Diwali 2023: એકતાનગરને દિવાળી પર્વમાં લાઇટિંગ કરી દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું

By ETV Bharat Gujarati Team

Published : Nov 12, 2023, 5:06 PM IST

thumbnail

નર્મદા: દિવાળીના વેકેશનમાં પ્રવાસીઓની સૌથી પહેલી પસંદગી કેવડિયા જ હોય છે. કેવડિયા અત્યાર સુધી દોઢ કરોડ કરતા પણ વધુ પ્રવાસીઓઆ 5 વર્ષમાં નોંધાઈ ચુક્યા છે. હાલ આ વેકેશન દરમિયાનપણ રોજના 30 થી 40 હજાર પ્રવાસીઓ કેવડિયા આવે એવી તૈયારીઓ સાથે તંત્ર સજ્જ બન્યું છે, ત્યારે હાલ આ દિવાળીના જગમગતા દીવાની ચમકથી પ્રકાશિત આ દિવાળીના ઉત્સવને ઉજવવા SOU સત્તામંડળ દ્વારા કેવડિયા એકતાનગરમાં તમામ જગ્યાએ લાઇટિંગ કરી એકતાનગરને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું છે ત્યારે દિવાળી વેકેશનમાં આવેલ પ્રવાસીઓ પણ આ લાઇટિંગનો નજારો જોઈ ખુશખુશાલ થાય છે અને SOU ના CEO ઉદિત અગ્રવાલે પણ મીડિયાને જણાવ્યું હતું કે ચાલુ વર્ષે દિવાળી વેકેશનમાં 2 લાખ પ્રવાસીઓ અવવાવાની શકયતાને લઈ તમામ પ્રકારની પ્રવાસીઓની સુવિધામાં વધારો પણ કરવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.