલ પર સાચવવું ખૂબ મુશ્કેલ હતું. આવા સમયે બ્રહ્માજીના સૂચનો બાદ ઋષિ ભગીરથીએ દેવાધિદેવ મહાદેવની કઠોર તપશ્ચર્યા કરીને તેમને પ્રસન્ન કર્યા અને મા ગંગાનું પૃથ્વી પર અવતરણ થાય તે પૂર્વે શિવજી તેની જટામાં સ્થાન આપે તેવી વિનંતી કરી, જેથી ગંગાનો સતત વહેતા વેગ અને પ્રવાહ પૃથ્વી પર અવતારી શકાય. ત્યારબાદ સ્વર્ગ લોકમાંથી ગંગાનું પ્રથમ શિવજીની જટામાં અને ત્યાંથી પૃથ્વીલોક પર અવતરણ થયું. જેના આજે સોમનાથ મહાદેવ મંદિર ખાતે દર્શન ખુલ્લા મુકાયા હતા.

  1. Shravan 2023 : પવિત્ર શ્રાવણ માસમાં મહાદેવને ફળ, ફૂલ અને દ્રવ્યથી પૂજાનું છે મહત્વ, કાળો ધતુરો મહાદેવને અતિપ્રિય
  2. Junagadh News : શ્રાવણમાં શિવનો એક ભાગ જીવને, મિલ્ક બેંક થકી અનેક લોકોને પ્રસાદમાં મળે છે પવિત્ર અને પોષણકારી દૂધ

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.