Sabarkantha News: પોલીસ ગ્રાઉન્ડ ખાતે સુરક્ષા અને સલામતી સાથે ગરબા, પોલીસકર્મીઓ ગરબે ઘૂમતા જોવા મળ્યા

By ETV Bharat Gujarati Team

Published : Oct 24, 2023, 11:39 AM IST

thumbnail

સાબરકાંઠા: નવરાત્રીમાં ખેલૈયાઓ ગરબાની મોજ લેતા હોય છે. ત્યારે હિંમતનગર ના પોલીસ ગ્રાઉન્ડ ખાતે લોકો સુરક્ષા અને સલામતી સાથે ગરબા ગાય છે. તો પોલીસ કર્મીઓ પણ ગરબે ગુમે છે. પોલીસ ગ્રાઉન્ડ માં મહીલાઓ સહિત પોલીસ પરિવાર અવનવા સ્ટેપ સાથે ગરબાની રમઝટ બોલાવતા હોય છે. નવરાત્રીમાં ખેલૈયાઓ ગરબા ની મોજ લેતા હોય છે. ત્યારે હિંમતનગરના પોલીસ ગ્રાઉન્ડ ખાતે લોકો સુરક્ષા અને સલામતી સાથે ગરબા ગાય છે. તો પોલીસ કર્મીઓ પણ ગરબે ગુમે છે. આયોજકો દ્વારા વિવિધ સોસાયટી અને પાર્ટી પ્લોટમાં ગરબાનું આયોજન કરતા હોય છે. પરંતુ ખેલૈયાઓને સુરક્ષા અને સલામતી સાથે ગરબે ઘુમવા માટેનું એકમાત્ર હિંમતનગર સ્થળ છે. પોલીસ ગ્રાઉન્ડ કે જ્યા પોલીસ કર્મીઓ પણ ગરબા રમતા હોય છે. તો અહીં આવતા ખેલૈયાઓને સલામતી મળી રહે છે. આ ઉપરાંત દરરોજ અલગ અલગ ગાયક કલાકારો દ્વારા અહીં ગરબા કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અહિ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખેલૈયાઓને સુરક્ષા મળી રહે છે. આ ઉપરાંત અહીં એસ પી, ડી વાય એસ પી, પીઆઈ, પીએસઆઈ સહિત પોલીસ કર્મીઓ પણ ગરબે ઘુમતા હોય છે. જેને લઈ ખેલૈયાઓને સલામતી મળી રહે છે. તો અહીં તમામ પ્રકારની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. તો અહિ આવતા ખેલૈયાઓ નવલા નોરતા ની મજા માણતા હોય છે.

  1. Sabarkantha Monkey Attack : સાબરકાંઠાના ચાંપલાનાર ગામે કપિરાજનો આતંક, ત્રણ દિવસમાં 10 લોકો હોસ્પિટલમાં દાખલ થયા
  2. Sabarkantha News: પ્રથમ વરસાદમાં જ ધરોઈડેમ છલોછલ, ખેડૂતોનું 'મન મોર બની થનાગટ કરે'

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.