Patan News: ધનાસરા ગામના આંટી ગરબાની રમઝટ ખેલૈયાઓમાં લોકપ્રિય

By ETV Bharat Gujarati Team

Published : Oct 21, 2023, 3:24 PM IST

thumbnail

પાટણઃ આજે નવરાત્રિ પર્વની ઉજવણી પૌરાણિક સમય કરતા ક્યાંય બદલાઈ ગઈ છે. જો કે પૌરાણિક ઢબે રમાતા ગરબા પ્રત્યે ખેલૈયાઓમાં આકર્ષણ પણ જોવા મળી રહ્યું છે. તેમાંય વિશિષ્ટ પ્રકારે થતા ગરબા હંમેશા ખેલૈયાઓ અને પ્રેક્ષકો માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે. આવા જ એક વિશિષ્ટ પ્રકારના ગરબા પાટણ જિલ્લાના ધનાસરાના ગામે પ્રાચીન સમયથી રમાય છે. આ ગરબાનો પ્રકાર છે 'આંટી ગરબા'. આ ગરબા વિશિષ્ટ પ્રકારે રમાય છે. જેમાં અબાલવૃદ્ધ સાથે ભાગ લે છે. યુવકો ઉપરાંત મોટી ઉંમરના નાગરિકો પણ 'આંટી ગરબા' કરીને માતાજી પ્રત્યે પોતાની આસ્થા રજૂ કરે છે. 'આંટી ગરબા'માં મોઢેથી ગરબા ગાવામાં આવે છે. તેમજ એક ચોક્કસ પ્રકારની ભાત ઉપસાવવામાં આવે છે. આ ગરબામાં માતાજીના ચાચરચોકમાં ગોળ આકારમાં ગરબા રમતી વખતે પગની રીતસરની આંટી પાડવામાં આવે છે. આ આંટી ખેલૈયાઓ પોતાના પગમાં નહીં પરંતુ બીજા ખેલૈયાઓના પગમાં આંટી પાડે છે. ખેલૈયાની નિપૂણતા ઉપરાંત માતાજીના આશીર્વાદ હોવાને લીધે કોઈ ખેલૈયાઓને ઈજા થતી નથી. 'આંટી ગરબા' જોવા માટે દૂર દૂરથી ખેલૈયાઓ અને માઈભક્તો ખાસ ધનાસરા ગામે પધારે છે. 

  1. Nvratri 2023: સુરતમાં મહિલા આઈપીએસ અધિકારીઓ ગરબે ઝુમ્યા, મન મુકીને માણ્યા રાસ ગરબા
  2. Navratri in Junagadh : નવરાત્રિના પ્રથમ દિવસે ચિત્રા નક્ષત્ર ભદ્રા અને રાહુકાળને કારણે અભિજીત નક્ષત્રમાં ઘટ સ્થાપન

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.