Problem of potholes in Sabarkantha : નેશનલ હાઈવે ઓથોરિટીએ આ વિશે કંઇ કહેવાનું છે?

By

Published : Jul 18, 2022, 7:09 PM IST

Updated : Feb 3, 2023, 8:25 PM IST

thumbnail

નેશનલ હાઇવે નંબર આઠ (National Highway 8 )તેમજ મહેસાણા બાયપાસ રોડ ઉપર પણ પ્રથમ વરસાદી રાઉન્ડ બાદ મસ મોટા ખાડાઓ (Problem of potholes in Sabarkantha) સર્જાયા છે જેના પગલે વાહનચાલકો ભારે મોટી પરેશાની ભોગવી રહ્યા છે. દિલ્હી તેમજ મુંબઈની જોડતો નેશનલ હાઇવે નંબર આઠ સાબરકાંઠાના હિંમતનગરમાંથી પસાર થાય છે. એક તરફ ખાડાઓમાં પાણી ભરાયાના પગલે વાહન ચાલકો માટે વાહન ચલાવવું જોખમ બની ગયું છે. તો બીજી તરફ છેલ્લા કેટલાક સમયમાં નેશનલ હાઈવે નંબર આઠ ઉપર વાહનોના ટાયર ફાટવાના, પંકચર પડવાના અને અકસ્માતોનું પ્રમાણ પણ વધ્યું છે. વરસાદના પગલે ખાડાઓનો હાઇવે હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે તો બીજીતરફ વાહનચાલકો તંત્ર સામે આક્ષેપો કરી રહ્યા છે. નેશનલ હાઇવે નંબર આઠ ઉપર સાબરકાંઠામાં પ્રાંતીજ ટોલ ટેક્સ બૂથ (Prantij Toll Tax Booth ) ઉભું કરી હાઇવે ઉપર પસાર થનાર દરેક વાહન પાસેથી મસ્ત મોટો ટેક્સ ઉઘરાવવામાં આવે છે ત્યારે બીજી તરફ દિન પ્રતિદિન સુવિધાના નામે મીંડું છે. નેશનલ હાઈવે ઓથોરિટી (National Highway Authority)આ મામલે તદ્દન મૌન સેવી રહ્યું છે. ટોલટેક્સ આપનારા વાહનચાલકો ભારે રોષ વ્યક્ત કરી રહ્યા છે. હવામાન વિભાગે આગામી સમયમાં હજુ ભારે વરસાદ (Heavy Rainfall Forecast) થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે ત્યારે સાબરકાંઠામાંથી પસાર થતાં નેશનલ હાઇવે નંબર આઠ ઉપર આગામી સમયમાં કેવા દ્રશ્યો સામે આવશે એ તો સમય જ બતાવશે.

Last Updated : Feb 3, 2023, 8:25 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.